Aapnu Gujarat
Uncategorized

વેરાવળની દિકરી ચીફ ઓફિસર બનતા સન્માન કરાયુ

મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત આજે સોમનાથ ખાતે વેરાવળની દિકરી દિવ્યા પ્રકાશભાઈ કોડીયાતર ચીફ ઓફિસર બનતા વેરાવળ નગરપાલીકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીએ જિલ્લા પંચાયત પ્રમુખ રેયાબેન જાલંધરાની ઉપસ્થિતિમાં સાલ ઓઢાડી દિવ્યાબેનનુ સન્માન કર્યું હતું. જે સમાજમાં શિક્ષણનુ પ્રમાણ ઘણુ ઓછુ છે તેવા રબારી સમાજમાંથી આવતા દિવ્યાબેન ચીફ ઓફિસર થયા પહેલા અમદાવાદ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એમ.એ, બી.એડ થયેલ દિવ્યાબેન ૨૦૧૮ માં ચીફ ઓફિસર તરીકે સીલેક્ટ થઈ હાલ વેરાવળ ખાતે પ્રોબેશનલ ચીફ ઓફિસર તરીકે તાલીમ લઈ રહ્યા છે.

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ચિરોડા ગામે લાખો રૂપિયાની લૂંટની ઘટનાને લૂંટારૂઓએ આપ્યો અંજામ

editor

ભાવનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટ કરાયા

editor

કાંકરેજ તાલુકાના ખોડા ગામે રાજબાઇ માતાજીની તિથિની ઉજવણી કરવામાં આવી

editor

Leave a Comment

UA-96247877-1