Aapnu Gujarat
ગુજરાત

પ્રેમસંબંધ નથી રાખવો, વહુ, પુત્રને ખબર પડે તો તકલીફ

અનૈતિક પ્રણયસંબંધકમાં ઘણીવાર કેવા અણધાર્યા વળાંકો સર્જાતા હોય છે તેની પ્રતીતિ કરાવતો કિસ્સો બોપલ પોલીસમથકમાં નોંધાયો છે. ‘હવે મારે પ્રેમ સંબંધ નથી રાખવો, વહુ અને દીકરાને ખબર પડે તો આબરૂ જાય’ આ શબ્દો છે ઘુમા ગામમાં રહેતી ૫૦ વર્ષીય મહિલાના. ૨૦ વર્ષથી પ્રેમસંબંધ હોઈ અને મહિલાના પુત્રનાં લગ્ન થઇ ગયાં હોવાથી પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા આધેડ પ્રેમીએ બીભત્સ ફોટો અને રેર્કોડિંગ વાઈરલ કરવાની ધમકી આપી સંબંધ રાખવા દબાણ કર્યું હતું. મહિલાએ આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી પ્રેમીની ધરપકડની કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઘુમા ગામમા રહેતી ૫૦ વર્ષીય મહિલાને ગામમાં જ રહેતા મહેન્દ્રભાઈ સાથે ૨૦ વર્ષ પહેલાં પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને એક બીજાને મળતાં અને ફોન પર વાતચીત કરતા હતા. મહેન્દ્રભાઈએ ફોનમાં મહિલાના બીભત્સ ફોટો પાડી લીધા હતા. જોકે બંને બાળકો અને પરિવારવાળા હોવાથી ફોટોનો દુરુપયોગ નહિ કરે તેવો વિશ્વાસ મહિલાએ રાખ્યો હતો. મહેન્દ્રભાઈ ફોન પર ત્યારે ફોનમાં રેર્કોડિંગ પણ કરતા હતા. દરમ્યાનમાં બે મહિના અગાઉ મહિલાનાં પુત્રના લગ્ન ત્યાં હતા. ઘરમાં વહુ આવી ગઈ હોવાથી ‘મારે પ્રેમ સંબંધ નથી રાખવો, વહુ અને દીકરાને ખબર પડે તો આબરૂ જાય’ તેમ કહી પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં મહેન્દ્રભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોનમાં રહેલા બીભત્સ ફોટો અને રેર્કોડિંગ વાઈરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ રાખવા દબાણ કર્યું હતું. મહેન્દ્રભાઇએ મહિલાનેે પૈસા આપેલા છે તેવું સાબિત કરવા મહિલા પાસેથી બે કોરા ચેક અને ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સહી લઈ લીધી હતી. બે ચેક બેન્કમાં ભરી ચેક બાઉન્સ પણ કરાવ્યા હતા. મહેન્દ્રભાઈએ ગામમાં રહેતી બે વ્યક્તિને તેમના બીભત્સ ફોટો પણ બતાવી દીધા હતા. વારંવાર ધમકી અને ફોટો બતાવી દેતાં મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્રભાઈની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

Related posts

પાંચ કિલો, ૩૯૦ ગ્રામ ચરસ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

aapnugujarat

અમદાવાદ : વધુ ૮ ઇમારતને ફાયર વિભાગે નોટિસ ફટકારી

aapnugujarat

વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન સમારોહ મોટાફોફળિયામાં યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1