Aapnu Gujarat
મનોરંજન

કરીના માટે પરિવાર સૌથી મહત્વપૂર્ણ

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુર હાલમાં ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ વીરે ધી વેડિંગ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. જો કે તે મર્યાદિત ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે હવે પરિણિત છે. જેથી તેના માટે પરિવાર હવે સૌથી મહત્વપૂર્ણ છે. વિતેલા વર્ષોમાં જુદા જુદા રોલ મારફતે તમામને પ્રભાવિત કરનાર કરીના કપુર હેવ ઓછી સક્રિય દેખાઇ રહી છે. ચમેલીના રોલમાં પણ તે ચર્ચા જગાવી ચુકી છે. બીજી બાજુ ઝીરો ફિગર મેળવીને ચર્ચા જગાવનાર કરીના કપુર હવે નંબર ગેમમાં માનતી નથી. જુદા જુદા ચેટ શો, અને ફિલ્મો મારફતે લોકપ્રિય થનાર કરીના કપુર હવે ખુબ ઓછી ફિલ્મમાં કામ કરે છે. પોતાની સગર્ભા અવસ્થા સુધી કરીના કપુર ફિલ્મોમાં સક્રિય રહી હતી. હવે કરીના કપુર એક બાળકની માતા છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોમાં કામ કરી રહી છે પરંતુ તેના માટે સૌથી મહત્વપૂર્ણ બાબત પરિવાર છે. તેનો પુત્ર તેમુર અલી ખાન આ વખતે દિવાળી પર તેની સાથે રહેનાર છે. તેનુ કહેવુ છે કે દિવાળી પર તે પોતાના પરિવારની સાથે સમય ગાળશે. કરીના કપુરે થોડાક સમય સુધી પ્રેમમાં રહ્યા બાદ બોલિવુડ સ્ટાર સેફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. સેફ અલી ખાન પોતે પણ ખુબ ઓછો સક્રિય રહ્યો છે. આવી સ્થિતીમાં બન્ને ઉજવણી કરવા માટે અન્યત્ર જાય તેવી વકી છે. કરીના કપુર બોલિવુડની સૌથી મોટી સ્ટાર તરીકે ઉભરી આવી હતી. પોતાની કેરિયરમાં ટોપ પર હતી ત્યારે કરીના કપુરે લગ્ન કર્યા હતા. જો કે હવે તે નંબર ગેમમાં વિશ્વાસ ધરાવતી નથી. બીજી બાજુ સેફ સાથે પણ તે ફિલ્મ હાલ નહી કરે.

Related posts

पठान के रोल में नजर आएंगे सैफ अली खान

aapnugujarat

બોલિવુડના ભાઇ સલમાન સામે અનેક વિવાદ રહ્યા છે

aapnugujarat

એક વખતે બોલ્ડ ફિલ્મ માટે તેને બોલાવવામાં આવી હતી : નુસરત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1