Aapnu Gujarat
રાષ્ટ્રીય

દસ રાજ્યોમાં પીએમએવાય હેઠળ ૨.૬૭ લાખથી વધુ ઘરો બનશે

પ્રધાન મંત્રી આવાસ યોજના(પીએમએવાય) હેઠળ સરકારે શહેરી વિકાસ મંત્રાલય અંતર્ગત ૧૦ રાજ્યોમાં ગરીબો માટે આશરે ૨.૬૭ લાખથી વધુ સસ્તા ઘરોના બાંધકામ માટેના કાર્યને મંજૂરી આપી છે, જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કુલ ૫૦,૦૦૦ જેટલા હાઉસિંગ એકમો ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર મળેલ માહિતી મુજબ, રાજીવ આવાસ યોજના હેઠળ ૨,૬૭,૫૪૬ થી વધુ હાઉસિંગ એકમોને મંજૂરી આપ્યા પછી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવેલ કુલ મકાનોની સંખ્યા ૫૩,૭૪,૩૦૬ જેટલી હશે.
કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના સચિવ દુર્ગા શંકર મિશ્રાની અધ્યક્ષતા હેઠળ પીએમએવાય(યુ)ની કેન્દ્રીય મંજૂરી અને મોનીટરીંગ કમિટીની બેઠકમાં આ અંગેની મંજૂરી આપવામાં આવી હતી. મિનિસ્ટરએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ૫૯,૪૨૧ ઘરોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં ૫૫, ૨૯૬ ઘરોને મંજૂરી આપવામાં આવી છે, ઉપરાંત અન્ય જેમ કે, મહારાષ્ટ્રમાં ૫૨,૯૩૫, ઉત્તરપ્રદેશમાં ૩૬,૩૭૦, પશ્ચિમ બંગાળમાં ૨૬,૬૦૪, બિહારમાં ૧૫,૯૨૪, રાજસ્થાનમાં ૮૬૦૦, છત્તીસગઠમાં ૭૯૬૧, પંજાબમાં ૨૪૪૨ અને ઉત્તરપ્રદેશમાં ૧૯૯૩ ઘરોના બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, આર્થિક રીતે પછાત વર્ગો (ઈડબ્લ્યુએસ) કેટેગરી હેઠળ આ હાઉસિંગ પ્રોજેકટ્‌સનો કુલ ખર્ચ અંદાજે રૂ.૧૩,૬૭૮.૮૧ કરોડ જેટલો છે. મિનિસ્ટરએ જણાવ્યું કે, આ યોજનાઓ ચલાવવા માટે રૂ.૩૯૧૯.૩૨ કરોડની કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવશે.

Related posts

મોદી કેબિનેટમાં નવ નવા મંત્રી સામેલ, ચાર પ્રધાનોને પ્રમોશન

aapnugujarat

आतंकवाद मानव मूल्यों का सबसे बड़ा दुश्मनः पीएम मोदी

aapnugujarat

શ્રીદેવીની હત્યા થઇ હોવાની સુબ્રમણ્યમ સ્વામીને શંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1