Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકારે ૨૧ આઈએએસ અધિકારીઓની બદલી કરી

ગુજરાત સરકારે મોટાપાયે આઈએએસ અધિકારીઓના બદલીઓના આદેશ જારી કર્યા હતા. ગુજરાત સરકારે જાહેરનામુ જાહેર કરીને આ અંગેની વાત કરી હતી જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ટી નજરાજનને હવે ગાંધીનગરમાં જ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. તેઓ હવે જેએનસિંહની જગ્યા લેનાર છે. આ ઉપરાંત અરવિંદ અગ્રવાલ, એમએસ ડાગુર, સુજીત ગુલાટી, એએમ તિવારી, સંગીતાસિંહ, રાજીવકુમાર ગુપ્તા, રાજ ગોપાલ, વિપુલ મિત્રા, એકે રાકેશ, સુનૈના તોમર, સંદીપ કુમાર, વિનોદ આર રાવ, મનોજ અગ્રવાલ, એનપી ઠાકુર, કમલકુમાર દાયાણી, લોચન શહેરા, મુકેશકુમાર, અંજુ શર્મા, અજય ભાદુ, મોહમ્મદ શાહીદ, વિજય નહેરાની બદલીઓના આદેશ જારી કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારમાં ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરમાં એડિશિનલ ચીફ સેક્રેટરી એમએસ ડાગુરની બદલી કરીને હવે તેમને એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટમાં મુકી દેવામાં આવ્યા છે. મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની વરણી કરાઈ છે. આવી જ રીતે સુજીત ગુલાટી જે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે છે તેમની બદલી કરીને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ વડોદરામાં મુકી દેવામાં આવ્યા છે. તેમની મેનેજિંગ ડિરેક્ટર તરીકે વરણી કરાઈ છે. આવી જ રીતે એ એમ તિવારી જે મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સ્ટેટ ફર્જટીલાઇઝર એન્ડ કેમિકલ્સ વડોદરામાં હાલ ફરજ બજાવે છે તેમની બદલી કરીને ગુજરાત સરકારના ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે. સંગીતાસિંહ જે ફુડ સિવિલ સપ્લાયમાં એડિશનલ ચીફ સેક્રેટરી છે તેમની બદલી કરીને તેમને હવે એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ગાંધીનગરમાં જનરલ એડમિનિસ્ટ્રેશનમાં મુકી દેવામાં આવ્યા છે. રાજીવ કુમાર ગુપ્તાને શ્રમ અને રોજગાર વિભાગમાંથી ખસેડીને હવે વન્ય અને પર્યાવરણ વિભાગમાં ગાંધીનગર ખાતે એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે. રાજગોપાલને પંચાયત, ગ્રામ્ય આવાસમાંથી બદલી કરીને એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ગાંધીનગરમાં મુકાયા છે. આવી જ રીતે એકે રાકેશ, સુનૈના તોમર, સંદીપકુમારની પણ બદલીઓ કરવામાં આવી છે. તેમના ખાતાઓ પણ બદલવામાં આવ્યા છે અને જુદી જવાબદારીઓ સોંપાઈ છે. લોચન શહેરા જે હાઉસિંગ એન્ડ નિર્મલ ગુજરાતમાં એડિશનલ ચાર્જ ધરાવતા હતા તેમની હવે સેક્રેટરી તરીકે આવાસ અને નિર્મલ ગુજરાત ગાંધીનગરમાં નિમણૂંક કરાઈ છે. મુકેશ કુમારની બદલી કરીને હવે ગાંધીનગરમાં એજ્યુકેશન વિભાગમાં સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઈ છે.

Related posts

દિયોદરના નવા ગામની પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અપાયું

aapnugujarat

भाजपा सरकार में सीएम और प्रदेश अध्यक्ष कठपूतली : शक्तिसिंह 

aapnugujarat

રાજ્યમાં સીઝનનો ૧૦૫ ટકા વરસાદ નોંધાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1