Aapnu Gujarat
Uncategorized

વડનગર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયુ

કોડીનાર તાલુકાના વડનગર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લાકક્ષાનુ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં મહાનુભાવોએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, લંડનમાં માત્ર ૪ સોનોગ્રાફી મશીન છે, જ્યારે મુંબઈમાં ૪૮૦૦ અને ભારતમાં એક લાખથી વધુ સોનોગ્રાફી મશીન છે આ મશીનો અનેક રોગના ઈલાજની તપાસણી માટે ઉપયોગી છે પરંતુ આપણે આ વરદાનરૂપ મશીનોને સ્ત્રી ભૃણની ચકાસણી માટે ઉપયોગ કરી અભિશાપ બનાવ્યા છે.
ગુજરાત, પંજાબ, હરીયાણા જેવા સમૃધ્ધ રાજ્યો છે જ્યાં સમૃધ્ધિ આવી પૈસો આવ્યો ત્યાં પુરુષની સરખામણીએ મહિલાઓની સંખ્યા દર એક હજારે નવસોથી નીચે છે અર્થાત સમૃધ્ધિનો આપણે દુરૂપયોગ કરી પુરુષ-મહિલાનુ સમતોલ આપણે બગાડી સમાજપર મોટી ખરાબ અસરો પાડી રહ્યા છીએ.
૩૦૦ ઉપરાંત મહિલાઓની ઉપસ્થિતિમાં યોજાયેલ મહિલા સંમેલનમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા, સા.ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિરણબેન સોસા, ડો.જીજ્ઞાબેન ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આચાર્ય, જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ મણીબેન રાઠોડ, અંબુજા ફાઉન્ડેશનના શ્રી અજીતસિંહ સહિતના મહાનુભાવોએ સ્ત્રી ભૃણ હત્યા બંધ કરવા સાથે કન્યા શિક્ષણ પર ભાર મુક્યો હતો.
કાર્યક્રમનાં પ્રારંભે ડો.શિલ્પા ઝણકાતે સ્વાગત પ્રવચન, ડો.પરમારે ઓરી-રૂબેલા રસીકરણ વિશે જાણકારી આપી હતી. આભાર દર્શન ડો.એમ.આર.પઢિયારે કર્યું હતું.

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

મોરબીમાં ભાઈએ ભાઈની હત્યા કરી

editor

સોમનાથ મહાદેવ પંચદિવસીય કાર્તિક પૂર્ણિમા મેળાનો ૩૧ ઓક્ટોબરથી પ્રારંભ

aapnugujarat

ચુડા તાલુકાના કોરડા ખાતે પાઇપલાઇનના કામનું કરવામાં આવ્યુ ખાતમુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1