Aapnu Gujarat
મનોરંજન

ઇમરાન હાશ્મીને મોટી ફિલ્મ હાથ લાગી

ઇમરાન હાશ્મી હવે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો છે. ઇમરાન હાશ્મીના ડેબ્યુ પ્રોડક્શન હેઠળ હવે ફિલ્મ બની રહી છે. કેપ્ટન નવાબ નામની ફિલ્મમાં ઇમરાન હાશ્મી જ ટાઇટલ ભૂમિકા અદા કરી રહ્યો છે. ફિલ્મ ભરપુર એક્શન ફિલ્મ તરીકે રહી શકે છે. ઇમરાન હાશ્મી પ્રથમ વખત આર્મી ઓફિસરના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં ક્રિએટિવ સલાહકાર તરીકેની ભૂમિકામાં કમાલ ખાન છે. કમાલ ખાન પોતે અભિનેતા, નિર્માતા તરીકે રહ્યો છે. તેની પણ હમેંશા ટિકા થતી રહે છે. અગાઉ એવા હેવાલ આવ્યા હતા કે કમાલ ખાન સહ નિર્માતા તરીકે છે. જો કે કમાલે કહ્યુ છે કે તે માત્ર સલાહકાર તરીકે છે. નાણાંકીય રીતે કોઇ મદદ કરી રહ્યો નથી. તેનુ કહેવુ છેકે તે પટકથામાં થોડાક મદદ કરી રહ્યો છે. તેનુ કેહવુ છે કે નિર્દેશક ટોની ડી સોઝા તેમના નજીકના મિત્રો પૈકી એક છે. જેથી જ્યારે પણ તેઓ તેની સલાહ માંગે છે ત્યારે તે આપી દે છે. ફિલ્મ નિર્માણની જવાબદારી ઝીની રહેલી છે. કેપ્ટન નવાબ એક એક્શન ફિલ્મ રહેશે. ઇમરાન હાશ્મી પાસે અન્ય કેટલીક ફિલ્મો રહેલી છે જેમાં અજય દેવગનની સાથે ફિલ્મ બાદશાહોનો સમાવેશ થાય છે. જેમાં તે ઇશા ગુપ્તા સાથે નજરે પડનાર છે. ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં તેની અડધી ડ્રેસ ભારતીય સેનાની અને અડધી પાકિસ્તાનની સેનાની છે.ગયા વર્ષ ૨૦૧૬માં અઝહર ફિલ્મના નિર્માણ વેળા ટોની અને ઇમરાની જોડી સાથ નજરે પડી હતી. ઇમરાન હાશ્મીને બોલિવુડમાં સિરિયલ કિસર તરીકે ગણવામાં આવે છે પરંતુ તે હવે પોતાની છાપને ઝડપથી બદલી નાંખવા માટે ઇચ્છુક છે.
તે બાદશાહો નામની ફિલ્મમાં પણ છે. જે એક એક્શન ફિલ્મ છે. અજય દેવગન અને ઇમરાન હાશ્મી અગાઉ પણ બન્ને સાથે કામ કરી ચુક્યા છે. ફરી એકવાર ફિલ્મમાં સાથે આવી રહ્યા છે.

Related posts

સલમાનના લીધે બોલિવુડમાં ટકવામાં ડેઝી શાહ સફળ રહી

aapnugujarat

अभिनेत्री विद्या सिन्हा का 71 साल की उम्र में निधन

aapnugujarat

રાખી સાવંતે બૉયફ્રેંડ આદિલને લગ્ન માટે પ્રપોઝ કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1