Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંધ્રપ્રદેશ બેરોજગારોને ૧૦૦૦નું ભથ્થું આપશે

આંધ્રપ્રદેશે બેરોજગાર યુવકો માટે મોટુ પગલું ભર્યું છે. નવા નિર્ણય હેઠળ રાજ્યના બેરોજગાર યુવકોને દર મહિને રૂ. ૧૦૦૦નું ભથ્થુ મળશે. ગુરૂવારે રાજ્યની કેબિનેટમાં આની સાથે જોડાયેલો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેસે આ મુદ્દે પત્રકારોને જણાવ્યું કે, રાજ્ય સરકાર નવી યોજના મુખ્યમંત્રી યુવા નેસ્તમ લઈને આવી રહી છે. આ યોજના હેઠળ રાજ્યના યુવકો(જેમની પાસે નોકરી નથી)ને બેરજગારીનું પેંશન આપવામાં આવશે. યુવાનોને આ અંતર્ગત એક હજાર રૂપિયા આપવામાં આવશે, સાથે લેટફોર્મ કૌશલ્ય વિકાસ સાથે પણ જોડાયેલું રહેશે.
લોકેશે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૪ના ચૂંટણી અભિયાનમાં ચંદ્રબાબૂ નાયડૂએ આ યોજનાને લાગુ કરવાનો વાયદો કર્યો હતો. જેથી સરકાર આ સ્કીમ ઝડપી લઈને આવશે. રાજ્યની કેબિનેટે આ સિવાય નિર્ણય લીધો છે કે, તે ટોટલ ૨૦ હજાર પદો પર નોકરી બહાર પાડશે. જેમાં ૯૦૦૦ શિક્ષકના ખાલી પદ અને અન્ય વિભાગોમાં પડી રહેલા ખાલી પદો પર ભરતી કરવામાં આવશે.
કોને મળશે પેંશન – મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, ૨૨ વર્ષથી ૩૫ વર્ષથી વચ્ચેના બેરોજગાર યુવાનો આ લાભ ઉઠાવી શકશે. સરકાર આ સંબંધમાં ઓગષ્ટના ત્રીજા અથવા ચોથા અઠવાડીયામાં એક વેબસાઈટ લોન્ચ કરશે. મંત્રીનું કહેવું છે કે, આ યોજનાના માધ્યમથી રાજ્યના ૧૨ લાખ યુવકોને લાભ થશે. આ સાથે રોજગાર સંબંધી અવસરોમાં સ્કિલ ડેવલપમેન્ટ અને ટ્રેનિંગ પર પણ ખાસ જોર આપવામાં આવશે. રાજ્યમાં આ યોજનાને ખુદ મુખ્યમંત્રી લોન્ચ કરશે, જેના કારણે પહેલા રાજ્યના બેરોજગાર યુવાનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
સરકાર પર કેટલો બોઝ પડશે – મંત્રી અનુસાર, પેંશનની રકમ એક પરિવારમાં તમામ બેરોજગાર યુવકોને આપવામાં આવશે. પેંશનની રકમને લોકોના ખાતામાં ઈલેક્ટ્રોનિક ટ્રાંસફર દ્વારા પહોંચાડવામાં આવશે. કહેવામાં આવે છે કે, આ યોજના બાદ રાજ્ય સરકારની તીજોરી પર ૬૦૦ કરોડનો દર મહિને બોઝો પડશે, પરંતુ તો પણ સરકાર તરફથી બેરોજગાર યુવાનોને આ રકમ આપવામાં આવશે.

Related posts

Not permitting someone to charge residents for parking vehicles right now : SC

aapnugujarat

अटल ने की थी इंदिरा की तारीफ, कांग्रेस को मोदी से क्यों परेशानी : प्रताप चंद सारंगी

aapnugujarat

जम्मू-कश्मीर से इस साल १३९ आतंकियों का सफाया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1