Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવે આપી રહ્યું છે ૫ ટકાનું બોનસ

રેલવે એ વગર આરક્ષણવાળી ટીકિટ બુક કરવા પર તમે ૫ ટકાનું બોનસ મેળવી શકો છો. ભારતીય રેલવેએ ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવ્યું છે. જે હેઠળ મોબાઈલ ફોન દ્વારા અનરીઝર્વ્ડ ટીકિટ ખરીદવાથી બોનસ મળે છે. ૫ ટકાનુ બોનસ અને વૉલેટ (રેલવે વૉલેટ)ના રીચાર્જ કરવાથી મળે છે. હવે તેની સમય મર્યાદાને ૨૪ ઓગષ્ટ ૨૦૧૯ સુધી વધારી દેવામાં આવી છે.એટલેકે પ્રવાસી આ સ્કીમનો લાભ હવે આગામી ૬ મહિના સુધી વધુ ઉઠાવી શકે છે.
રેલવે મંત્રાલયે પેપરલેસ ટીકિટને પ્રોત્સાહન આપવા માટે આર વૉલેટના રીચાર્જ કરવા પર ૫ ટકા બોનસ આપવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે તમે યૂટીએસ એપ ડાઉનલોડ કરશો તો તેની સાથે તમારું આર વૉલેટ એકાઉન્ટ પણ બની જશે.
આ વૉલેટમાં તમે જેવુ પોતાના એકાઉન્ટ દ્વારા બેંક એકાઉન્ટમાંથી રકમ જોડશો તો તમને ૫ ટકા સુધીનું બોનસ મળશે. તમારે ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયાથી આ આર વૉલેટ રીચાર્જ કરાવવુ પડશે. જેમાં મહત્તમ ૧૦ હજાર રૂપિયાની રકમ જોડી શકાય છે. તમે આ ટીકિટોને યૂટીએસ મોબાઈલ એપ દ્વારા કરી શકો છો. આ એપ એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝ ફોન યૂઝર્સ ડાઉનલોડ કરી શકે છે. યૂટીએસ એપ દ્વારા તમે સરળતાથી અનરીઝર્વ્ડ ટીકિટ બુક કરાવી શકો છો. તમે ટીટીઈને ડીજિટલ ટિકિટ પોતાના મોબાઈલ પર પણ જોઈ શકો છો. જો ઈન્ટરનેટ કનેક્શન નથી તો પણ આ એપમાં ટીકિટ જોવાની સુવિધા છે.આર વૉલેટ રેલવેનુ ફોર્મેટ છે. આ સિવાય જો તમે પેમેન્ટ કરવા ઈચ્છો છો તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેકિંગ દ્વારા પેમેન્ટ કરી ટીકિટ ખરીદી શકો છો. યૂટીએસ એપ સિવાય તેની એક વેબસાઈટ પણ છે, જેના દ્વારા તમે ટીકિટ બુક કરાવી શકો છો. એક વખતમાં તમે ફક્ત ૪ ટીકિટ બુક કરાવી શકશો. આ એપથી તમે પ્લેટફોર્મ ટીકિટ અને સીઝન ટીકિટ પણ ખરીદી શકો છો.

Related posts

Prez Ram Nath Kovind, PM Modi wishes Eid-al-Adha to all citizens

aapnugujarat

ममता बनर्जी ने पीएम मोदी को बताया देश का सबसे बड़ा दंगाबाज

editor

RBI Dy Governor Viral Acharya resigns

aapnugujarat

Leave a Comment

UA-96247877-1