Aapnu Gujarat
ગુજરાત

પત્નીએ પતિનું કાસળ કાઢી નાંખ્યું

અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલી જાણિતી નિરમા યુનિર્વસિટી પાછળના ભાગે બુધવારે સવારે પોલીસને એક લાશ મળી આવી હતી, જેનું ગળુ કાપી નાખવામાં આવ્યુ હતું. આ મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા લાશ ચાંદલોડીયા વિસ્તારમાંથી ગુમ થયેલા દિલીપ પંચાલ(ઉ-૪૦)ની હોવાનું બહાર આવ્યુ હતું. આ મામલે સમાંતર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી, જેમાં જાણકારી મળી હતી કે હત્યામાં પરિવારના સભ્યો જ સામેલ હોવાની શક્યતા છે.
આ માહિતી આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા જાણકારી મળી હતી કે મૃતક દિલીપ પંચાલ અને તેની પત્ની શિલ્પાને લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો, બંન્ને અલગ પણ થવા માગતા હતા, પણ તેમને સંતાનમાં એક દિકરો અને દીકરી હોવાને કારણે ઘરના વડિલોએ તેમને સંતાનો ખાતર અલગ થતાં અટકાવ્યા હતા. પોલીસે દિલીપીની પત્નીની શિલ્પાની પૂછપરછ કરતા તે શંકાસ્પદ માલુમ પડી હતી. ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ સ્ટાફની મદદ લઈ હત્યા પહેલા અને બાદમાં શિલ્પા સહિત પરિવારના સભ્યોના લોકર ચેક કર્યા હતા.
જેમાં વધુ એક વ્યક્તિ શંકાના વર્તુળમાં આવી હતી, જેમાં દિલીપ પંચાલના સાઢુ હરેશ પંચાલનો સમાવેશ થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે શિલ્પા અને હરેશને ધ્યાનમાં રાખી તપાસ આગળ વધારી તો ઘટસ્ફોટ થયો હતો કે દિલીપના સાઢુ હરેશ પંચાલ અને દિલીપીની પત્ની શિલ્પા વચ્ચે લાંબા સમયથી સંબંધ બંધાયો હતો. ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એસ. એલ. ચૌધરીએ શિલ્પા અને હરેશની ધરપકડ કરવામાં આવી હોવાની વાતને સમર્થન આપ્યુ હતું.

Related posts

આહવાન ફાઉન્ડેશન દ્વારા શિક્ષક મિત્રો આપી રહ્યા છે ગરીબ બાળકોને શિક્ષણ અને સંસ્કાર

aapnugujarat

શ્રીવરતન્તુ મહાવિદ્યાલયનું અનોખુ અભિયાન : રોજ બે કલાકની તાલીમથી ૧૧ દિવસમાં સંસ્કૃત બોલો

aapnugujarat

સોમનાથ ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના મહાઆરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1