Aapnu Gujarat
ગુજરાત

ભુજમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થી માટે ભોજન સુવિધા

ભારતમાં ઓફ-હાઇવે ટાયર્સની અગ્રણી ઉત્પાદક બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (બીકેટી)એ સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે જોડાણમાં આજે ભૂજમાં સામુદાયિક કિચનની શરૂઆત કરી હતી, જે દરરોજ આસપાસની મ્યુનિસિપલ/સરકારી શાળાઓમાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને ભોજન આપવાની અનોખી સેવા પૂરી પાડશે. બીકેટી દ્વારા આ સામુદાયિક કિચનના પ્રારંભ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, બીકેટીના ચેરમેન અને એમડી શ્રી અરવિંદ પોદ્દાર અને ડાયરેકટર(ફાયનાન્સ) શ્રી બી કે બંસલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે બીકેટીના ચેરમેન અને એમડી શ્રી અરવિંદ પોદ્દાર અને ડાયરેકટર(ફાયનાન્સ) શ્રી બી કે બંસલે જણાવ્યું હતું કે, પોતાનાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામનાં ભાગરૂપે બીકેટીનો આ પહેલ મારફતે ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, મોટાંભાગનાં સમાજના નબળા અને વંચિત પરિવારોને તેમનાં બાળકોને શાળાઓમાં મોકલવા પ્રોત્સાહન મળે. કારણ કે મધ્યાહ્ન ભોજન આકર્ષક પરિબળ બનશે અને ધીમે ધીમે આ પરિવારનાં બાળકોને શિક્ષિત બનાવવામાં અને સમુદાયને સ્વનિર્ભર બનાવવામાં મદદ મળશે. બાળકો આપણાં દેશનું ભવિષ્ય છે અને તેમને સન્માનયુક્ત અને સશક્ત જીવન તરફ દોરવા માટે શિક્ષણ મહત્ત્વપૂર્ણ સાધન છે. કમનસીબે ઘણાં બધા વંચિત બાળકોને શિક્ષણની સુવિધા મળતી નથી અને બીકેટીમાં અમે તેમનાં જીવનને ગુણવત્તાયુક્ત બનાવવા પ્રયાસરત છીએ. અમારું માનવું છે કે, મધ્યાહ્ન ભોજન તેમને શાળામાં ખેંચી લાવવા માટે પ્રેરક બની શકે છે, જેથી શાળાઓમાં બાળકોને જાળવવાનાં બમણા ઉદ્દેશને હાંસલ થશે તેમજ તેમને સ્વસ્થ અને પોષક ભોજન ઓફર કરશે. અમને આ ઉદાત્ત આશય માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે જોડાણ કરવાનો ગર્વ છે અને અમને આશા છે કે, આ પહેલ લાંબા ગાળે અહીં અમારા સમુદાયનાં ભવિષ્યને ઘડવામાં મદદરૂપ થશે.
સામુદાયિક કિચનના ઉદ્‌ઘાટન પ્રસંગે અન્ય સહભાગીઓમાં શ્રીમતી વંદના તિલક(સીઇઓ, અક્ષયપાત્ર, યુએસએ), શ્રી શ્રીધર વેંકટ(સીઇઓ,અક્ષયપાત્ર, ભારત), શ્રી જગનમોહન ક્રિષ્ના દાસ (પ્રેસિડન્ટ-અક્ષયપાત્ર, ગુજરાત) અને શ્રી મનુભાઈ શાહ (સ્થાપક, સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ) સહિતના મહાનુભાવો સામેલ થયા હતા.

Related posts

AMCનું ૨૦૨૧-૨૨નું સુધારેલુ બજેટ રજૂ

editor

ખાડે ગયેલ સેવા-કૌભાંડોને લઇને મ્યુનિ. વિપક્ષે પસ્તાળ પાડી

aapnugujarat

પંચમહાલમાં ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1