Aapnu Gujarat
રમતગમત

ભારતીય એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને દિલ દઇ બેઠો હતો શોએબ અખ્તર!

ક્રિકેટર્સ અને બોલીવુડ અભિનેત્રીઓ વચ્ચેના સંબંધોના સમાચાર આવતા જ ચર્ચા થવા લાગતી હોય છે. હાલમાં જ ક્રિકેટના ઘણા ખેલાડીઓ અને બોલીવુડ અભિનેત્રીઓની જોડીઓ લગ્નના બંધનમાં બંધાયા. ૧૧ ડિસેમ્બરે ટીમ ઇન્ડિયાના ખેલાડી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કરી લીધા.
ત્યારબાદ ગત મહિને પૂર્વ બોલર ઝહિર ખાનના લગ્ન એક્ટ્રેસ સાગરિકા ઘાટગે સાથે થયા. યુવરાજ સિંહ અને હેઝલ કીચ, હરભજન સિંહના ગીતા બસરા સાથે, એમ ઘણા ક્રિકેટર્સના લગ્ન અભિનેત્રીઓ સાથે થયા છે.ભારતીય ક્રિકેટર્સ ઉપરાંત પાકિસ્તાની ખેલાડીઓનું નામ પણ બોલીવુડ અભિનેત્રીઓ સાથે જોડાની ચર્ચા રહી છે. મેદાનમાં ધુરંધર બેસ્ટમેનનોને પરસેવો છોડાવી દેનાર પાકિસ્તાની બોલર શોએબ અખ્તર પણ એક ભારતીય અભિનેત્રીને પોતાનું દિલ દઇ બેઠા હતા. આ એક્ટ્રેસ બીજી કોઇ નહીં પરંતુ સોનાલી બેન્દ્રે છે.એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાની બોલર શોએબ અખ્તરે સ્વીકાર્યું હતું કે તે સોનાલી બેન્દ્રેને પસંદ કરતા હતા. અખ્તર સાથે ડ્રેસિંગ રૂમમાં અન્ય ખેલાડીઓએ પણ અખ્તરના પર્સમાં સોનાલીની તસવીર જોઇ હતી.શોએબે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ભારતના પ્રવાસ દરમિયાન તેની મુલાકાત સોનાલી સાથે થઇ હતી. જે બાદ તે તેમને પસંદ કરવા લાગ્યો હતો.
શોએબ અખ્તરે મજાક કરતા એમ પણ કહ્યું કે જો સોનાલી તેમનો પ્રપોઝલ ન સ્વીકાર કરતી તો તે તેમનું અપહરણ લેતા. જોકે આ વાત અખ્તરે મજાકમાં કહી હતી.મહત્વનું છે કે સોનાલી બેન્દ્રે અને શોએબ અખ્તરના લગ્ન થઇ ચુક્યા છે. સોનાલી બેન્દ્રે વર્ષ ૨૦૦૨માં નિર્દેશક ગોલ્ડી બહેલ સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તરે વર્ષ ૨૦૧૪માં પાકિસ્તાની રુબાબ સાથે લગ્ન કરી લીધા હતા.

Related posts

કોમનવેલ્થ ગેમ્સઃ બેડમિંટન મિક્સ્ડ ટીમે ઇતિહાસ રચ્યો

aapnugujarat

કોહલીની બ્રાન્ડ સંખ્યા ઘટી પરંતુ આવકમાં વધારો થયો

aapnugujarat

ભારતીય ફાસ્ટ બોલરોની ઓસ્ટ્રેલિયામાં પરીક્ષા થશેઃ નેહરા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1