Aapnu Gujarat
બ્લોગ

તેણે ફક્ત મોબાઇલ નંબર માગ્યોને મે પ્રેમમાં આખુ જીવન સમર્પિત કરી દિધુ

સાંજનો સમય હોવાથી મંદિરમાં આરતી થઇ રહી છે અને નગારા, ઝાલરનો અવાજ સંભળાઇ રહ્યો છે. પક્ષીઓ પાછા પોતાના માળામાં પરત આવી રહ્યા છે. ખેડુત સહિતના ગ્રામજનો ઘર તરફ આવી રહ્યા છે. પિતાને ઘરે આવતા જોઇને રસ્તા પર રમતા બાળકો પણ ખુશ થઇ જાય છે પરંતુ એક દિકરીની માતા વારંવાર ઘરની બહાર આવીને નજર ચારેબાજુ દૌડાવી રહી છે અને કોઇને શોધી રહી હોય છે. થોડીવારમાં જ ગામમાં બસ આવે છે અને દિકરીની માતાના મનને શાંતિ મળે છે. માતાએ કહ્યુ, તૃપ્તિ કેમ આજે બસ મોડી આવી? મને તો તારી બહુ જ ચિંતા થતી હતી. તમે મારી ખોટી ચિંતા કર્યા કરો છો. હું થોડી એકલી શહેરમાં ભણવા જવ છું. મારી સાથે આપણા ગામની બીજી ઘણી બહેનપણીઓ હોય છે તેમ તૃપ્તિએ તેની માતાને કહ્યુ. હું તારીમા છુ ને એટલે મને તારી ચિંતા તો રહ્યા જ કરે બેટા તેમ તૃપ્તિને તેની માતાએ કહ્યુ. તૃપ્તિ ઘરે આવીને હાથ પગ ધોઇને ભગવાનની પુજા અર્ચના કરીને પરીવાર સાથે ભોજન કરવા બેસે છે. આજે તો તૃપ્તિના ભાવતા ભોજન બનાવવામાં આવેલા હોવાથી તૃપ્તિ ખુબ ખુશ થઇ જાય છે અને વાતો કરતા કરતા ભોજન આરોગી રહી છે. જમતી વખતે ટીવી પર સમાચાર જોવાની ટેવ હોવાથી તૃપ્તિ આજે પણ ટીવી ચાલુ કરીને જ જમી રહી છે. અચાનક જ તૃપ્તિની નજર એક સમાચાર પર સ્થિર થઇ જાય છે. તેની કોલેજમાં સાથે અભ્યાસ કરતા નમનના સમાચાર તે ટીવી પર જોઇ રહી છે. નમન દવાખાનામાં લોહીની જરૂરીયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક સ્વૈચ્છીક રક્તદાતા શોધી આપે છે અને દર્દીની જરૂરીયાત મુજબ લોહી મેળવી આપે છે. નમનની આવી નિસ્વાર્થ સેવા જોઇને તૃપ્તિ હરખાઇ જાય છે અને તેની માતાને કહે છે કે ટીવીમાં જે છોકરો દર્દીઓને લોહી મેળવવા માટે મદદ કરી રહ્યો છે તે અમારી કોલેજમાં ભણે છે. ખુબ સારો અને સેવાભાવી છોકરો છે. તે બસ ભણવાનું અને લોકોની સેવા કરવાનું કામ કર્યા કરે છે. સારૂ કહેવાય હો, બાકી આજકાલના કોલેજના છોકરાઓ તો મૌજ શોખ અને હરવા ફરવામાંથી ક્યાં નવરા રડે છે તેમ તૃપ્તિની માતાએ કીધુ. તૃપ્તિ અને તેની માતા વચ્ચે આવી વાતચીત થઇ રહી હોય છે અને ટીવી પર આવતો કાર્યક્રમ પુરો થાય છે. તૃપ્તિ જમીને સુઇ જાય છે અને સવારે વહેલી ઉઠીને કોલેજ જવા માટે તૈયાર થઇ જાય છે.


તૃપ્તિ જેવી કોલેજ પહોચે છે ત્યારે જુએ છે કે નમન કોલેજ કેમ્પસમાં આમ તેમ દૌડ્યા કરે છે. તૃપ્તિ નમન સુધી પહોચે તે પહેલા જ નમન એક યુવકને સાથે લઇને કોલેજની બહાર નીકળે છે. તૃપ્તિ કઇ સમજી શકતી નથી કે આ બધુ શુ થઇ રહ્યુ છે. એકાદ કલાક જેટલો સમય વિત્યા પછી નમન યુવકને સાથે લઇને પાછો કોલેજ આવે છે. પેલો યુવક તો ક્લાસરૂમમાં ભણવા માટે આવી જાય છે પરંતુ નમન ક્લાસરૂમમાં આવવાના બદલે કોલેજ કેમ્પસમાં જ બેસી રહે છે. તૃપ્તિ નમન સાથે ગયેલા યુવક પાસે જાય છે અને પુછે છે કે નમન ક્યા ગયો? તમે બન્ને ક્યાં ગયા હતા? યુવકે કહ્યુ કે સરકારી દવાખાનામાં લાવવામાં આવેલ ગરીબ દર્દીને તાત્કાલીક લોહીની જરૂરીયાત હતી અને બ્લડ બેન્કવાળા લોહીની સામે લોહી માંગતા હોવાથી નમન મને સાથે લઇ ગયો હતો એટલે મે દવાખાનામાં જઇને રક્તદાન કર્યુ અને દરીદ્રનારાયણની સેવામાં હું નમન સાથે સહભાગી બન્યો છું. યુવકની આ વાત સાંભળીને તૃપ્તિ ખુબ જ ખુશ થઇ જાય છે અને તે ક્લાસરૂમમાંથી સીધી બહાર નિકળીને કોલેજ કેમ્પસમાં બેઠેલા નમન પાસે પહોચી જાય છે. તૃપ્તિ પહોચે છે ત્યારે નમન ની ચારેબાજુ યુવક યુવતીઓ ગોઠવાય ગયેલા હોય છે. નમન બધા યુવક યુવતીઓના નામ, સરનામુ, મોબાઇલ નંબર અને બ્લડ ગૃપ સહિતની માહીતી એકઠી કરી રહ્યો છે. તૃપ્તિને જોઇને નમન કહે છે કે તૃપ્તિ તારી વિગત તો લખાવ. તારો મોબાઇલ નંબર તો આપ. તૃપ્તિ એક નજરે નમન સામે જોય…

Related posts

ભાજપમાં અમિત શાહ નંબર-૨

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Imran Khan का बेतुका बयान

editor

Leave a Comment

UA-96247877-1