Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

પર્થ ટેસ્ટ : ઇંગ્લેન્ડ ૪૦૩ રન રનમાં ઓલઆઉટ : ઓસ્ટ્રેલિયાનાં ૩ વિકેટે ૨૦૩ : સ્મિથનાં ૯૨ રન

પર્થના મેદાન ખાતે રમાઈ રહેલી એસીઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૦૩ રન ઓલઆઉટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ વિકેટે ૨૦૩ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ ૧૪૦ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ૨૦૩ રન કર્યા હતા. સ્મિથ ૯૨ રન સાથે રમતમાં હતો. પર્થના મેદાન ખાતે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ગઇકાલે ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં મજબૂત દેખાવ કરીને ચાર વિકેટે ૩૦૫ રન બનાવ્યા હતા. આજે સ્કોરને આગળ વધારતા ઇંગ્લેન્ડની ટીમ ૪૦૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ ૧૪૦ રન કર્યા હતા જ્યારે બેરશોએ ૧૧૯ રન કર્યા હતા. જો કે, અન્ય બેટ્‌સમેનો નિષ્ફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ૯૧ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે હેઝલવુડે ત્રણ વિકેટ ઝડપી હતી. અગાઉ ઇંગ્લેન્ડના કેપ્ટન રુટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે સફળ સાબિત થયો હતો. અત્રે નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ૨-૦ની લીડ ધરાવે છે. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. અત્રે નોંધનીય છે કે, બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ૧૨૦ રને શાનદાર જીત મેળવી હતી. સ્ટિવ સ્મિથના નેતૃત્વમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ટીમ જોરદાર દેખાવ કરી રહી છે.

Related posts

सौ फीसदी फिट भी न रहा तो भी खेलूंगा : वार्नर

editor

Terror funding case: Delhi court sents 3 Kashmiri separatists in judicial custody till 12 July

aapnugujarat

૭ વર્ષ સુધી ટેસ્ટ ટીમમાં ૧૨માં ખેલાડી તરીકે રહ્યો : યુવરાજ

editor

Leave a Comment

UA-96247877-1