Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડાંગરના MSPમાં ક્વિન્ટલદીઠ ૨૦૦ રૂપિયા સુધીનો વધારો

વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા બજેટની ઘોષણા ઉપર અમલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ખેડૂતોને આજે મોટી ભેંટ આપી હતી. કેન્દ્રીય કેબિનેટે ચાવીરુપ ગણાતા ખરીફ પાક માટે નવા સમર્થન મૂલ્યને મંજુરી આપી દીધી છે. ડાંગરના સમર્થન મૂલ્યમાં ૧૩ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે અથવા તો ૨૦૦ રૂપિયાનો વધારો ક્વિન્ટલદીઠ કરવામાં આવ્યો છે. આની સાથે જ આની કિંમત હવે વર્ષ ૨૦૧૮-૧૯ના પાક વર્ષ માટે ક્વિન્ટલદીઠ ૧૭૫૦ રૂપિયા થઇ ગઇ છે. ૧૦ વર્ષ બાદ ખરીફ પાકમાં આટલો મોટો જંગી વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ૨૦૦૮-૦૯માં યુપીએ સરકારે ૧૫૫ રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. આ પગલું બજેટમાં ખેડૂતોને તેની પેદાશ ખર્ચ પૈકી ઓછામાં ઓછા ૧.૫ ગણા વધુ રકમની ખાતરી આપવામાં આવી હતી. તેના અમલરુપે છે. સુત્રોના કહેવા મુજબ ૧૪ ખરીફ પાકના એમએસપી સરકારે સ્વીકારી લીધા છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા ખેડૂતોની નારાજગી અને તેમની તકલીફોને દૂર કરવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેની બેઠકમાં આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટિએ ૧૪ ખરીફ પાક માટે એમએસપીને લીલીઝંડી આપી હતી. ડાંગરના એમએસપીમાં ૨૦૦ રૂપિયા સુધીનો વધારો કરીને તેની કિંમત ૧૭૫૦ રૂપિયા કરવામાં આવી છે જ્યારે ડાંગર ગ્રેડ-એમાં પ્રતિ ક્વિન્ટલ ૧૬૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કોટન (મિડિયમ)ના એમએસપીને ક્વિન્ટલદીઠ ૪૦૨૦ રૂપિયાથી વધારીને ૫૧૫૦ રૂપિયા કરી દેવમાં આવ્યો છે. આવી જ રીતે કોટન લાંબા માટેના એમએસપી ક્વિન્ટલદીઠ ૪૩૨૦ રૂપિયાથી વધારીને ૫૪૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. કઠોળની વાત કરવામાં આવે તો તુવેરના એમએસપીને ૫૪૫૦થી વધારીને ૫૬૭૫ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે મગના એમએસપી ૫૫૭૫થી વધારીને પ્રતિક્વિન્ટલ ૬૯૭૫ કરવામાં આવ્યો છે. આવી જ રીતે અડદના એમએસપી ૫૪૦૦ પ્રતિક્વિન્ટલથી વધારીને ૫૬૦૦ રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે. મકાઈના એમએસપી ૧૪૨૫ રૂપિયાથી વધારીને ૧૯૫૦ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય કરવામં આવ્યા બાદ સરકારના ખજાના ઉપર ૩૩૫૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. વધી ગયેલા એમએસપીનું મૂલ્ય ડીજીપીના ૦.૨ ટકાનો છે. વધારાના ખર્ચમાં ડાંગરની હિસ્સેદારી ૧૨૩૦૦ કરોડ રૂપિયાની છે. ગયા સપ્તાહમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, મંત્રીમંડળની આગામી બેઠકમાં એમએસપીમાં ઓછામાં ઓછો ૧.૫ ગણો વધારો કરવામાં આવશે જે ખરીફ પાકના એમએસપી પહેલાથી જ ઉત્પાદન ખર્ચ કરતા ૧.૫ ગણી છે તેમાં નજીવો વધારો થશે. ડાંગર, મગ જેવા પાકના એમએસપીમાં તીવ્ર વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજારમાં કિંમતો ઘટવાથી સ્થિતિને ખેડૂતોને વધુ સારા લાભ આપવાનો નિર્ણય કર્યો છે. મોદીએ પાક માટે નક્કી લઘુત્તમ સમર્થન મૂલ્યની ખાતરી કરવા માટે સૂચિત નવી ખરીદી પ્રણાલીના નાણાંકીય પ્રભાવને લઇને ચર્ચા વિચારણા કરી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ ૨૦૧૮-૧૯ના બજેટમાં જાહેરાત કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે વાતચીત કરીને નીતિ આયોગ એક વધુ સારી નીતિ જાહેર કરશે. કેબિનેટની મિટિંગમાં આજે અતિમહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. સામાન્યરીતે ખેડૂતોને મદદરુપ થવા માટે વાવણીની શરૂઆત પહેલા એમએસપીની જાહેરાત કરવામાં આવે છે.

Related posts

ઇન્ટ્રા ડેમાં વધુ ૧૨૭૫ પોઇન્ટનો કડાકો : ૫૬૧ પોઇન્ટ ડાઉન

aapnugujarat

ખંડણી પ્રકરણમાંં ઇકબાલ કાસ્કર આઠ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

માત્ર ૮૭ લોકો ૮૫,૦૦૦ કરોડ દબાવીને બેઠાં છે, શું કરો છો.. નામ જાહેર કરી દો : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1