Aapnu Gujarat
બ્લોગ

વિદેશોમાં સુરક્ષિત આશ્રય મળતાં કૌભાંડીઓનું પલાયન અને કાયદો

દેશમાં નીરવ મોદી અને વિજય માલ્યાના કૌભાંડ જેવા ઘણાં કેસો બહાર આવ્યા છે ત્યારે હવે એક નવી જ બાબત સામે આવી રહી છે. દેશ છોડીને વિદેશ ભાગી જવું અત્યારે એકદમ સરળ છે. જેના માટે વિજય માલ્યા અને નીરવ મોદીના કિસ્સા જાણીતા છે પરંતુ બીજા ઘણા લોકો આ પ્રક્રિયામાં વ્યસ્ત છે.દુબઈ અને અન્ય ફાઇનાન્શિયલ સેન્ટર ખાતે આવેલી ફર્મ કેટલાક ભારતીય વેલ્થ મેનેજરો, ટેક્સ પ્રેક્ટિશનર અને વકીલોના સંપર્કમાં છે અને વિદેશ ભાગી જવા માંગતા ક્લાયન્ટને શોધતા હોય છે.એક માહિતી અનુસાર દેશમાં જ્યારથી એનડીએ સરકારે સત્તા સંભાળી છે અને મોદી સરકારે ખાસ કડક પગલાં અને કેટલીક આકરી નીતિ ઘડી છે તેના કારણે દેશમાં જ રહીને દેશ વિરુદ્ધ કૌભાંડ કરનારા અમુક અમીર અને માલેતુજારો માટે આવા કૌભાંડો આચરીને લાંબો સમય દેશમાં રહી શકે તેમ ન હોવાથી આવાં લોકો વિદેશ ભાગવા લાગ્યા છે.ભારતમાં છેલ્લાં કેટલાંક સમયથી વિવિધ બેન્કોના કૌભાંડ અને અન્ય કેટલાંક ગોટાળા બહાર આવી રહ્યા છે ત્યારે મોદી સરકારે આવા કૌભાંડીઓની શાન ઠેકાણે લાવવા માટે તેમની સામે જે પ્રકારે આકરા પગલા લેવામા આવી રહ્યા છે તેના કારણે નીરવ મોદી કે વિજય માલ્યા જેવા કૌભાંડીઓની દેશમાં રહી શકે તેવી હિંમત જ નહી હોવાથી તેઓ ઈચ્છા છતા દેશમાં રહી શકે તેમ નથી.ખાસ વાત એ છેકે ધનાઢ્યોને તેઓ ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને બીજા દેશોના પાસપોર્ટ અપાવે છે. આવા લોકો ડોમિનિકા, સેન્ટ લુસિયા, એન્ટિગુઆ, ગ્રેનેડા, સેન્ટ કિટ્‌સ, માલ્ટા, કે સાઇપ્રસનું નાગરિકત્વ સ્વીકારતા હોય છે. ઘણા સમૃદ્ધ ભારતીયો માટે તે ટેક્સની જાળમાંથી છટકવાનો રસ્તો છે.તેઓ એવા દેશોમાં ભાગે છે જ્યાં બિઝનેસનું વાતાવરણ સરળ હોય. કેટલાક લોકો ભારતીય કોર્ટ તથા સ્થાનિક એન્ફોર્સમેન્ટ એજન્સીઓની પકડથી છટકવા માટે પણ ભાગી જવાનું પણ આયોજન ધરાવે છે. આઈટીએ આવી કેટલીક અગ્રણી ફર્મનો સંપર્ક કર્યો જે ફક્ત એક લાખ ડોલરથી ૨૪ લાખ ડોલર સુધીનું રોકાણ કરવા બદલ ત્રણથી ચાર મહિનામાં નાગરિકત્વ અપાવે છે.આ કારણે જ ભારતમાં આવા કૌભાંડ આચરી વિદેશમાં ફરાર થઈ જનારાની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. દેશ માટે આ બાબત સારી ગણી શકાય કારણ કે સરકારના ભયના કારણે આવા લોકો દેશમાં રહી શકતા નથી.વડા પ્રધાન મોદીએ વ્યક્તિઓ અને કોર્પોરેટ્‌સ પછી તે સ્થાનિક હોય કે એનઆરઆઈહોય તેની પાસેથી કર વસૂલાત વધારે આકરી બનાવતાં આ સ્થિતિ સર્જાઈ છે. સિટિઝનશિપ ઇન્વેસ્ટ નવ વર્ષથી અન્ય રાષ્ટ્રીયતા સ્વીકારવા માટે હજારો લોકોને સલાહ આપી ચૂકી છે.ચોંકાવનારો ખુલાસો કરતાં અર્ટોન કેપિટલે છેલ્લાં પાંચ વર્ષમાં ૨૦૦ જેટલાં ભારતીય કુટુંબોને આ અંગે સલાહ આપી છે, તેને જાન્યુઆરી ૨૦૧૭થી ઊંચા પ્રમાણમાં ઇન્ક્‌વાયરી મળી રહી છે, તેનું કારણ નોટબંધી હોઈ શકે, તેમ દુબઈમાં અર્ટોના ખાતેના એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ લીના મોટવાણીએ જણાવ્યું હતું. મોટા ભાગના લોકોમાં કેરેબિયન ટાપુઓ અને તેમાં પણ ખાસ કરીને ડોમિનિકા અને સેન્ટ લુસિયાને લઈને વધારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. તેનું કારણ નીચો અરજી ખર્ચ છે.આ પાસપોર્ટની મદદથી ૧૨૦ દેશોના વિઝા-મુક્ત પ્રવાસનો ફાયદો મળે છે, તેમા શેનઝેન ઝોન, યુકે, સિંગાપોર, મલેશિયા, હોંગકોંગ અને અન્ય અધિકારક્ષેત્રોનો સમાવેશ થાય છે. આના સિટિઝનશિપ પ્રોગ્રામમાં એક જ અરજદારે સરકારી ફંડમાં એક લાખ ડોલરનું નાણાકીય પ્રદાન આપવાનું હોય છે.જ્યારે એન્ટિગુઆ અને બાર્બુડામાં સિંગલ અરજદારે ફક્ત ૫૦૦૦૦ ડોલરનો જ ફાળો આપવાનો હોય છે. આ ફાળો સરકારી ફંડ કે રિયલ એસ્ટેટ સ્કીમ માટેનો હોય છે, તેમ કરવાથી ગણતરીના મહિનામાં નાગરિકત્વ મળી જાય છે.બીજી તરફ હવે લોકસભાની ચૂંટણીને એક વર્ષ જ બાકી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર જનતામાં ફરી વિશ્વાસ સંપાદન કરવા દેશમાં હાલ જે વાતાવરણ ચાલી રહ્યું છે તેમાંથી આમ જનતાને બહાર લાવી તેમનામાં ભાજપની સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ બને તે માટેના પણ ખાસ પ્રયાસ કરી રહી છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા હાલમાં જે કેટલાંક લોકો ભાજપથી નારાજ જણાઈ રહ્યા છે તેમને મનાવવા સરકારે પ્રયાસ કરવા પડશે.
ગફલાબાજ, ફ્રોડ, આતંકવાદીઓ હંમેશા છુપાવવા માટે પશ્યિમી યૂરોપ, ઉત્તરીય અમેરિકા અને ખાડી દેશમાં કેમ ભાગી જતા હોય છે? ઉલ્લેખનીય છે કે અહ્યાંના રેસિડેન્સી કાનૂન ઉદાર છે અને ટેકસેશન સ્ટ્‌કચર સોફટ છે, રાજનૈતિક શરણ સાથે જોડાયેલા નિયમો સહેલા છે. સિખ ઉગ્રવાદીઓ બ્રિટન ચાલ્યા ગયા, ભોપાલ ગેસ લીક કાંડ બાદ વોરેન એંડરસન ભાગી ગયો હતો, વિજય માલ્યા અને લલિત મોદી જેવા કૌભાંડીઓએ બ્રિટનમાં આશરો લીધો. આ લિસ્ટમાં દાઉદ ઇબ્રાહિમ પણ સામેલ છે. યૂએઇ, થાઇલેન્ડ અને બાંગ્લાદેશ જેવા દેશોએ ભારતમાં આતંકી ગતિવિધિમાં સંડોવાયેલા આરોપીઓને દેશ પરત લાવવામાં મદદ જરૂર કરી છે પણ હાઇ પ્રોફાઇલ ગુનેગારોને ભારત પ્રત્યપ્રિત કરવાના મામલામાં યોગ્ય હેલ્પ કરી નથી. ગુનેગારોને જે-તે દેશમાં સ્થાનિય કાનૂનથી રાહત મળી જતી હોવાથી ભારતમાં કયારેય પ્રત્યર્પણ સહેલું નથી રહ્યું. અમુક કિસ્સામાં તો સ્થાનિક સરકાર દ્વારા અપરાધિઓને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે. બેલ્ઝિયમમાં ભારતીય સમુદાયના એક નામ ન આપવાની શરતે બતાવ્યું કે નીરવ મોદી અને મેહુલ ચોકસી ભારતથી ભાગવા માટે છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા એ આના માટે ડોકયુમેન્ટ્‌સ તૈયાર કરી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ બંને શખ્સોએ ખાડી દેશમાં પ્રોપર્ટી ખરીદી છે. જો કે એમના પાસપોર્ટ રદ કર્યા બાદ તેમને પરત ભારતમાં લાવવા માટે મોદી સરકાર કાર્યવાહી શરૂ કરી શકે છે. આરોપીઓને ભારત મોકલવાની સરકારની અપિલ અનેક કારણોસર ઠુકરાવામાં આવી શકે છે. જેમ કે પશ્યિમી દેશમાં સમલૈંગિક સંબંધ કાનૂન છે, જેથી આવા કોઇ દેશમાંથી ગુનેગારોને પરત લાવવા માટે ભારત સરકાર અનુરોધ ન કરી શકે. જે લોકોએ ભારમતાં રાજનૈતિક પજવણી થતી હોવાના શંકાના આધારે કોઇ દેશનો આશરો લીધો હોય તેવા કિસ્સામાં પણ જે-તે વ્યકિતને પરત ન લાવી શકાય. અમુક એવા દેશ પણ છે જયાં મોતની સજા પર મનાઇ છે. કોઇ ભાગેડુ જો આવા દેશનો આશરો લે છે તો ત્યાંની સરકાર એ બાબતે વિચાર કરશે કે જે-તે આરોપીને ભારત મોકલવા પર તેને મોતની સજા થઇ શકે તેમ છે કે નહીં, જો મોતની સજા મળે એવી શંકા જાય તો પણ તે દેશ ગુનેગારોને પરત મોકલવાની ના પાડી દે છે.સંસદે મોટા આર્થિક ગુના કરીને દેશમાંથી ભાગી જતા વિજય માલ્યા અને નીરવ મોદી જેવા દોષિતો અંગેના ખરડાને મંજૂરી આપી છે. રાજયસભાએ ધ ફયુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ ૨૦૧૮ને રાજયસભામાં ધ્વનિમતની પસાર કર્યું હતું. અગાઉ લોકસભાએ તેને ૧૭ જુલાઈએ મંજૂરી આપી હતી.નાણા પ્રધાન પીયુષ ગોયલે જણાવ્યું હતું કે,કાયદાકીય પ્રક્રિયામાંથી બચવા વિદેશ ભાગી જતાં ગુનેગારોની સંખ્યા વધી રહી છે. જેને રોકવાની જરૂર છે. અત્યારના કાયદામાં સમસ્યાની ગંભીરતા પ્રમાણે કડક પગલાની જોગવાઈ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફોજદારી કાયદો અમને આવા ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવાની સત્તા આપતા નવા ખરડા અંગે તેમણે જણાવ્યું કે,ખરડો અસરકારક છે અને તેને લીધે બંધારણના માર્ગે આર્થીક ગુનેગારોને દેશમાંથી ભાગતા અટકાવવામાં મદદ મળશે. નવા કાયદામાં દોષિતો કોર્ટમાં હાજર ન થાય ત્યાં સુધી તેમની એસેટ્‌સને ટાંચમાં લેવાની જોગવાઈ હોવી જરૂરી છે. જપ્ત કરાયેલી મિલકતોનું શું કરવું તે અંગે પણ અમે વિચારણા કરીશું.રાજયસભામાં બોલતા ગોયલે કહ્યું કે એવી સ્થિતિ ઉભી ન થવી જોઈએ કે આર્થીક ગુનેગારો દેશ છોડીને ભાગી જાય અને તેમની પ્રોપર્ટી પણ સુરક્ષિત રહે. આગામી સામાન્ય ચૂંટણી પહેલા આ મામલે ઠોસ પગલા ભરવામાં આવશે.દેશને લૂંટનારાઓ માટે ભવિષ્યમાં ગુનો કરીને દેશમાંથી ભાગી જવાનું શક્ય નહીં બને. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્રીય પ્રધાનમંડળે ફ્યુજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ-૨૦૧૭ને મંજૂરી આપી દીધી છે એટલે કરોડો રૂપિયાની લોન લઈને બેન્કોને છેતરીને દેશમાંથી ભાગી જનારાઓનું હવે આવી બનશે.રૂ. ૧૦૦ કરોડથી વધુની છેતરપીંડીઓને નવા ખરડાના વ્યાપમાં આવરી લેવામાં આવી છે. રૂ. ૧૦૦ કરોડ કે તેથી વધુની બેન્ક લોન લઈને છેતરપીંડી કરનાર વ્યક્તિને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત રચાયેલી વિશેષ અદાલત ફ્યુજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર ઘોષિત કરશે.આ ખરડાનો ઉદ્દેશ્ય એવી બેન્કોનું હિત સાચવવાનો છે જેમની હાલત મસમોટી રકમની લોન લઈને દેશમાંથી ફરાર થઈ જતા કોર્પોરેટ જગતના મહારથીઓને કારણે કફોડી થઈ જાય છે.લીકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યા અને જ્વેલરી બિઝનેસના માંધાતા નીરવ મોદી કરોડો રૂપિયાની બેન્ક લોન ચૂકવ્યા વિના દેશમાંથી ભાગી ગયા છે. આવા કૌભાંડો ભવિષ્યમાં ફરી ન બને એની તકેદારી રૂપે સરકારે નવો ખરડો ઘડ્યો છે. આ ખરડાને સંસદના બંને ગૃહની મંજૂરી મળ્યા બાદ તે જેવો કાયદો બનશે કે તરત જ તપાસ એજન્સીઓ લોન ડિફોલ્ટર વ્યક્તિઓ કે કોર્પોરેટ કંપનીઓને નિપટવા માટે વધુ સત્તા હાંસલ કરશે.ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અનેક બેન્કો પાસેથી રૂ. ૯૦૦૦ કરોડથી પણ વધુ રકમની લોન લઈને તે પરત કર્યા વિના બ્રિટન ભાગી ગયા છે.બીજા અને તાજા કિસ્સામાં, જ્વેલરી બિઝનેસના મહારથી નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કની મુંબઈ બ્રાન્ચ સાથે રૂ. ૧૧,૪૦૦ કરોડની છેતરપીંડી કરીને ભારતમાંથી ભાગી ગયા છે.
માલ્યાને ભારત પાછા લાવવાની કાનૂની પ્રક્રિયા ભારત સરકારે આરંભી દીધી છે. જ્યારે નીરવ મોદી સામે પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
એવી જ રીતે, આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાના ભૂતપૂર્વ આયોજક લલિત મોદી સામે પણ આરોપ છે કે એ ક્રિકેટ બોર્ડમાંથી રૂ. ૧૨૫ કરોડ ઉઠાવીને ભારતમાંથી ભાગી ગયા છે. હાલ એ લંડનમાં હોવાનું મનાય છે.
એવી જ રીતે, મોદી સરકારે નેશનલ ફાઈનાન્સિયલ રીપોર્ટિંગ ઓથોરિટીની પણ રચના કરી છે જે ખરડા અંતર્ગત ઓડિટીંગ અને એકાઉન્ટિંગના ધારાધોરણ સુધારવામાં આવશે.
ટૂંકમાં, ભવિષ્યમાં અધધધ રકમની બેન્ક લોન મેળવીને તે પરત ન કરનાર આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી નહીં શકે અને ભાગી જશે તો એમની સંપત્તિઓથી એમણે હાથ ધોઈ નાખવા પડશે.

Related posts

મુંબઈમાં દરિયાના વધી રહેલા સ્તરે નવી ચિંતા ઉભી કરી : રિસર્ચ

aapnugujarat

પેરિસ જળવાયુ લક્ષ્ય પાર થાય તો પણ ધરતી બે ગણી વધુ ગરમ થશે

aapnugujarat

મોદી સરકારનું લોકસભા પહેલાનું બજેટ ખેડૂતલક્ષી હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1