Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શિવસેનાનો કેન્દ્રને સવાલ કાશ્મીરી પંડિતોની ‘ઘર વાપસી’ ક્યારે?

શિવસેનાએ ડ્રાફ્ટ નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ટેકો આપ્યો છે, જો કે સામે શિવસેનાએ સવાલ કર્યો છે કે શું કેન્દ્ર સરકારમાં વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોની ઘર વાપસી કરાવવાની હિંમત છે?
ભાજપના સહયોગી પક્ષે વધુમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે ખતરારૂપ હોય તેવા ઘૂષણખોર તત્વોને કાશ્મીરમાંથી ઉખાડી ફેંકવા જોઈએ. જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ને હટાવવી તે એનઆરસી ડ્રાફ્ટ જાહેર કર્યો તેટલુંજ રાષ્ટ્રવાદી કાર્ય છે.
શિવસેનાએ તેના મુખપત્ર સામાનમાં જણાવ્યું છે કે, ‘ભાજપ આસામમાં ૪૦ લાખ ઘૂસણખોરોને તગેડવા સખત મહેનત કરી રહ્યું છે. આવા ગેરકાયદે તત્વોને બહાર ખડેદવા તે રાષ્ટ્રવાદી કામ છે અને અમે તેના માટે કેન્દ્ર સરકારને અભિનંદન આપીએ છીએ. ગેરકાયદે રહેવાસીઓ ભેલ બાંગ્લાદેશી, શ્રીલંકન, પાકિસ્તાન કે રોહિંગ્યા મુસ્લિમો હોય, તેમને દેશ બહાર કરવો જોઈએ. જે આસામમાં થયું છે તે કાશ્મીરમાં પણ થયું હતું,’
આસામમાં એનઆરસી ડ્રાફ્ટના મુદ્દે દેશનું રાજકારણ ગરમાયું છે. ગૃહમંત્રી રજાનાથ સિંહે આજે સાંસદમાં જણાવ્યું હતું કે આ મુદ્દે ખોટો ડર ઊભો કરવામાં આવી રહ્યો છે. કોઈએ ગભરાવાની જરૂર નથી કોઈની પણ સામે કડક કાર્યવાહી નહીં થાય.
વિવિધ રાજકીય પક્ષો ભાજપને આ મુદ્દે ઘેરવા પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષોએ એવો આક્ષેપ કર્યો છે કે ભાજપ ભારતના જ નાગરિકોને તેમના દેશમાં રેફ્યુજી ઠરાવી રહ્યું છે. જ્યારે ભાજપે આ મુદ્દે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશની સુરક્ષાનો મુદ્દો તેમના માટે ટોચનો છે અને વિપક્ષો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.
‘દેશની સુરક્ષા માત્ર આસામના ૪૦ લાખ ઘૂસણખોરોથી ખતરો નથી. કાશ્મીરમાં સ્થિત દિવસને દિવસે બદતર બની રહી છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનનના નેતૃત્વમાં ભારતને વધુ ખતરો રહેલો છે. એનઆરસી ડ્રાફ્ટથી દેશનો ભૂગોળ, ઈતિહાસ અને રાજ્યની સંસ્કૃતિમાં બદલાવ થયો છે. આ જ સ્થિતિ કાશ્મીરમાં જોવા મળે છે. શું સરકાર ૧.૫ લાખ કાશ્મીરી પંડિતોની ઘર વાપસી કરાવવાની બહાદુરી દર્શાવશે?’ તેવો વેધક સવાલ શિવસેનાએ કર્યો હતો.

Related posts

Unprovoked ceasefire violation by Pak along LoC in Poonch

editor

दालों की महंगाई पर सरकार एक्शन में, 4 लाख टन अरहर दाल का करेगी इम्पोर्ट

aapnugujarat

રેલવેની આવક ૧૪.૦૭ કરોડ અબજ રૂપિયા પર પહોંચી ગઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1