Aapnu Gujarat
મનોરંજન

આલિયા અને કરીના સાથે ચમકશે

બોલિવૂડની બે ટોચની અભિનેત્રીઓ કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં સાથે ચમકશે એવી જાણકારી મળી હતી.
આ ઘટનાનું મહત્ત્વ જુદી રીતે વધી જાય છે. અત્યાર અગાઉ આલિયાએ એક કરતાં વધુ વખત મિડિયા સાથેની વાતચીત દરમિયાન પોતે કરીના કપૂરની ફેન હોવાનું અને તક મળ્યે એની સાથે કામ કરવાની ઇચ્છા હોવાનું કહ્યું હતું. એમાંય કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે કામ કરતાં શરૃ થયેલા અફેર પછી કરીના સાથેના આલિયાના સંબંધો વધુ ગાઢ બન્યા છે એમ કહી શકાય.
હવે મળેલી માહિતી મુજબ આ બંનેને સાથે ચમકાવવા એક બ્રાન્ડ વિચારી રહી હતી અને આ બ્રાન્ડે બંને કલાકારોનેા સંપર્ક સાધીને પોતાની બ્રાન્ડ માટે એડ ફિલ્મ કરવા વિશે પૂછપરછ કરી હતી. દેખીતી રીતેજ આલિયા તો આ પ્રસ્તાવથી ખુશ થઇ ગઇ હતી અને એણે તરત હા પાડી હતી એમ કહેવાય છે. એણે કહ્યું હતું કે હું તૈયાર છું. તમે કરીના સાથે વાત કરીને એ હા પાડે તો મને જણાવજો.
જો કે હજુ ઔપચારિક રીતે કશી જાહેરાત કરાઇ નથી. કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટ બંનેની તારીખો એડજસ્ટ થાય એ રીતે આ બ્રાન્ડના એન્ડોર્સેમેન્ટની એડ ફિલ્મ શૂટ કરવી પડે. આલિયા અત્યારે બલ્ગેરિયામાં બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં બીઝી છે. એ ફ્રી થાય ત્યારે આ પ્રસ્તાવનો અમલ થશે એવી જાણકારી મળી હતી.

Related posts

હેટ સ્ટોરી -૪ બાદ ઉર્વશીને વધુ એક ફિલ્મ મળી

aapnugujarat

ફિલ્મી સ્ક્રીન પર સંજય દત્તની કેરિયરને દર્શાવાશે : રણબીર

aapnugujarat

કંગનાનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ

editor

Leave a Comment

UA-96247877-1