Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઇન્ટ્રા ડેમાં વધુ ૧૨૭૫ પોઇન્ટનો કડાકો : ૫૬૧ પોઇન્ટ ડાઉન

વૈશ્વિક શેરબજારમાં હાલ પ્રવર્તી રહેલી અભૂતપૂર્વ મંદીની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આજે કારોબારની શરૂઆત થતાની સાથે જ બજારમાં કોહરામની સ્થિતી રહી હતી. શેરબજાર ફરી એકવાર પત્તાની મહેલની જેમ ધરાશાયી થતા કારોબારી ભારે ચિંતાતુર દેખાયા હતા. ૩૦ શેરના બીએસઇ સેંસેક્સમાં શરૂઆતી કારોબારમાં જ ૧૨૭૪ પોઇન્ટનો મોટો કડાકો બોલી ગયો હતો. આની સાથે જ રોકાણકારોની સૌથી ખરાબ સપનું સાચુ પુરવાર થયું હતું. શરૂઆતમાં અભૂતપૂર્વ મંદી રહ્યા બાદ બેંચમાર્ક ઇન્ડેક્સમાં બપોરના ગાળામાં રિકવરીની શરૂઆત થઇ હતી પરંતુ દલાલ સ્ટ્રીટ માટે મંગળવાર બ્લેક ટ્યુઝડેથી ઓછું રહ્યું ન હતું. આજે કારોબારના અંતે ઘણી રિકવરી થઇ હોવા છતાં સેંસેક્સ ૫૬૧ પોઇન્ટ ઘટીને ૩૪૧૯૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ પણ જોરદાર રિકવર થઇને અંતે ૧૬૮ પોઇન્ટના ઘટાડા સાથે ૧૦૪૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ૧૧૦૦૦ની સપાટી નિફ્ટીએ ગુમાવી દીધી હતી. સ્થિતી એ રહી હતી કે આજે કોઇ શેર ટોપ ગેનર્સની યાદીમાં રહ્યા ન હતા. વેચવાલીની સ્થિતી રહી હતી. કોઇ પણ સેક્ટરમાં તેજી રહી નથી. આઇટી, બેકિંગ, ફાર્મા, ફાયનાન્સ સહિતના તમામ સેક્ટરોમાં વેચવાલી જારી રહી હતી. વર્ષ ૨૦૧૫ બાદથી પ્રથમ વખત ઇન્ટ્રા ડે દરમિયાન ૧૨૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો થયો હતો. મિડકેપ ઇન્ડેક્સ આજે ૧૯૦૦૦થી નીચે પહોંચ્યો હતો. સૌથી વધારે નુકસાન સવારમાં તાતા મોટર્સમાં રહી હતી. ગઇકાલે સોમવારના દિવસે શેરબજારમાં મંદીની સ્થિતી વચ્ચે વધુ ૩૧૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જેથી તેન સપાટી ઘટીને ૩૪૭૫૭ થઇ ગઇ હતી. આવી જ રીતે નિફ્ટી ૯૪ પોઇન્ટ ઘટીને ૧૦૬૬૭ની નીચી સપાટી પર રહ્યો હતો. છેલ્લા ત્રણ કારોબારી સેશનમાં ૧૭૧૧ પોઇન્ટનો ઘટાડો થઇ ચુક્યો છે. આવી સ્થિતીમાં કારોબારી હચમચી ઉઠ્યા છે. કેટલાક નિષ્ણાંતો તો અહીં સુધી કહી રહ્યા છે કે બજારમાં હજુ બે હજાર પોઇન્ટનો ઘટાડો થઇ શકે છે. શેરબજારમાં આજે સતત મંદીનો દોર જારી રહ્યો હતો. શેરબજારમાં આજે સતત મંદીનો દોર જારી રહ્યો હતો. બ્લેક ફ્રાઇડેની સ્થિતી રહ્યા બાદ આજે ધારણા પ્રમાણે જ બજાર ખુલતાની સાથે મંદીની શરૂઆત થઇ ગઇ હતી. સિપ્લા અને ઇસર મોટર્સ દ્વારા બુધવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. બીપીસીએલ, એચપીસીએલ, એમએન્ડએમ, ઓએનજીસી , એસબીઆઇ અને તાતા સ્ટીલ દ્વારા તેમના પરિણામ શુક્રવારે નવમી ફેબ્રુઆરીના દિવસે જાહેર કરવામાં આવનાર છે.નિફ્ટીમાં હજુ ઘટાડો થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે જુદા જુદા પરિબળોની અસર હેઠળ શુક્રવારના દિવસે સેંસેક્સ કારોબારના અંતે ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં શુક્રવારના દિવસે મચી ગયેલા કોહરામ માટે અનેક પરિબળો જવાબદાર રહેતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં કારોબારીઓએ બ્લેક ફ્રાઇડેના દિવસે પાંચ લાખ કરોડ ગુમાવ દીધા હતા. તીવ્ર વેચવાલીનું મોજુ રહ્યું હતું. બીએસઈમાં તમામ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૪.૭ લાખ કરોડનો ઘટાડો થતાં તેની સંપત્તિ ૧૪૮.૪ લાખ કરોડ થઇ હતી. સતત રેકોર્ડ બનાવી રહેલા શેરબજાર ઉપર બજેટની અસર જોવા મળી હતી. બ્લેક ફ્રાઇડે હેઠળ બજાર તુટ્યા હતા. બજેટમાં કેટલીક નવી જોગવાઇ કરવામાં આવ્યા બાદ કારોબારીઓમાં દહેશત દેખાઇ રહી છે.નષ્ણાંતોની ગણતરી સાચી સાબિત થઇ હતી. તમામની નજર આરબીઆઇની પોલીસી સમીક્ષા બેઠક પર નજર કેન્દ્રિત થઇ ગઇ છે.આજે અફડાતફડી વચ્ચે સ્ટર્લિંગ ટૂલ્સના શેરમાં ૧૯ ટકા, દ્વારકેશ સુગરના શેરમાં ૨૦ ટકા, નંદન ડેનિમના શેરમાં ૨૧ ટકા, એમકે ગ્લોબલ ફાઈનાન્સિયલના શેરમાં ૨૦ ટકા, આઈએફબી એગ્રોના શેરમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો થયો છે. સતત છઠ્ઠા કોરાબારી સેશનમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.

Related posts

બેટા રાહુલ ગાંધી,હિન્દુસ્તાનમાં નામર્દો માટે કોઇ જગ્યા નથી : ઉદ્ધવ ઠાકરે

aapnugujarat

પેટાચૂંટણીમાં હાર બાદ શુક્રવારે મોદી ક્લાસ લેવાના મૂડમાં

aapnugujarat

વાહનો માટે ઓછા જીએસટી સ્લેબ માટે થયેલી રજૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1