Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ક્રૃષિ-ડેરી ઉદ્યોગ મહિલાઓ વગર અધૂરો : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસથી નરેન્દ્ર મોદી એપ દ્વારા વિવિધ ક્ષેત્રે સફળ લોકો સાથે વાત કરી રહ્યા છે. લોકો પણ મોદી સાથે તેમનો અનુભવ શેર કરી રહ્યા છે. આ જ કાર્યક્રમ અંતર્ગત આજે વડાપ્રધાન મોદીએ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ સાથે વાત કરી છે. આ કાર્યક્રમમાં દેશની સાઈબર સિટીની ૬૦થી વધારે મહિલાઓએ ભાગ લીધો છે. કાર્યક્રમની શરૂઆતમાં જ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું છે કે, આપણાં દેશમાં કૃષિ અને ડેરી ઉદ્યોગ મહિલાઓ વગર અધૂરો છે. આ બંને ઉદ્યોગોમાં મહિલાઓનું મહત્તમ યોગદાન રહેલું છે. વડાપ્રધાન આ પહેલાં મોદી એપથી ખેડૂતો, ડિજીટલ ઈન્ડિયા સહિત અન્ય ઘણાં ક્ષેત્રો સાથે વાતચીત કરી ચૂક્યા છે.
વડાપ્રધાને કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે આજે મને દેશની ૧ કરોડ મહિલાઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો છે. તમે બધા તમારી જાતમાં સંકલ્પ, ઉદ્મશીલતા અને સામૂહિક પ્રયત્નોમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. જ્યારે આપણે મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ ત્યારે સૌથી મહત્વની જરૂર છે મહિલાઓને તેમની સ્વયં શક્તિ, તેમની યોગ્યતા અને તેમની કલાની ઓળખ કરવાનો મોકો આપવો. આજે તમે કોઈ પણ સેક્ટરને જુઓ, તો ત્યાં તમને મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરતી જોવા મળશે. આપણાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં, નાના લઘુ ઉદ્યોગોમાં, શ્રમીકો માટે સેલ્ફ હેલ્પ ગ્રૂપ ખૂબ મહત્વનું છે. સેલ્ફ હેલ્પ ગ્રૂપ એક રીતે ગરીબો અને ખાસ કરીને મહિલાઓના આર્થિક વિકાસનો આધાર બન્યો છે.
તેમણે કહ્યું કે, દિનદયાલ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના ૨.૫ લાખ ગ્રામ પંચાયતોમાં કરોડો ગ્રામણી ગરીબ પરિવારો સુધી પહોંચાડવાની, તેમને સ્થાયી આજીવિકા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોજનાને દરેક રાજ્યોમાં શરૂ કરી દેવામાં આવી છે. હું તે લોકોનો પણ આભાર માનીશ જેમણે આ યોજનાને લાખો-કરોડો મહિલાઓ સુધી પહોંચાડીને તેમનું જીવન સુધારવાનું કામ કર્યું છે. અમારી સરકારમાં પહેલાંની સરખામણીએ ચાર ગણા વધુ સેલ્ફ હેલ્પ ગ્રૂપ બન્યા છે અને તેની સાથે ચાર ગણી મહિલાઓને આ ગ્રૂપ સાથે જોડવામાં આવી છે. જે મહિલાઓના સશક્તિકરણ પ્રતિ અમારી સરકારની પ્રતિબદ્ધતાઓને દર્શાવે છે.

Related posts

जून में तेजी से बढ़ेगा मॉनसून अधिक बारिश का अनुमान

aapnugujarat

दिल्ली में बच्ची से निर्भया जैसी दरिंदगी, पिता बोले- बोल नहीं पा रही बिटिया

aapnugujarat

જેટમાં રોકડ કટોકટી : ૪ વિમાન ગ્રાન્ડેડ, અનેક ઉડાણો રદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1