Aapnu Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન ઠપ

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે જનજીવન ફરી એકવાર અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જુદા જુદા ભાગોમાં કલાકોના ગાળામાં જ નવ ઈંચ સુધીનો વરસાદ થયો છે. મળેલી માહિતી મુજબ આહવા, સાપુતારા, તાપીના સોનગઢ સહિતના વિસ્તારોમાં કલાકોના ગાળામાં જ ધોધમાર વરસાદના લીધે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ વધઈમાં ૮.૭ ઈંચ, આહવામાં ૭ ઈંચથી વધુ, સાપુતારામાં પાંચ ઈંચથી વધુ, ડાંગના સબર ગામમાં આઠ ઈંચથી વધુ, તાપીના સોનગઢમાં ૮ ઈંચથી વધુ વરસાદ ટુંકા ગાળામાં જ ખાબકી જતા તંત્રને સાવચેતીના પગલાં લેવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે નદીઓ પણ બે કાંઠે થઈ ગઈ છે. ડાંગમાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ધરમપુરમાં ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પગલે નદીઓમાં પાણીની સપાટી વધી ગઈ છે. દક્ષિણ ગુજરાતના સોનગઢમાં નવ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ડાંગ, વ્યારા, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તંત્ર દ્વારા નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતાલોકોને દરિયા કિનારે ન જવા અને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ વહીવટીતંત્ર સાબદુ થઈ ગયું છે. સંબંધિત અધિકારીઓને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. વરસાદી માહોલ હજુ અકબંધ રહે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાઓનો દોર જારી રહી શકે છે. ગુજરાતના અન્ય કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાનો દોર છેલ્લા ૨૪ કલાકમાં જારી રહ્યો છે. અમદાવાદમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ જોવા મળી રહી છે. હળવા વરસાદી ઝાપટા પડ્યા બાદ વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આંકડા ચોક્કસપણે ઓછા છે પરંતુ કેસો ઉપર નિયંત્રણ આવી રહ્યું નથી. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન ઝાડા ઉલ્ટીના ૨૬૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૨૮ અને ટાઇફોઇડના ૧૨૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૨ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જુલાઈ મહિના દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૯૪ કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં પણ વરસાદમાં વિરામની સ્થિતિ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પરિણામ સ્વરૂપે એકબાજુ તંત્ર સાબદુ થયેલું છે ત્યારે બીજી બાજુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. દક્ષિણ ગુજરાતમાં પહેલા પણ ભારે વરસાદ થયો છે. આ દોર જારી રહ્યો છે. સેલવાસ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતા અનેક નદીઓમાં પાણીની આવક અનેક ગણી વધી ગઈ છે જેથી કૃષિ સમુદાય ખુશખુશાલ પણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પરિણામ સ્વરૂપે અનેક નદીઓ બે કાંઠે થઈ છે. સાથે સાથે અનેક ડેમ છલકાઈ ગયા છે. અનેક ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે ડાંગમાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્કવિહોણા થઈ ગયા છે. નર્મદામાં આંબલી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના લીધે અનેક ગામો સંપર્કવિહોણા થયા છે. અંબિકા અને ઓરસંગ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે નદીઓના ઉપરવાસમાં પણ ભારે વરસાદથી મીંઢોળા અને અંબિકા નદી બે કાંઠે થઈ ગઈ છે. દમણગંગા નદીના ઉપરવાસમાં આવેલા મધુબન ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નદીમાં એક લાખ ક્યુસેક પાણી આવી ગયું છે. ધરમપુર ડાંગના ઉપરવાસમાં ભારે વરસાદના લીધે કોઝવે પાણીમાં ડુબી ગયો છે. આ ઉપરાંત ધરમપુરમાં વણખંભા ગામે આવેલી પારનદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને લઈને નદી બે કાંઠે થઈ ગઈ છે. તાપી જિલ્લામાં આવેલા ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો હોવાના અહેવાલ મળ્યા છે. ડોસવાડા ડેમમાં પાણીની સપાટી ૧૨૩.૪૪ સુધી પહોંચી છે. પાણીની સપાટી ચિંતાજનક રીતે વધી છે. બીજી બાજુ સુરતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવી ગયા છે. ઉકાઈ ડેમની સપાટી વધીને ૨૫૧.૦૧ સુધી પહોંચી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. ઓરસંગ નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. જનજીવન ઉપર પ્રતિકુળ અસર થઈ છે. દોસવાડા ડેમ ઓવરફ્લો થઈ જતા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દ. ગુજરાતમાં નદીઓમાં પાણીની સપાટી વધી રહી છે.

Related posts

અમદાવાદની યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા

aapnugujarat

બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરો ખરીદતી વખતે ખેડૂતોને કેટલીક બાબતો ધ્યાને લેવા અપીલ

aapnugujarat

ભરતસિંહના કારણે ચૂંટણી હાર્યા : ધીરૂ ગજેરા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1