Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૭મી પહેલાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી ટાળો

રાજધાની દિલ્હીમાં શનિવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં દેશની મહિલાઓને રાહત આપતા સેનેટરી સહિતની અનેક વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યા છે તો કેટલાક કેટલીક વસ્તુઓને બહાર પણ કરવામાં આવી છે. કુલ ૮૫ વસ્તુઓમાં ભાવમાં ઘટાડો થઈ શકે છે. ૩૫ વસ્તુઓમાં ૨૮ ટકા જીએસટી ૧૮ ટકા કરવામાં આવ્યો છે. જેના પગલે ભાવમાં ઘટાડો થઈ શકે છે.જો કે ૨૭ જુલાઈ પહેલા તમે કોઈ પણ ઇલેકટ્રોનિક વસ્તુઓ તમે ખરીદવા માંગતા હોય તો તમને નુકશાન થઇ શકે છે. કારણ કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘટાડાવામાં આવેલા ટેક્સ ૨૭ જુલાઈથી લાગુ કરવામાં આવશે. જેથી તમે જો આ સમયગાળા બાદ કોઈ ઉપકરણ ખરીદવા માંગતા હોય તો ફાયદો થશે. આ જોતા બિહારના ઉપ-મુખ્યમંત્રી સુશિલ મોદીએ જણાવ્યું છે કે,જયારે તમને કોઈ જરૂરત ન હોય તો, ૨૭ જુલાઈ બાદ આ સામાન ખરીદો કારણ કે, આ તારીખ બાદ જ જીએસટીનો ફાયદો મળશે.મહત્વનું છે કે, સ્ટોન, માર્બલ, રાખડી, સાલના પાંદડા જેવી વસ્તુઓને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ટીવી, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, વીડિયો ગેમ્સ લિથિયમ આયન બેટરી, વેક્યુમ ક્લીનર, ફ્રુડ ગ્રાઈન્ડર, મિક્સર, સ્ટોરેજ વોટર હીટર, ડ્રાયર, પેન્ટ, વોટર કૂલર, મિલ્ક કૂલર, આઈસક્રી કુલર્સ, પરફ્યુમ, ટોઇલેટ સ્પ્રેને ૨૮ ટકાના સ્લેબમાંથી હટાવીને ૧૮ ટકાના સ્લેબમાં લાવવામાં આવ્યા છે.બીજી બાજુ નિષ્ણાંતોનું પણ માનવું છે કે, જીએસટી રેટ ઓછો થવાના કારણે વોશિંગ મશીન અને ટીવી-ફ્રિજ સહિતના ઉપકરણોમાં ૧૦ ટકા સુધી સસ્તા મળી શકે છે. મહત્વનું છે કે, જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાના વેપારીઓને રાહત આપતા ૫ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા ટ્રેડર્સને દરેક મહિને જીએસટી જમા કરાવવું પડશે, પરંતુ તેઓને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની જરૂરત રહેશે નહિ

Related posts

ભાજપને હરાવવા માટે કરીના કપૂર ખાન ભોપાલથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા

aapnugujarat

શારદા ચીટ ફંડ કૌભાંડ : કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની સતત બીજા દિવસે પૂછપરછ થઈ

aapnugujarat

SC rebukes Khattar govt over allegations for boycotting Dalits

aapnugujarat

Leave a Comment

UA-96247877-1