Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકાર માટે ઓબીસી કમિશન બિલ પાસ કરાવવું પડકાર

કેન્દ્રની મોદી સરકાર દ્વારા ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપનારા ૧૨૩માં બંધારણ સંશોધન ખરડો લોકસભામાં પાસ થઈ ગયો છે. મોદી સરકારને લોકસભામાં આ બિલ પાસ કરાવવામાં ભલે જ કોઈ અડચણ ન આવી હોય પરંતુ સરકારને રાજ્યસભામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે મ્ત્નડ્ઢ અને સમાજવાદી પાર્ટી રાજ્યસભામાં સમર્થન કરે છે તો આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ જશે.
આ બિલ કેન્દ્ર સરકાર દ્વારા બીજી વખત રજૂ કરાયું છે. આ પહેલાં ગત વર્ષે રાજ્યસભામાં સરકારની મજાક બની હતી જ્યારે વિપક્ષના સંશોધન પાસ થઈ ગયા હતા.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ પછાત અને દલિતો તારણહાર તરીકે ઊભા થવા માગે છે. આ રણનીતિ અંતર્ગત મોદી સરકાર ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો અને જીઝ્ર-જી્‌ એક્ટ સંશોધન બિલ બંને ગૃહમાં કોઈપણ કિંમતે પાસ કરાવવા માગે છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વમાં ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં પછાત અને દલિતોને લુભાવવા માટે એક મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરી શકે.
કેન્દ્રની મોદી સરકારને માત આપવા સંયુક્ત વિપક્ષ મહાગઠબંધને ચક્રવ્યૂહ રચ્યું છે. તો વિપક્ષે આ વ્યૂહ રચના તોડવા માટે મોદી સરકારની યોજના બહુસંખ્યક પછાત અને દલિતોને સાધવાના પ્રયાસો શરૂ કર્યાં છે.
સરકારી આંકડા મુજબ દલિત પછાત સમાજની જનસંખ્યા દેશની કુલ વસ્તીના ૭૦ ટકા છે. આ કારણ જ છે કે કોઈપણ ક્ષેત્રીય અને રાષ્ટ્રીય પક્ષ આ વર્ગને અવગણવાનું જોખન ન ઉઠાવી શકે.

Related posts

૧૫ ઓગસ્ટે સામુહિક કાર્યક્રમ આયોજિત ન કરવાની સલાહ

editor

૨૦૧૭માં ખાડા યમરાજ બન્યાં : ૩૫૯૭ લોકોનાં મોત

aapnugujarat

જમ્મુ કાશ્મીર : સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1