શ્રેણીબદ્ધ સારા સમાચારના પરિણામ સ્વરૂપે શેરબજારમાં જોરદાર તેજીનું મોજુ હાલમાં ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં નિફ્ટીમાં ૩૨ ટકાનો નફો થઈ ચુક્યો છે અને ચીન બાદ બેસ્ટ પરફોર્મીંગ ઈન્ડેક્ષ તરીકે રહેતા કારોબારીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. આ વર્ષે હજુ સુધી નિફ્ટી બેસ્ટ પરફોર્મીંગ ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્ષ તરીકે રહેતા ભારતને લઈને નવી આશા જાગી છે. હેંગસેંગના ૧૫.૧૬ ટકા અને બ્રાઝિલના ૧૩.૬૯ ટકાની સરખામણીમાં ૧૬.૨ ટકા સાથે નિફ્ટી બેસ્ટ પરફોર્મીંગ ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્ષ તરીકે રહ્યો છે. બીએસઈમાં હિન્દુસ્તાન યુનિલિવર, પીએનજી, મારૂતી સુઝુકી, ટીવીએસ મોટર, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિત બીએસઈમાં ૮૦થી વધુ શેરમાં લાઈફ ટાઈમ હાઈ સપાટી જોવા મળી ચુકી છે. ભારતની સૌથી મોટી કન્ઝયુમર ગુડ્સ કંપની એચયુએલના શેરમાં પ્રથમ વખત ૧૦૦૦ રૂપિયાની સપાટી કુદી ગઈ છે. વર્ષ ૨૦૦૦માં આ શેરમાં વિભાજનની સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ અન્ય હકારાત્મક સમાચાર પણ રહ્યા છે. જેમાં હવામાન વિભાગના અધિકારીઓની આગાહીનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં મોનસૂનની નિર્ધારીત કાર્યક્રમની તારીખ કરતા બે દિવસ પહેલા એન્ટ્રી થઈ જશે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે એમ્પલોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) શેરમાં મૂડીરોકાણની મર્યાદા વધારી શકે છે. ઈપીએફઓ એક્ષચેન્જ ટ્રેડર ફંડમાં મૂડીરોકાણ ગયા વર્ષે ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા સુધી કરી શકે છે. શ્રમપ્રધાન બંદારૂ દત્તાત્રેય દ્વારા આ સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. ઈપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની મહત્વપૂર્ણ બેઠક ૨૭મી મેના દિવસે મળનાર છે. જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
ખૂબ જ હકારાત્મક ટ્રેડ ડેટા અને મોનસૂનના આગમનના સમાચારને લઈને સેન્સેક્સ અને નિફ્ટી ઉંચી સપાટી ઉપર પહોંચ્યા છે. અન્ય કેટલાક પરિબળો પણ આના માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. આ વર્ષે હજુ સુધી નિફ્ટી ૧૬.૨ ટકાના લાભ સાથે બેસ્ટ પરફોર્મીંગ ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્ષ તરીકે છે. હોંગકોંગ, બ્રાઝિલ, કોરિયા, સીંગાપુર, જર્મની, ફ્રાંસ, તાઈવાન, મલેશિયા અને અમેરિકામાં પણ ભારત કરતા માર્કેટ ઈન્ડેક્ષની સ્થિતિ નબળી રહી છે. રિટર્નની દ્રષ્ટીએ આંકડામાં આ તમામ ભારત કરતા પાછળ રહી ગયા છે જે ખૂબ સારા સંકેત તરીકે છે.
પાછલી પોસ્ટ