Aapnu Gujarat
રાષ્ટ્રીય

માસૂમ બાળાથી ટિટોડીનું ઈંડુ ફૂટી જતાં ખાપપંચાયતે ૧૧ દિવસ ઘરથી બેદખલ કરી દીધી

રાજસ્થાનના બૂંદી જિલ્લાના હરિપુરા(દલિત ગામ)માં ગ્રામ પંચાયતનો ખાપ પંચાયતનો તઘલખી ફરમાન જોવા મળ્યું. અહીં ગામના પંચે એક પાંચ વર્ષની માસૂમ બાળા દ્વારા ભૂલથી ટિટોડીનું ઈંડુ ફૂટી જવાથી સજા આપી. આ માસૂમ બાળકીને ૧૧ દિવસથી ઘરથી બેદખલ કરી દીધી છે. હવે તે ઘરની બહાર જ પલંગ પર જ રહેવા માટે મજબૂર બની છે.
આ બાળકી સાથે ના તો કોઈ વાત કરતું કે નથી કોઈ ખાવાનું આપતું. જો ખાવાનું આપવું હોય તો દૂરથી આપવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈ બાળકીને ટચ ન કરે. બસ આ બાળકી સાથે એક જાનવર જેવું ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. તો પંચાયતના આ નિર્ણય બાદ ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાયો છે. જો કોઈ આ ફરમાનની વિરૂદ્ધ જાય તો આ બાળકીની સજા વધારી દેવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. ઘટનાની જાણ હિંડોલી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાની વિગત એવી છે કે, આ બાળકી હરિપુરાની પ્રાથમિક વિદ્યાલયમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. અહીં આ મામૂમ દ્વારા ટિટોડી નામના પક્ષીનું ઈંડુ ફૂટી જતા વાત પંચાયત સુધી પહોંચી. પંચાયતે આ વાતને ગામના ભવિષ્ય માટે ખતરો ગણાવી અને પંચાયતે આ માસૂમ બાળકીને ઘરથી ૧૧ દિવસ માટે બેદખલ કરી દીધી.
બાળકીના પિતાએ જ્યારે આ અંગે વિરોધ કર્યો તો ગામના તમામ લોકોએ ગામમાંથી ભગાડી મૂકવાની ધમકી આપતા તેઓ પણ હાલ ચૂપ બેઠાં છે. આ નિર્ણયને આજે ત્રણ દિવસ જેટલો સમય પસાર થતા બાળકીના પિતાએ હિંમત રાખીને પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે તપાસ કરી પણ ગામના પંચના એક પણ સભ્યો ફરક્યા નહીં. જેના પગલે આ વિવાદ સમાપ્ત થયો નહીં.

Related posts

उमर अब्दुल्ला सरकारी आवास स्वेच्छा से करेंगे खाली

editor

बर्खास्त बीएसएफ जवान तेज बहादुर यादव का नामांकन रद्द

aapnugujarat

રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ

editor

Leave a Comment

UA-96247877-1