Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીમાં ગંદકી મામલે સુપ્રીમે ગવર્નરની ઝાટકણી કાઢી

દિલ્હીમાં ગંદગીના ખડકલાને લઇને પ્રભાવી પગલા લેવામાં નિષ્ફળતા બદલ સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીના લેફ્ટી ગવર્નર અનિલ બેજલની જોરદાર ઝાટકણી કાઢી હતી. બેજલે સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, સોલીડ વેસ્ટના નિકાલ માટે કઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોર્ટે ગાઝીપુર, ઓખલા અને ભીલસવામાં ગંદગીના ઢગના મુદ્દે કહ્યું હતું કે, લેફ્ટી ગવર્નર ઓફિસ સહિત તમામ સંબંધિત ઓથોરિટી દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા નથી જેના કારણે દિલ્હીના લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જસ્ટિસ મદન બી લાકુર, જસ્ટિસ દિપક ગુપ્તાની પીઠે લેફ્ટી ગવર્નર અને દિલ્હી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સોલીડ વેસ્ટના મેનેજમેન્ટની જવાબદારી એમસીડીની છે.
સુપ્રીમની બેંચે કહ્યું હતું કે, લેફ્ટી ગવર્નર, એમસીડીના પોતાના અધિકાર ક્ષેત્રમાં હોવાની વાત કરે છે પરંતુ ગદંગીને દૂર કરવા માટે આ પ્રકારની બેઠકોમાં ભાગ લેતા નથી. જો તમારી પાસે સત્તાઓ છે તો આ સંદર્ભની જવાબદારીને કોણ લેશે. એફિડેવિટમાં લેફ્ટી ગવર્નરે અધિકાર અને જવાબદારીની વાત કરી છે. સાફ સફાઈ અને કચરાના મામલામાં તેમની જવાબદારી છે કે કેમ તે બાબત મહત્વપૂર્ણ છે.

Related posts

સિદ્ધારમૈયા સ્લીપ મોડમાં છે અને કોઇ જ કામ કરી રહ્યા નથી : મોદી

aapnugujarat

સગી બહેન પર બે સગા ભાઈઓ ચાર વર્ષથી બળાત્કાર ગુજારતાં

aapnugujarat

गंगा में गंदगी करने पर होगी ७ साल की सजा, लगेगा जुर्माना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1