Aapnu Gujarat
મનોરંજન

સારા સાથે સ્પર્ધા નથી : જાહન્વી

બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી જાન્હવી હાલમાં પોતાની પ્રથમ ફિલ્મ ધડકના પ્રમોશનને લઇને વ્યસ્ત બનેલી છે. બીજી બાજુ સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ પોતાની પ્રથમ ફિલ્મ કેદારનાથનુ શુટિંગ પૂર્ણ કરી ચુકી છે. બોલિવુડના તમામ ચાહકો માની રહ્યા છે કે બંને વચ્ચે ભવિષ્યમાં જોરદાર સ્પર્ધા થનાર છે. જો કે જાન્હવીએ આસંબંધમાં સાફ શબ્દોમાં કહ્યુ છે કે તેમની વચ્ચે કોઇ સ્પર્ધા રહેશે નહી. સારા અલી ખાન હવે પોતાની બીજી ફિલ્મ સિમ્બાના શુટિંગમાં વ્યસ્ત બની ગઇ છે. આવી સ્થિતીમાં બંને સ્ટાર કિડ્‌સ વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની શક્યતા છે. જો કે જાન્હવી આ પ્રકારની વાતમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે સારા સાથે કોઇ ટક્કર નથી. જાન્હવીએ કહ્યુ છે કે તે બીજી કોઇ ફિલ્મ હાલમાં સાઇન કરી રહી નથી. તે પોતે આ સંબંધમાં અનેક ગોસિપ સાંભળી રહી છે. જો કે તેની પાસે હાલમાં કોઇ પણ સાઉથની અથવા તો અન્ય ફિલ્મ નથી. ફિલ્મ ધડકના પ્રમોશનને લઇને તે વ્યસ્ત બનેલી છે. તેનુ કહેવુ છે કે તે એક ચાહકની જેમ સારા અલી ખાનની તમામ ફિલ્મો જોવા માટે ઉત્સુક છે. જાન્હવી સારા અલી ખાનની પ્રશંસા કરતા કહે છે કે તેમાં ખુબ શક્યતા છે. અપાર કુશળતા રહેલી છે. તે ફિલ્મમાં ખુબ મોટી મોટી સફળતા હાંસલ કરનાર છે. સારા રણવીર સિંહ સાથે પોતાની ફિલ્મને લઇને ખુબ ખુશ થયેલી છે. જાન્હવી પોતાની ફિલ્મ ધડક મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર છે. તેની પાસે સારી સારી ફિલ્મોની ઓફર પહેલાથી જ આવી રહી છે પરંતુ તે કોઇ નવી ઓફર સ્વીકાર કરી રહી નથી. શ્રીદેવીનુ તાજેતરમા ંજ દુબઇમાં અવસાન થયુ હતુ. એ વખતે સારા પોતાના ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત રહી હતી.ધડક ફિલ્મની ચાહકો છેલ્લા કેટલાક સમયથી રાહ જોઇ રહ્યા છે.

Related posts

આલિયા અને જેક્લીન વચ્ચે મતભેદ હોવાના અહેવાલઆલિયા અને જેક્લીન વચ્ચે મતભેદ હોવાના અહેવાલ

aapnugujarat

फिल्म ‘तैश’ में मैंने अपनी जान लगा दी है : हर्षवर्धन राणे

aapnugujarat

प्रभास की फिल्म राधेश्याम से पूजा हेगड़े को ‘प्रेरणा’ के रूप में किया पेश

editor

Leave a Comment

UA-96247877-1