Aapnu Gujarat
ગુજરાત

પાદરાના કેમ્પમાં ૪૧૧ વડીલજનોએ વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરાવી

જિલ્લા કલેકટર શ્રીમતી શાલીની અગ્રવાલના લોકાભિમુખ ડ્રીમ પ્રોજેક્ટ જેવા વડીલ સ્વાસ્થ્ય ધારાના આયોજન હેઠળ મંગળવારે પાદરાના સામુદાયિક આરોગ્ય તપાસ કેમ્પનો ૪૧૧ વડીલજનોએ લાભ લીધો હતો અને વિનામૂલ્યે તપાસ, નિદાન અને જરૂરી લેબ પરિક્ષણો કરાવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તિલાવટ, ધારાસભ્યશ્રી જશપાલસિંહ પઢીયાર અને અગ્રણીઓએ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. આ કેમ્પમાં વર્તમાન યુગના સહુથી પ્રચલિત ડાયાબીટીસ માટે ૩૧૩ વડીલોએ રોગ નિદાન કરાવ્યુ હતું જે પૈકી ૮૮ વડીલો રોગ પીડીત જણાતા સારવાર અને તકેદારીઓનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ૩૩૭ વિવિધ પ્રકારના લેબ પરિક્ષણો અને ૦૫ પેપ સ્મીયર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઠરાયેલા નિયમો પ્રમાણે ૫૧ વડીલોને મા/મા વાત્સલ્ય કાર્ડસ બનાવી આપવાની સાથે ૩૦૦ વડીલજનોને આવકના દાખલા અને ૦૨ જરૂરીયાતમંદોને વોકીંગ સ્ટીકસ અને ૧૭૭ ચશ્માં આપવામાં આવ્યા હતા. આંખની તપાસ દરમિયાન ૩૪ વડીલો મોતીયાગ્રસ્ત જણાતા સારવારની વ્યવસ્થાનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. ૨૫ વડીલજનોનો ઇસીજી ટેસ્ટ કરાયો હતો. જ્યારે ફિઝીશ્યન ઉપરાંત અસ્થિ વિષયક, કાન, નાક-ગળાના, સ્ત્રી રોગ અને દંતરોગ તબીબો તેમજ ફિઝયોથેરાપીસ્ટએ વિના મૂલ્યે તપાસની સેવાઓ આપી હતી. પાદરા તાલુકા પ્રશાસનએ તેના આયોજનમાં સહયોગ આપ્યો હતો. હવે પછી સાવલી તાલુકાનો કેમ્પ તા. ૧લી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, સાવલી ખાતે યોજાશે.

Related posts

કેમ્પસ એમ્બેસેડર્સ વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ નોંધાવવામાં મદદરૂપ બનશે – કલેકટર પી.ભારતી

aapnugujarat

ભુજમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થી માટે ભોજન સુવિધા

aapnugujarat

૨૪ ડિસેમ્બરે નર્મદા જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1