Aapnu Gujarat
બિઝનેસ

સ્થાનિક મહિલાઓના કામને નોકરીના આંકડાઓમાં જોડાશે

ભારતે પોતાના જોબના આંકડાને વ્યવસ્થિત કરવા માટે અનપેઇડ મહિલાઓના કામને પણ રોજગાર તરીકે સ્વીકાર કરવાને લઇને તૈયારી હાથ ધરી છે. સ્થાનિક મહિલાઓના કામને પણ નોકરીના આંકડામાં સામેલ કરવામાં આવનાર છે. ખાસ કરીને મહિલાઓ તરફથી કરવામાં આવતા સ્થાનિક કામોની યાદી તૈયાર કરવામાં આવશે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના મહાનિદેશક દેવીપ્રસાદ મંડળે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, સરકારે જાન્યુઆરીથી એક વર્ષ સુધી આવા સર્વે કરાવવાની યોજના ધરાવે છે. આનાથી એવી બાબત જાણવાના પ્રયાસ થશે કે, સ્થાનિક મહિલાઓ કઇ કઇ પ્રકારની કામગીરી અદા કરી રહી છે. સ્થાનિક મહિલાઓ કયા પ્રકારના સ્થાનિક કામો કરે છે અને ઘરે કઇરીતે સમય ગાળે છે. બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ આ સર્વેના પરિણામને જૂન ૨૦૨૦માં જારી કરવામાં આવનાર છે. દર ત્રણ વર્ષમાં આવા સર્વે કરવામાં આવશે.
મંડળે કહ્યું છે કે, આનાથી અમે આ બાબત જાણી શકીશું કે મહિલાઓ કુકિંગ અને વસ્ત્રો ધોવા જેવા કામોમાં કેટલો સમય આપે છે. આ પરિણામોથી પોલિસી મેકર્સને આ બાબત જાણવામાં મદદ મળશે કે અર્થતંત્રમાં રોજગારીની સ્થિતિ શું છે. કલ્યાણ પ્રોગ્રામ કઈરીતે ચલાવી શકાય છે. દુનિયાની સૌથી ઝડપથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થામાંથી એક ભારતમાં ઇકોનોમીના ડેટામાં ખુબ અંતર છે. જેના પરિણામ સ્વરુપે આ બાબત જાણવામાં મુશ્કેલ થાય છે કે, આખરે મહત્વપૂર્ણ સેક્ટરોમાં જોબની સ્થિતિ શું છે. ખાસ કરીને માર્કેટ, રિટેલ અને હાઉસિંગના સંદર્ભમાં આ આંકડા મજબૂતરીતે મળી શકતા નથી. ભારતની આશરે ૭૦ કરોડની વસ્તી એટલે કે અમેરિકાથી બે ગણી વસતી વર્કફોર્સને ઇચ્છતુ નથી. ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે તો તેમના કામોને રાષ્ટ્રીય આવકમાં જોડવામાં આવતા નથી.

Related posts

ભારતીય અર્થવ્યવસ્થાને લઇને આવ્યાં સારા સમાચાર

editor

સીએનજીના ભાવમાં ૫-૬ રૂપિયાના ઘટાડાની શક્યતા

aapnugujarat

એચડીએફસી બેંકના સહયોગથી ડાકોરના શ્રી રણછોડ રાયજી મંદિર ટ્રસ્ટને ઓનલાઈન ડોનેશન સુવિધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1