Aapnu Gujarat
રમતગમત

ભારતીય ફાસ્ટ બોલરોની ઓસ્ટ્રેલિયામાં પરીક્ષા થશેઃ નેહરા

પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરાનું માનવું છે કે, ભલે ભારતીય ફાસ્ટ બોલરોએ આ વર્ષે વિદેશની જમીન પર સારૂ પ્રદર્શન કર્યું હોય પરંતુ ઓસ્ટ્રેલિયાની મુશ્કિલ પરિસ્થિતિને કારણે આગામી શ્રેણી તેના માટે પડકારજનક રહેશે.  નેહરા ૨૦૦૩-૦૪ના પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી ૧-૧થી ડ્રો રમનારી ભારતીય ટીમનો સભ્ય હતો. તેનું માનવું છે કે વર્તમાનમાં ફાસ્ટ બોલરોને સફળ થવાની ઈચ્છા છે પરંતુ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની તુલનામાં ત્યાં પરિસ્થિતિ જુદી હશે.
નેહરાએ કહ્યું, ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને ભારત માટે આ સારી તક છે તેમાં કોઈ શંકા નથી. અમારી પાસે તેવું બોલિંગ આક્રમણ છે, જે તેને મુશ્કેલીમાં મુકી શકે છે. પરંતુ અમારે તે ન ભૂલવું જોઈએ કે ઓસ્ટ્રેલિયામાં પરિસ્થિતિ અલગ હશે જ્યાં વિકેટ સપાટ હોય છે અને ખૂબ ગરમી હોય છે.
તેણે કહ્યું, ઓસ્ટ્રેલિયામાં તેમને વધુ બાઉન્સ મળી શકે છે પરંતુ કૂકાબૂકાની સિલાઇ પૂરી થયા બાદ થોડી સ્વિંગ મળી શકશે. ત્યાં ઈંગ્લેન્ડની જેમ આખો દિવસ બોલ સ્વિંગ થતો નથી. એકવાર બાઉન્સ સાથે તાલમેલ બેસાડ્યા બાદ બેટ્‌સમેન આસાનીથી રમી શકે છે.  ઓસ્ટ્રેલિયાના મેદાન હંમેશા ફાસ્ટ બોલરો માટે ફિટનેસ સંબંધી પડાકર રજૂ કરે છે. નેહરાએ કહ્યું, ઈંગ્લેન્ડમાં જો તમારો ફાસ્ટ બોલર છ ઓવરના સ્પેલમાં બે વિકેટ લે તો કેપ્ટન વધુ વિકેટ મેળવવા બે કે ત્રણ ઓવર તેને આપે છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં હંમેશા આમ કરી શકાય નહીં.

Related posts

चीनी कंपनी वीवो नहीं होगी आईपीएल की स्पॉन्सर

editor

ધોની જુનિયર અને સિનિયર વચ્ચેનું અંતર કેવી રીતે દૂર કરવું તે જાણે છે : બાલાજી

editor

कपिल देव ने CAC के प्रमुख पद से दिया इस्तीफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1