Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈમાં ભારે વરસાદ હજુ જારી

દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં આજે સતત બીજા દિવસે પણ ભારે વરસાદ થયો હતો જેથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર રહ્યા હતા. રેલ અને વિમાની સેવા ફરી એકવાર ખોરવાઈ ગઈ હતી. ભારે અંધાધૂંધીનો દોર રહ્યો હતો. વરસાદના લીધે મુંબઈની ગતિ પણ રોકાઈ ગઈ હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રેન સેવાને અસર થઇ હતી. બીએમસી તરફથી વધુ સારી તૈયારીના વચનો આપવામાં આવ્યા હોવા છતાં મુંબઈના લોકો દર વર્ષે વધુને વધુ મુશ્કેલીનો સામનો કરે છે. આ વખતે પણ ચિત્ર અલગ નથી. મુંબઈ પોલીસે અન્ય એક મુંબઈ બ્રિજમાં તિરાડ હોવાના અહેવાલ આપ્યા છે. ગ્રાન્ટ રોડ પરના સ્ટેશન પર બ્રિજ પર તિરાડ પડી ગઈ છે જેથી નાના ચોકથી અન્યત્ર ટ્રાફિકને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. ટેકનિકલ ખામીના કારણે અંધેરી ખાતે પ્લેટફોર્મ નંબર ચારથી ટ્રેન સેવા કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી હતી જેથી કેટલીક ટ્રેનોને રદ પણ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં સતત ભારે વરસાદ જારી રહેવાના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતું. અનેક વિસ્તારોમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ગઇકાલે મંગળવારના દિવસે ભારે વરસાદના કારણે અંધેરીમાં રેલવે બ્રીજનો એક હિસ્સો તુટી પડતા કેટલાક લોકોને ઇજા થઇ હતી. રેલવે બ્રીજનો હિસ્સો તુટી પડ્યા બાદ વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેનોની અવર જવરને રોકી દેવામાં આવી હતી. જો કે, મોડેથી ટ્રેન સેવાને પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા બાદ ઘણી ટ્રેનો ફરી શરૂ થઇ હતી. અન્ય સેક્શનો ઉપર ટ્રાફિકને સામાન્ય કરવાના પ્રયાસો જારી રહ્યા હતા. અંધેરી સ્ટેશન પર આશરે એક ફુટ સુધી ઓવર બ્રિજ તુટી પડ્યા બાદ બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. આ બનાવમાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા. મુંબઇમાં સતત ભારે વરસાદના કારણે લોકો સવારમાં મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવા બંધ થતા સવારમાં લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદ હજુ જારી રહે તેવી શક્યતા છે. રેલવેમંત્રી પીયુષ ગોયેલે ગઇકાલે મંગળવારે ઉપનગરીય મુંબઈ રેલ નેટવર્કમાં તમામ બ્રિજના જોઇન્ટ સેફ્ટી ઓડિટનો આદેશ કર્યો હતો. આઈઆઈટી મુંબઈના નિષ્ણાતોના નેતૃત્વમાં આ ઓડિટની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી બાજુ ઘાયલ થયેલા તમામ પાંચ લોકોને એક-એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ તેમની સારવાર અંગેનો ખર્ચ પણ રેલવે ઉપાડશે. સુરક્ષાના કારણોસર અંધેરી નજીક ટ્રેનો ધીમીગતિએ વધી રહી છે. અંધેરી અને વિલેપાર્લે વચ્ચે તમામ લાઈનો પર કામગીરી ચાલી રહી છે.

Related posts

સારે મોદી ચોર બોલી રાહુલ ફસાયા : સુશીલ મોદી દ્વારા કેસ કરાયો

aapnugujarat

लासलगांव मंडी में ५० फीसदी बढ़े प्याज के दाम

aapnugujarat

પંજાબ કોંગ્રેસમાં બગાવત

editor

Leave a Comment

UA-96247877-1