Aapnu Gujarat
રમતગમત

ઑસ્ટ્રેલિયામાં કોહલી સદી નહીં ફટકારી શકે : કમિન્સ

આગામી નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ભારતનો ઑસ્ટ્રેલિયા ખાતેનો બે મહિનાનો લાંબો પ્રવાસ શરૂ થશે અને એ દરમિયાન વન-ડે જગતના નંબર વન ખેલાડી તથા ટેસ્ટવિશ્ર્‌વના નંબર ટૂ વિરાટ કોહલી પર સમગ્ર દુનિયાની નજર રહેશે. તે ઘરઆંગણે ઘણી શ્રેણીઓમાં તેમ જ ત્રણેય ફૉર્મેટમાં સફળ રહ્યો છે, પરંતુ ઇંગ્લૅન્ડના વર્તમાન પ્રવાસ પછીની ઑસ્ટ્રેલિયાની ટૂરમાં સારું રમી શકશે કે કેમ એ સવાલ દરેકને મૂંઝવશે. જોકે, ઑસ્ટ્રેલિયાના પચીસ વર્ષીય રાઇટ-આર્મ ફાસ્ટ બોલર પૅટ કમિન્સની આગાહી છે કે કોહલી ઑસ્ટ્રેલિયામાં એકેય સેન્ચુરી નહીં ફટકારી શકે તેમ જ સદંતર ફ્લૉપ જશે તેમ જ ભારતીય ટીમ પણ સારું પર્ફોર્મ નહીં કરી શકે.
કમિન્સે એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘હું હિંમતપૂર્વક અને દૃઢપણે કહી શકું એમ છું કે અમારે ત્યાં કોહલી એક પણ સેન્ચુરી નહીં ફટકારી શકે અને ભારતીય ટીમને અમે તમામ શ્રેણીઓમાં ખરાબ રીતે હરાવીશું.’
ઑસ્ટ્રેલિયા ખાતેના ગયા પ્રવાસ (૨૦૧૪-’૧૫)માં વિરાટ ઘણું જ સારું રમ્યો હતો. ભારત ટેસ્ટ-શ્રેણી ૦-૨થી હારી ગયું હતું, પરંતુ વિરાટના ૬૯૨ રન તમામ બૅટ્‌સમેનોમાં બીજા નંબરે હતા. તેણે ચાર ટેસ્ટમાં ચાર સદી ફટકારી હતી.
૪૮ વર્ષના મૅક્ગ્રાએ એવું પણ કહ્યું હતું કે ‘૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ બેમિસાલ ગણાતી હતી. એના બોલરો ત્યારે હરીફ ટીમોના કૅપ્ટનોને લક્ષ્યાંક બનાવતા હતા અને તેને કાબૂમાં રાખીને આખી ટીમ પર હાવી થઈ જતા હતા. હું પણ એવો જ અભિગમ અપનાવતો હતો. હરીફ ટીમના નંબર વન ખેલાડી અને કૅપ્ટન પર હાવી થઈ જાઓ તો પછી બધુ કામ આસાન થઈ જાય. જો ઑસ્ટ્રેલિયનો આગામી સિરીઝમાં કોહલીને અંકુશમાં રાખશે તો જીતવું સરળ બનતું જશે.

Related posts

VIRAT KOHLI સાઉથ આફ્રિકાની ટૂર પર T20 અને વન-ડે નહીં રમે

aapnugujarat

પર્થ ટેસ્ટ : ઇંગ્લેન્ડ ૪૦૩ રન રનમાં ઓલઆઉટ : ઓસ્ટ્રેલિયાનાં ૩ વિકેટે ૨૦૩ : સ્મિથનાં ૯૨ રન

aapnugujarat

ભારતીય એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને દિલ દઇ બેઠો હતો શોએબ અખ્તર!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1