Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં સીઝનનો ૧૦૫ ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસુ અંતિમ ચરણમાં છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં મેઘરાજાની મહેર ઉતરી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના લિલિયામાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છના અંજારમાં ૩.૫ ઈંચ વરસાદ થયો છે. તો સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ખેડા, સુરત, ભરૂચમાં સરેરાશ ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠામાં ૧.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. તો આ સાથે જ ગુજરાતમાં સીઝનનો ૧૦૫ ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો ૧૦૫. ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ કચ્છમાં ૧૬૦.૬૭ ટકા વરસાદ વરસી ચુક્યો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૧૨.૭૭ ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૬.૩૧ ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં પણ ૯૪. ૫ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સીઝનનો ૧૧૫.૬ ટકા વરસાદ વરસી ચુક્યો છે.
હવામાન વિભાગની આગાહીના પગલે શનિવારે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. શનિવારે અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. તો ગાંધીનગરના દહેગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વડોદરામાં પણ વિજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સુરત શહેર અને ગ્રામ્યમાં પણ મેઘરાજાએ સારી બેટિંગ કરી હતી. ખેડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા.સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. સાથે જ ગુજરાતમાં ૧૩ સપ્ટેમ્બર પછી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થયુ છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Related posts

कांग्रेस के प्रदेश अध्यक्ष अमित चावड़ा और विपक्ष के नेता परेश धानाणी ने दिया इस्तीफा

editor

શામળાજી મંદિરમાં સુવિધાના નામે શૂન્ય

aapnugujarat

મસ્જિદના લાઉડસ્પીકર પર 10 મિનિટ અઝાન ચાલે તેને ઘોંઘાટ ન કહેવાય : GUJARAT HIGH GOURT

aapnugujarat

Leave a Comment

UA-96247877-1