Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુરેજમાં મેજર સહિત ત્રણ જવાન શહીદ

શ્રીનગરનાં લાલ ચોકમાં ચાંપતો બંદોબસ્ત : બે આતંકી પણ ઠાર મરાયા
સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. જો કે આમાં ભારતીય સેનાને પણ ભારે નુકસાન થયુ છે. સેનાએ મેજર સહિત ચાર જવાન ગુમાવી દીધા છે. ચાર જવાન શહીદ થતા દેશમાં આક્રોશનુ મોજુ ફરી વળ્યુ છે. બે ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનથી આ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી રહ્યા હતા. ઉત્તરીય કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં સેનાના મેજર સહિત ચાર જવાન શહીદ થયા હતા. મોટી ઘુસણખોરી થઇ હોવાના હેવાલ બાદ હાઇ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. શહીદ થયેલા ભારતીય જવાનોની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં મેજર કેપી રાણે, હવાલદાર જેમીસિંહ, વિક્રમજીત અને રાયફલમેન મનદીપનો સમાવેશ થાય છે. બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં ગોવિંદનાલા ખાતે આર્મીની પેટ્રોલ ટુકડી અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આઠથી વધુ ત્રાસવાદીઓની ટુકડીએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, સામ સામે અથડામણ થયા બાદ ચાર ત્રાસવાદીઓ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પાછા ભાગી ગયા હતા. બે ત્રાસવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. ગયા સપ્તાહમાં જ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, ઘુસણખોરીના પ્રયાસોને સંપૂર્ણપણે નિષ્ફળ કરવામાં આવશે. આજની અથડામણ બાદ ઉંડી શોધખોળ હાથ ધરવમાં આવી છે. વધારાના જવાનો સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરાયા છે. અત્રે નોંધનીય છે કે ત્રીજી ઓગષ્ટે મોડી રાત્રે જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી હતી. એ વખતે સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર કરી દેવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. શુક્રવારે સેનાને માહિતી મળી હતી કે કિલોરામાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ છુપાયા છે. બાતમી મળ્યા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે સેનાના જવાનો પહોંચ્યા બાદ ત્રાસવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ થોડાક સમય સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી. ત્યારબાદ તમામ ત્રાસવાદી ઠાર થયા હતા. ભારતીય સેનાની આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. ગઇકાલે સેનાએ ત્રાસવાદી કમાન્ડરને ઠાર મારી દીધો હતો. તે પહેલા સેનાએ બીજી ઓગષ્ટના દિવસે લશ્કરે તોયબાના કમાન્ડર ઉમર મલિકને ઠાર કરી હતો. તેની પાસેથી એકે ૪૭ મળી આવી હતી. હાલમાં સુરક્ષા દળોને એક પછી એક મોટી સફળતા મળી રહી છે. હાલમાં અનેક કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. છઠ્ઠી મેના દિવસે ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાં હિઝબુલ મુઝાહિદ્દીનના અનેક ટોચના કમાન્ડરો પણ સામેલ હતા. આ ઓપરેશનની સાથે જ બુરહાનવાનીની સમગ્ર ગેંગનો સફાયો થયો હતો. બુરહાન વાનીને ઠાર કરવામાં આવ્યા બાદ તેના કુખ્યાત ત્રાસવાદીઓ સક્રિય થયેલા હતા પરંતુ મોટુ ઓપરેશન પાર પાડીને કુખ્યાત ત્રાસવાદીઓનો સફાયો કરી દેવામાં આવ્યો હતો.મે મહિનામાં અથડામણમાં હિઝબુલનો કમાન્ડર સદ્દામ અને તેના બે સાથી બિલાલ મૌલવી અને આદિલ સહિત પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સદ્દામને પોસ્ટરબોય તરીકે પણ ગણવામાં આવી રહ્યો હતો. સદ્દામ હિઝબુલનો ટોપ કમાન્ડર હતો અને બુરહાન વાની બ્રિગેડમાં સામેલ રહેલા ત્રાસવાદીઓ પૈકી એક માત્ર જીવિત કમાન્ડર હતો. સદ્દામને ખુબ જ કુખ્યાત આતંકવાદી તરીકે ગણવામાં આવતો હતો. સુરક્ષા દળો તરફથી પણ જવાબીકાર્યવાહી કરવામાં આવી હતી બીજી બાજુ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ પાંચેય ત્રાસવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આર્મી, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્તરીતે આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આજની કાર્યવાહીથી સેના વધુ સતર્ક થઇ ગઇ છે.

Related posts

ઝિકા વાઇરસનો ઉપચાર મેલેરિયાની ગોળીમાં

aapnugujarat

૨૦૧૮માં પાકિસ્તાન તરફથી ૮૦૦થી વધુ વખત ગોળીબાર

aapnugujarat

ગૌતમ ગંભીરે રામ મંદિર નિર્માણ માટે ૧ કરોડ રૂપિયા દાન આપ્યું

editor

Leave a Comment

UA-96247877-1