Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં ૨.૩ કરોડ બાળકો મજૂરી કરવા મજબૂર,૧.૯ કરોડે સ્કૂલ છોડી : રિપોર્ટ

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં બાળકો અને સગીરો પાસે મોટા પાયે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે. એક સ્વેચ્છીક સંસ્થાના આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ૧૫થી ૧૮ વર્ષની વયના ૨.૩ કરોડ બાળકો હાલ મજૂરી જેવા કામો કરવા મજબુર છે અને તેમાંથી ૧.૯ કરોડ બાળકો સ્કૂલ ડ્રોપઆઉટ છે અને ભણતર છોડી દીધુ છે. દેશભરમાં બાળ વિવાહ, બાળકોનું શિક્ષણ અને બાળ મજૂરી જેવા પાસાઓને આવરી લઇને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. અને તેમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં અન્ય એક ઘટસ્ફોટ બાળ વિવાહને લઇને કરવામાં આવ્યો છે. દેશમાં ૧૫થી ૧૮ વર્ષની વયના ૯૨ લાખ સગીર પરણીત છે. એટલે કે કાયદાનો ભંગ કરીને આટલા બાળકોને પરણાવી દેવામાં આવ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેશમાં ૧૫થી ૧૮ વર્ષની વયની ૨૪ લાખ પરણીત સગીર યુવતીઓ માતા બની ગઇ છે. જ્યારે દેશભરમાં ૧૫થી ૧૮ વર્ષની વયના ૨.૩ કરોડ બાળકો ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટના રક્ષણ હેઠળ કામ કરી રહ્યા છે. જોકે આ બાળકો ભારે મશીનરી કે ઓજારો નહીં પણ હળવા કામમાં સક્રીય છે કેમ કે આ વયના બાળકો પાસે ભારે અને જોખમી કામ કરાવવું ગેરકાયદે છે.
જોકે આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જે ૨.૩ કરોડ બાળકો મજૂરી જેવા કામ કરી રહ્યા છે તેમાંથી ૧.૯ કરોડ બાળકોએ શિક્ષણ છોડી દીધુ છે. કામ અને શિક્ષણ વચ્ચે અટવાયેલા હોવાથી અંતે આ બાળકો શિક્ષણ છોડવા મજબૂર થયા હતા. બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો વધીરહ્યો છે અને શિક્ષણ છોડી રહ્યા છે. જેને અટકાવવા માટે આ રિપોર્ટમાં સરકારને શિક્ષણ અધિકાર કાયદામાં સુધારા માટે પણ ભલામણ કરવામાં આવી છે અને શિક્ષણના અધિકારને બદલે મફત અને ફરજિયાત શિક્ષણ કાયદો ઘડવાની સલાહ આપવામાં આવી છે.
સાથે યુવતીઓને યુવકોના પ્રમાણમાં ઓછુ શિક્ષણ મળી રહ્યું છે અથવા યુવતીઓને ભણાવવામાં નથી આવતી, આ લિંગભેદને દુર કરવાની વાત પણ રિપોર્ટમાં કરાઇ છે. સાથે જે પણ પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે તેને મફતમાં શિક્ષણની સુવિધા પણ સરકારે ઉભી કરવી જોઇએ. બાળ અત્યાચાર મુદ્દે પણ આ રિપોર્ટમાં કેટલાક ઘટસ્ફોટ કરાયા છે.
રિપોર્ટના જણાવ્યા મુજબ દેશમાં બાળકો પર થઇ રહેલા અત્યાચાર અતી ચિંતાજનક છે અને તેના તરફ તાત્કાલીક ધ્યાન આપવાની જરુર છે. સાથે ગરીબી અને બેરોજગારી પર પણ ધ્યાન આપવાની જરુર છે. દેશભરમાં અપહરણની ઘટનાઓ બની રહી છે તેમાં ૬૦ ટકા પીડીતની ઉંમર ૧૫થી ૧૮ વર્ષની છે. જ્યારે રેપ પીડિતાઓમાં ૨૫ ટકાની ઉંમર ૧૫થી ૧૮ વર્ષની છે. જે ચિંતાજનક છે.

Related posts

હરિદ્વારના કુંભમાં ભક્તોનું ઘોડાપૂર

editor

લોકસભામાં રાહુલનાં આકરા પ્રહારો : ૧૫ લાખ ક્યારે આવે છે

aapnugujarat

Pranab Mukherjee on ventilator after brain surgery

editor

Leave a Comment

UA-96247877-1