Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૧૭માં ખાડા યમરાજ બન્યાં : ૩૫૯૭ લોકોનાં મોત

દેશભરમાં રસ્તાઓ પર ખાડા ખૂંખાર થતા જણાઈ રહ્યા છે. ગત વર્ષ ૨૦૧૭માં આ ખાડાઓના કારણે ૩૫૯૭ લોકોએ પોતાની જિંદગી ગુમાવવી પડી હતી. એટલે કે દેશભરમાં ખાડાઓના કારણે સરેરાશ દરરોજ ૧૦ લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. વર્ષ ૨૦૧૬ની તુલના કરીએ તો એક વર્ષમાં આ આંકડો ૫૦ ટકા સુધી વધી ગયો છે.
વર્ષ ૨૦૧૭માં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૭૨૬ લોકોએ રસ્તા પર ખાડાઓના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ૨૦૧૬ની તુલનામાં મહારાષ્ટ્રમાં ખાડાઓના કારણે થનાર મોતોનો આ આંકડો બે ગણો છે. રસ્તા પર ખાડાઓના કારણે થનાર દુર્ઘટનાઓ અને તેનાથી થનાર મોતો તે વાતનો નિરાશાજનક સંકેત છે કે રોડ અકસ્માતમાં દેશને જાનમાલની ભારે ક્ષતિ પહોંચી રહી છે અને તેમ છતાં આપણે રોડ સુરક્ષાને લઈને કોઈ ગંભીર જણાતા નથી.
રોડ અકસ્માતના કારણે થનાર મોતોની ગંભીરતાને તેની સાથે તુલના કરી શકાય છે કે વર્ષ ૨૦૧૭માં દેશના નક્સલવાદી અને આતંકવાદી ઘટનાઓમાં ૮૦૩ જીવ ગયા હતા, તેમાં આતંકવાદી, સુરક્ષાકર્મી અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થતો હતો.
રોડ પર ખાડાઓને કારણે થનાર મોતોએ એક વાર ફરીથી ચર્ચાનું જોર પકડી લીધું છે કે મ્યુનિસિપલ બૉડીઝ અને રોડ સ્વામિત્વવાળી એજન્સીઓમાં ભ્રષ્ટાચાર પણ આ ખાડાઓનું એક મોટું કારણ છે. તેના સિવાય રોડ પર નિયમોનું પાલન ન કરતા લોકોનું વલણ અને સૌથી વધુ ટુવ્હીલર ચાલકો હેલમેટનો ઉપયોગ ન કરવાથી આ મોત પાછળ એક કારણ મનાય છે.
રોડ અક્સામતના કારણે થનાર મોતના ડેટાને તમામ રાજ્યોએ કેન્દ્ર સરકારને આપ્યો છે. આ આંકડોથી જાણવા મળ્યું છે કે ખાડાઓના કારણે સૌથી વધુ મોત ઉત્તર પ્રદેશ (૯૮૭)માં થયા છે. આ મામલામાં યૂપી બાદ સૌથી ખરાબ રેકોર્ડ હરિયાણા અને ગુજરાતનો છે. દિલ્હીમાં વર્ષ ૨૦૧૭માં ખાડાઓના કારણે ૮ લોકોના જીવ ગયા હતા, જ્યારે વર્ષ ૨૦૧૬માં ખાડાઓના કારણે એક પણ મોત થયાના અહેવાલ સામે આવ્યા નહોતા.

Related posts

पुलवामा में 3 आतंकि ढेर, 1 जवान शहीद

editor

બજારમાં નવો પાક ન આવતાં ડુંગળીના ભાવ ૫૦ રૂપિયા કિલોને પાર કરશે

aapnugujarat

મનોહર પારીકર પંચમહાભૂતમાં વિલિન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1