Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ૧૧ ઑગષ્ટે થશે,ત્રણ રાશિ માટે ગ્રહણ ભારે

ખગોલીય ઘટનાઓના વૈજ્ઞાનિક આધારની સાથે સાથે આ ઘટનાઓની જ્યોતિષીય ગણનાઓ પર પણ અસર પડે છે. આ વર્ષનુ છેલ્લુ સૂર્ય ગ્રહણ ૧૧ ઓગસ્ટના થશે. જ્યારે આ પહેલા ૧૫ ફેબ્રુઆરી એને ૧૩ જુલાઇના રોજ સૂર્યગ્રહણ હતું. ઘણા જ્યોતિષીઓનું માનવું છે કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ઘણી રાશિયો માટે યોગ્ય નથી.
૧૧ ઓગસ્ટ શનિવારના રોજ આ સૂર્યગ્રહણ બપોરે ૧ વાગીને ૩૨ મિનિટે શરૂ થશે. ગ્રહણનુ સૂતક કાલ ૧૦ ઓગસ્ટની રાત્રે ૧૨ વાગ્યા પછી એક વાગીને ૩૨ મિનિટે શરૂ થશે. ગ્રહણ ૧૧ ઓગસ્ટના રોજ સાંજે ૫ વાગ્યે પૂર્ણ થશે. વર્ષનુ છેલ્લુ સૂર્યગ્રહણ ભારતમાં નહિં દેખાય. પંરતુ ભારતના પાડોશી દેશ ચીન સિવાય નોર્થ એમેરીકા, નોર્થ પશ્ચિમ એશિયા, સાઉથ કોરીયા એને મોસ્કોમાં જોવા મળી શકે છે.
પાછલા સૂર્યગ્રહણની જેમ આ ગ્રહણ પણ આંશિક હશે. આ ગ્રહણ કર્ક રાશિમાં થવા જઇ રહ્યું છે, જે ૪ રાશિયો મેષ, મકર, તુલા અને કુંભ રાશિ માટે ફાયદાકારક રહેશે. કર્ક રાશિમાં ગ્રહણ હોવાથી કર્ક રાશિ સિવાય, મિથુન અને સિંહ રાશિના જાતકો માટે પણ આ ગ્રહણ શુભ નથી. આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ અને ધન ખર્ચને લઇને વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની જેમ આવતા વર્ષે પણ ૩ સૂર્યગ્રહણ થશે, પહેલુ ગ્રહણ ૬ જાન્યુઆરી, બીજુ ૨ જુલાઈ અને ત્રીજુ ૨૬ ઓગસ્તના થશે.

Related posts

કુંભમેળાથી પાછા ફરનારા કોવિડ વધુ ફેલાવશે : સંજય રાઉત

editor

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીની ચાલતી બસમાં છેડતી, લોકો તમાશો જોતા રહ્યાં

aapnugujarat

પત્ની રિસાઈને પિયર જતાં પતિએ પીએમ મોદીને પત્ર લખ્યો!!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1