Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સસ્તી દૂરસંચાર સેવા પહોંચાડવા સરકારની નવી નીતિ

ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં સસ્તી દૂરસંચાર સેવાઓ લોકોને પ્રાપ્ત થઈ શકે તે હેતુસર કેન્દ્ર સરકાર એક મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ માટે સરકાર એક નવી દૂરસંચાર નીતિ લાવે તેવી શક્યતા છે. નવી નીતિમાં સરકારે સ્પેક્ટ્રમ અને લાઈસન્સની ફી ઓછી રાખવાનો નિર્ણય કર્યો છે. આમ થવાથી નાની કંપનીઓને એક નવી તક પ્રાપ્ત થશે અને સાથે જ ગ્રાહકોના પ્રી-પેડ અને પોસ્ટ પેડ બિલમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે.પ્રાપ્ત માહિતી અનુસાર આવતા અઠવાડીયે કેબિનેટ નવી નીતિને લીલી ઝંડી બતાવે તેવી શક્યતાઓ છે. દૂર સંચાર આયોગ દ્વારા મંજૂર કરવામાં આવેલી દૂરસંચાર નીતિમાં નાણા મંત્રાલયે કંપનીઓ પર ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.આનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકો સુધી સંચાર સુવિધા પહોંચે તે માટેનો છે. બજારમાં પ્રતિસ્પર્ધા વધશે તો તેનો સીધો ફાયદો ગ્રાહકોને પ્રાપ્ત થશે. સ્પેક્ટ્રમ અને લાઈસન્સની ફી માં ઘટાડો થતા સેવાનો લાભ લેનારાઓના બિલમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.અત્યારે દૂરસંચાર કંપનીઓ પોતાની આવકનો ૪૦ ટકાથી વધારે ભાગ ટેક્સ તરીકે આપે છે. આ કારણે કંપનીઓને પોતાની સેવાઓમાં વધારો કરવામાં મુશ્કેલી આવે છે અને વંચિત વિસ્તારોમાં આ સેવા પહોંચી શકતી નથી.

Related posts

Major fire at in ONGC plat at Navi Mumbai, 5 died

aapnugujarat

રેલવે આપી રહ્યું છે ૫ ટકાનું બોનસ

aapnugujarat

केजरीवाल देशद्रोह का नारा लगाने वालों के साथ खड़े हैं : प्रकाश जावडेकर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1