Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે ખેડૂતોનુ સન્માન કરાયુ

ગીર સોમનાથ જિલ્લામાં થયેલ વ્યાપક વરસાદના પગલે જિલ્લાને વધુ હરિયાળો બનાવવા ૧૦ લાખ જેટલા વૃક્ષો ઉછેરી હરિયાળો બનાવવા આજે સેન્ટ મેરી હાઈસ્કુલ વેરાવળ ખાતે જિલ્લાકલાના વનમહોત્સવની જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલંધરા, કલેકટરશ્રી અજયપ્રકાશની ઉપસ્થિતિમાં રાજ્ય બિજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી.
વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વર્ષ દરમ્યાન વૃક્ષ ઉછેર જતન અને પર્યાવરણ જાળવવામાં સહયોગી થયેલા પ્રગતીશીલ ખેડૂત હરણાસાના ધાનાભાઈ નાઘુરા, વિરપુરના જયેશભાઈ ગઢિયા, કોડીનારના નરસિંહભાઈ ડોડીયા અને સવનીના અરજણભાઈનું પ્રશસ્તીપત્ર આપી બહુમાન કરાયું હતું. ઉપરાંત વન વિભાગની કામગીરીમાં યશસ્વી યોગદાન આપનાર આર.એમ.સેવરા, એસ.જે. વસાવા, બી.એમ.ચુડાસમા, શ્રીમતી આસુબેન મહમદ અને પુનાભાઈ શાર્દુલનુ શ્રી રાજશીભાઈ જોટવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેયાબેન જાલંદ્રા તથા કલેકટરશ્રીના હસ્તે બહુમાન કરાયુ હતું.
સેન્ટમેરી હાઈસ્કુલના વિશાળ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ અને બાળકોને વૃક્ષનુ વિતરણ કરી બિજ નિગમના ચેરમેનશ્રી કહ્યું કે, વન વિભાગની મહેનતના લીધે દરિયાકાંઠે હરિહરવનનું નિર્માણ થયુ છે વૃક્ષો ખારાશના અતિક્રમાણને ખાળવામાં મહત્વનુ યોગદાન આપે છે આજે આદ્રી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લહેરાતા નારીયેળીના બગીચચાઓ વનવિભાગે દરિયાકાંઠે કરેલ વર્ષોની કામગીરીનું પરીણામ છે.
જિલ્લા કલેકટરશ્રીએ દરેક બાળક ૧૦ વૃક્ષ ઉછેરવાના સંકલ્પ સાથે પર્યાવરણની જાળવવાના એમ્બેસેડર બની શકે. પર્યાવરણ જાળવવાની કામગીરી ફરજીયાત છે અને બાળક એક વખત ધારી લે અમારે વૃક્ષો ઉછેરવા છે એટલે તેનુ ધાર્યુ પરીણામ લાવી શકે છે બાળકોમાં ધગશ છે, ઉત્સાહ છે તેને પ્રોત્સાહીત કરવા સાથે આપણે કોક્રીંટના જંગલ જોઈયે છે કે હરિયાળી તે નક્કી કરવુ પડશે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત વન સંરક્ષક અને નોડલ અધિકારીશ્રી એમ.આર. ગુર્જરે જ્યાં પણ જગ્યા હોય તો વૃક્ષો વાવવા અને વન વિભાગને સહયોગી થવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે નાયબ વન સંરક્ષકશ્રી જી.એ.સોઢાએ જીવનમાં વૃક્ષનું મહત્વ, વૃક્ષથી પર્યાવરણને થતા ફાયદા ગ્લોબલ વોર્મીંગથી બચવા જંગલની જરૂરીયાત તથા જિલ્લામાં ૧૦ લાખ રોપા ઉછેરવાના વિતરણ વાવેતરના આયોજનની વિગતો આપી હતી.
આ પ્રસંગે અગ્રણીશ્રી ડાયાભાઈ જાલંધરા, લખમભાઈ ભેંસલા, પ્રવિણ આમહેડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સંજય મોદી, સેન્ટ મેરી હાઈસ્કુલના પ્રિન્સીપાલ જોસેફ, શાળાના બાળકો, વૃક્ષ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી લાયન્સ કોલોજની ગણીત અને ફીઝીકસની ટોપર વિદ્યાર્થીની કોટક ભાવીષાએ પર્યાવરણ જાણવણી અંગે મનનીય પ્રવચન આપ્યું હતું.

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

હિંમતનગરમાં ફરી હિંસા : પોલીસે છોડયા ટીયર ગેસના સેલ

aapnugujarat

પ્રહલાદ નગરમાં પંચમુખી સમુત્કૅસ મહાદેવ મંદિર માં હવન યોજાયો

editor

જામનગરમાં વકીલની હત્યા બાદ સમાધાન અર્થે ગયેલા વકીલ ઉપર પિતા-પુત્ર દ્વારા હુમલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1