Aapnu Gujarat
ગુજરાત

વડોદરાના અસલમ બોડિયાનો પોલીસે કાઢયો વરઘોડો

વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા માથાભારે તત્વોનો પ્રજામાં ખોફ દૂર કરવા માટે આરોપીઓના તેઓના વિસ્તારમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. આજે રાવપુરા પોલીસે નવાપુરા વિસ્તારમાં દારૂ, જુગાર, મારામારી, ખંડણી જેવા અનેક ગુનામાં સંડોવાયેલા માથાભારે અસલમ બોડીયાનો નવાપુરા વિસ્તારમાં હાથે દોરડા બાંધી વરઘોડો કાઢ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર રાવપુરા પોલીસે રવિવારે રાત્રે પેટ્રોલીંગ દરમિયાન અકોટા બ્રિજ ઉપરથી નવાપુરા મહેબુબપુરામાં રહેતા માથાભારે અસલમ હૈદરમીયાં શેખ ઉર્ફ અસલમ બોડીયાની દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો.
અસલમ બોડીયો તેના વિસ્તારમાં દારૂ-જુગાર સહિત અસામાજિક પ્રવૃત્તીઓ કરીને ધાક જમાવી છે. અને લોકોને પોતાનો ખોફ બતાવીને ગેરકાયદે પ્રવત્તીઓ કરી રહ્યો છે. રાવપુરા પોલીસે પણ રવિવારે રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા અસલમ બોડીયાનો તેનાજ વિસ્તારમાં હાથમાં દોરડા બાંધીને વરઘોડો કાઢ્યો હતો. પોલીસે વરઘોડો કાઢતા અસલમ બોડીયો તેના વિસ્તારમાં નીચું માથું કરીને ફર્યો હતો.  અસલમ બોડીયાની પોલીસે કરેલી હાલતને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને પોલીસ દ્વારા અસલમ બોડીયા સાથે કરેલી કાર્યવાહીને બિરદાવી હતી.

Related posts

સ્વાઈન ફ્લૂ રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકાર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે : આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી

aapnugujarat

કાસવા ગામમાં નાગ પાંચમનો મેળો નહીં ભરાય

editor

રાજ્યમાં હીટવેવની આગાહી, આજથી અમદાવાદમાં યલો એલર્ટ જાહેર થઈ શકે

editor

Leave a Comment

UA-96247877-1