Aapnu Gujarat
બ્લોગ

કરૂણાનિધિ ક્યારેય ચુંટણી હાર્યા નથી….

તમિલનાડુના પુર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ.કરુણાનિધિ ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ છે. પહેલા તેમની સારવાર તેમના જ ઘરે કરવામાં આવી રહી હતી. જો કે તેમની તબિયત વધારે બગડતા તેમને ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો એકત્ર છે. તમામ સમર્થકો રુંધાયેલા ગળા સાથે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. તમિલનાડુની રાજનીતિમાં તેમની છબી સૌથી મોટા નાસ્તિક નેતા છે. એટલા માટે તેઓ ક્યારે પણ દીપાવલી જેવા તહેવારો પર પોતાની પાર્ટી તરફથી શુભકામના સંદેશ પણ નહોતા આપતા. તેમની પાર્ટી દ્રવિ આંદોલનના આગેવાન રહ્યા છે.તમિલનાડુની પ્રાદેશિક પાર્ટી દ્રવિડ મુન્નેત્ર કઝગમના પ્રમુખ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિએ ૧૪ વર્ષની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. રાજનીતિ એક એવું ઝનૂન હોય છે કે તે વ્યક્તિને ઘર-પરિવાર પણ ભુલવાડી દેતું હોય છે. રાજનીતિમાં લગભગ આઠ દાયકાથી સક્રિય એમ. કરુણાનિધિની રાજકીય સફર પણ બેહદ રસપ્રદ છે.દક્ષિણ ભારતની રાજનીતિમાં એક અલગ હેસિયત પ્રાપ્ત કરનારા દ્રવિડ મુન્નેત્ર કઝગમના પ્રમુખ એમ. કરુણાનિધિ તમિલનાડુના રાજકારણમાં હાલ ભીષ્મ પિતામહનું સ્થાન ધરાવે છે. ત્રણ જૂને કરુણાનિધિએ પોતાનો ૯૪મો જન્મદિવસ માનવ્યો હતો. ઠીક ૫૦ વર્ષ પહેલા ૨૬ જુલાઈએ જ એમ. કરુણાનિધિએ ડીએમકેની કમાન પોતાના હાથમાં લીધી હતી.લાંબા સમય સુધી કરુણાનિધિના નામે ચૂંટણી નહીં હારવાનો એક રેકોર્ડ પણ રહ્યો છે. તેઓ પાંચ વખત તમિલનાડુના મુખ્યપ્રધાન બન્યા અને બાર વખત તમિલનાડુ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે. અત્યાર સુધી તેઓ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેના પરથી હંમેશા જીતવાનો વિક્રમ પણ તેમના નામે જ નોંધાયેલો છે. કરુણાનિધિએ ૧૯૬૯માં પહેલીવાર તમિલનાડુના મુખ્યપ્રધાન પદે આસિન થયા હતા. બાદમાં ૨૦૦૩માં છેલ્લીવાર તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા.ઉદેશ્ય સાથે કરવામાં આવતી રાજનીતિ એક નશો હોય છે. એમ. કરુણાનિધિ ડીએમકેના રાજકીય કામકાજમાં એટલા ઓતપ્રોત રહ્યા છે કે જ્યારે તેમના પહેલા પત્ની પદ્માવતી મરણપથારીએ હતા. ત્યારે તેમણે પત્ની સાથે રહેવાના સ્થાને ડીએમકેની બેઠકમાં ભાગ લેવાનું મુનાસિબ માન્યું હતું. એમ. કરુણાનિધિના આ પગલાએ તેમને ડીએમકેના કાર્યકર્તાઓમાં ઘણાં લોકપ્રિય બનાવી દીધા હતા અને ડીએમકેમાં તેમના કદને ઘણું વધારી દીધું હતું.એક સફળ લેખક, કવિ, વિચારક અને વક્તા ક્લૈગનાર એમ. કરુણાનિધિ ભારતના વરિષ્ઠત્તમ નેતાઓમાં તેઓ સામેલ છે. કરુણાનિધિ વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે લગભગ એક વર્ષથી સક્રિય રાજનીતિથી દૂર છે. તેમનું બાળપણનું નામ દક્ષિણમૂર્તિ હતું. ૧૯૨૪માં થિરુક્કુવાલાઈ ગામમાં જન્મેલા કરુણાનિધિના ઘરને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ ઘરમાં કરુણાનિધિની પોપથી માંડીને ઈન્દિરા ગાંધી સુધીના નેતાઓ સાથેની તસવીરો લાગેલી છે.માત્ર ૧૪ વર્ષની ઉંમરે કરુણાનિધિએ પોતાનો અભ્યાસ છોડીને રાજકીય સફરની શરૂઆત કરી હતી. દક્ષિણ ભારતમાં હિંદી ભાષાના વિરોધના આંદોલનમાં કરુણાનિધિ હિંદી-હટાવો આંદોલનની તખ્તી લઈને રાજકારણમાં ઉતર્યા હતા. ૧૯૩૭માં સ્કૂલોમાં હિંદીને ફરજિયાત બનાવવાના મામલામાં યુવાનોએ મોટી સંખ્યામાં વિરોધ કર્યો હતો. જેમા કરુણાનિધિ પણ સામેલ હતા. આ આંદોલન બાદ તમણે તમિલ ભાષાને પોતાના જનાંદોલનનું માધ્યમ બનાવી. તેમણે તમિલ ભાષામાં જ નાટક, અખબાર અને ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું.કરુણાનિધિની બહેતરીન ભાષણ અને લેખન શૈલીને જોતા પેરિયાર અને અન્નાદુરાઈએ તેમને કુદિયારાસુના તંત્રી બનાવ્યા હતા. જો કે પેરિયાર અને અન્નાદુરાઈ વચ્ચે પેદા થયેલા મતભેદ અને બાદમાં બંને અલગ થયા હતા. ત્યારે કરુણાનિધિ અન્નાદુરાઈ સાથે જોડાયા હતા. અન્નાદુરાઈ સાથે ચૂંટણીલક્ષી રાજકારણમાં તેમણે પાછું વાળીને જોયું નહીં. ૧૯૫૭માં તેઓ ચૂંટણી લડયા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના સિવાય તેમની પાર્ટીના ૧૨ અન્ય ઉમદેવારો પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.કરુણાનિધિએ રાજનીતિના ક્ષેત્રમાં ખૂબ પરેસવો પાડયો અને ૧૯૬૭ની ચૂંટણીઓમાં પાર્ટીને બહુમતી પ્રાપ્ત થઈ હતી. અન્નાદુરાઈ ૧૯૬૭માં પહેલી વખત તમિલનાડુમાં બિનકોંગ્રેસી મુખ્યપ્રધાન બન્યા હતા. ડીએમકેના સત્તામાં આવ્યા બાદ તમિલનાડુમાં કોંગ્રેસની રાજકીય જમીન એટલી હદે ધોવાઈ કે આજે પણ તમિલનાડુમાં કોંગ્રેસ ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે રાજકીય સાથીદાર શોધતી દેખાય છે. હાલ કોંગ્રેસ ડીએમકેની તમિલનાડુ ખાતે સાથીદાર છે. આ જુન ૨૦૧૮માં તેમનો ૯૪મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેઓ પહેલીવાર ૧૯૫૭માં ધારાસભ્ય ચૂંટાયા હતા. તે સમયે દેશના વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ હતા. કરુણાનિધિએ ૧૪ વર્ષની ઉંમરમાં રાજનીતિમાં પગ મુક્યો હતો. ૩૩ વર્ષની ઉંમરમાં પહેલીવાર તમિલનાડુની વિધાનસભામાં પહોંચી ગયા. તેઓ ૧૩ વખતત સતત જીતતા રહ્યા. તેઓ ક્યારે પણ કોઇ ચૂંટણી હાર્યા નથી. ૧૯૮૪ની ચૂંટણી તેમણે લડી નહોતી.કરૂણાનિધિ ૫ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ફેબ્રુઆરી ૧૯૬૭માં પહેલીવાર તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. તે સમયે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. ૧૯૭૬માં તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા. કરુણાનિધિ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા તે સમયે દેશા વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. જ્યારે તેઓચોથીવાર મુખ્યમંત્રી બન્યા તો વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ હતા. પાંચમીવખત મુખ્યમંત્રી બન્યા તો વડાપ્રધાન મનમોહન સિંહ હતા.કરુણાનિધિને દક્ષિણ ભારતમાં એન્ટી બ્રાહ્મણવાદી રાજનીતિનું પ્રતિક માનવામાં આવે છે. ડીએમકેના સંસ્થાપક સી.એન અન્નાદુરાઇ અને તેમના આદર્શ પેરિયારની તરફ કરુણાનિધિ વર્ષોથી દક્ષિણ ભારતના દિગ્ગજ નેતા બનેલા છે. તેમણે કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ રામાયણના આલોચક રહ્યા છે અને આગળ પણ તેનો વિરોધ કરતા રહેશે. ભગવાન રામ પર તેમનું નિવેદન વિવાદનું કારણ બન્યું હતું.
તમિલનાડુમાં કરુણાનિધિને કાલાઇનાર કહેવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે કલાના જાદુગર. રાજનીતિ શરૂ કરતા પહેલા તેઓ નાટ્યકાર અને ફિલ્મોના પટકથા લેખક હતા. આ દરમિયાન તેમની અને એમપી રામચંદ્રનની જોડી જામી હતી. જો કે ત્યાર બાદ આ જોડીમાં તીરાડ પી અને એમજીઆરે દ્રમુકથી તુટીને અન્નાદ્રમુક પાર્ટીની સ્થાપના કરી હતી.આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા કરુણાનિધિ હિંદી વિરોધી આંદોલનના નેતા પણ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પોતાના ગુરૂ સી.એન અન્નાદુરાઇના પાર્ટીની પત્રિકા કુદિયારાસુના સંપાદક સ્વરૂપે કામ કર્યું. તેમના માટે રાજનીતિક કદ ઘણુ વિશાળ હતું.

Related posts

પુલવામા અને બાલાકોટ બાદ વિપક્ષની રાજનીતિ

aapnugujarat

ઈરાન તેલ આયાત પ્રતિબંધઃ શું ખરેખર ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચશે..!?

aapnugujarat

શરીરના આ અંગ પર હશે તલ તો થઈ શકે છે લગ્ન જીવનમાં સંકટ, જાણો વધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1