Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબા બર્ફાનીનાં દર્શન કરવા ૧૭૫૩ શ્રદ્ધાળુની ટુકડી રવાના

અમરનાથ યાત્રા દરમિયાન હુમલા કરવાની ત્રાસવાદીઓની યોજના રહેલી છે તેવા હેવાલ આવ્યા બાદ પણ અમરનાથના શ્રદ્ધાળુઓમાં કોઇ ભય કે દહેશત દેખાઇ રહી નથી. ૧૭૫૩ શ્રદ્ધાળુઓની નવી ટુકડી આજે સવારે રવાના થયઇ હતી. આની સાથે જ હજુ સુધી ૨.૧૬ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. ગઇકાલે ૭૬૬૫ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. આજે સઘન સુરક્ષા વચ્ચે ૫૬ વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ૩૬૯ મહિલાઓ અને ૫૦ સાધુઓ સહિત આ શ્રદ્ધાળુઓ જમ્મુથી રવાના થયા હતા. ઇન્ટેલિજન્સ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રાસવાદીઓ જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાને અંજામ આપી શકે છે. સાથે સાથે અમરનાથ યાત્રીઓ પર પણ હુમલા કરવામાં આવી શકે છે. સરકારને જે બાતમી મળી છે તે દર્શાવે છે કે આ તમામ ત્રાસવાદીઓ લશ્કરે તોયબા અને હિજબુલ મુજાહીદ્દીનના હોવાની માહિતી મળી છે. હાલમાં તમામ ત્રાસવાદીઓ અંકુશ રેખા નજીક જુદા જુદા લોંચ પેડ પરરાહ જોઇ રહ્યા છે. આ પ્રકારના હેવાલ છતાં શ્રદ્ધાળુઓ ભયવગર આગળ વધી રહ્યા છે. ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓ દર્શન માટે નિયમિત ગાળામાં રવાના થઇ રહ્યા છે. આ ઉત્સાહ અકબંધ રહી શકે છે. યાત્રા રક્ષા બંધન સુધી ચાલનાર છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. કાશ્મીર ખીણ ંમાટે જુદા જુદા વાહનોમં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ખરાબ હવામાનની સ્થિતી હોવા છતાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.હાલમાં ભારે વરસાદ, ખરાબ હવામાન અને પ્રતિકુળ સંજોગોના કારણે અમરનાથ યાત્રાને વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે. અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. ખરાબ હવામાન અને વરસાદની સ્થિતી પણ હાલમાં અડચણરૂપ બની હતી. થોડાક દિવસ માટે અમરનાથ યાત્રાને બંધ રાખવાની ફરજ પણ પડી હતી. જો કે હવે અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જોતા રહે છે.પ્રતિકુળ સંજોગો હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં કોઇ ઘટાડો થયો નથી. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતા બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે બંને જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી વાત કરતા શ્રદ્ધાળુઓ સાવધાન દેખાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. ૬૦૧ શ્રદ્ધાળુઓ બાલતાલ રુટ માટે આજે રવાના થયા હતા.

Related posts

Complete Kaleshwaram Lift Irrigation Project and Sriram Sagar Project rejuvenation works at earliest : KCR

aapnugujarat

વિપક્ષો પહેલા વડાપ્રધાન પદ માટેનો ઉમેદવાર તો શોધે : ઉદ્ધવ

aapnugujarat

नीरव मोदी को फिर झटका, लंदन कोर्ट ने जमानत याचिका की खारिज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1