રેલવે યાત્રી ભાડામાં કોઇ વધારો કરવામાં આવે કે ન આવે પરંતુ સેફ્ટીના નામ પર રેલવે યાત્રા મોંઘી કરવામાં આવી શકે છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પોતે કહ્યુ હતુ કે યાત્રીઓને રેલવે સેફ્ટી ફંડમાં યોગદાન આપવુ જોઇએ. ગયા બજેટમાં રેલવે સેફ્ટી માટે એક લાખ કરોડ રૂપિયાના રેલ સેફ્ટી ફંડની જાહેરાત કરવામાં આવી હતી. આ રકમ પાંચ વર્ષના ગાળા માટે હતી. એટલે કે દર વર્ષે ૨૦ હજાર કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આ ફંડમાંથી પાંચ હજાર કરોડ રૂપિયા દર વર્ષે નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવનાર છે. કેટલીક રકમ સેન્ટ્રલ રોડ ફંડમાંથી લાવવામાં આવશે. રેલવે યાત્રીઓને કદાચ જ આના કારણે કોઇ તકલીફ રહી હોય કે નુકસાનમાંથી બહાર નિકળવા માટે રેલવે યાત્રી ભાડામાં વધારો કરવામાં આવે. રેલવેમાં મુસાફરી કરતા લોકો વધુ સુવિધાની ઇચ્છા રાખે છે. અત્રે નોંધનીય છે કે હવે રેલવે દ્વારા યાત્રી ટ્રેનોને વધારે પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હજુ સુધી માલગાડીને વધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી હતી. ટ્રેન લેઇટ થવાના કારણે યાત્રી વ્યાપક ફરિયાદ પણ કરતા રહે છે. આ તમામ હિલચાલ વચ્ચે રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડના ચેરમેન પોતે ટ્રેનોની અવર જવર સમય પર થાય તે માટે પગલા લઇ રહ્યા છે. અધિકારી આ બાબત પર ધ્યાન આપી શકે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. આ જ કારણસર હાલના સમયમાં ટ્રેનો મોટા ભાગે સમયસર દોડતી થઇ ગઇ છે. રેલવે દ્વારા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યુ છે કે ઓછામાં ઓછા ૯૫ ટકા ટ્રેનો સમયસર દોડે. આ જ ઇરાદા સાથે રેલવે બોર્ડ પોતાના તમામ સભ્યો ઉપરાંત ડાયરેક્ટર જનરલના ત્રણ અધિકારીઓને પણ જવાબદારી સોંપી દીધી છે. છેલ્લા કેટલાક વર્ષોથી રેલવેમાં એવી ધારણા હતી કે, માલગાડીઓના કારણે જ રેલવેને ફાયદો થાય છે જેથી તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે પરંતુ હવે આની બિલકુલ વિરુદ્ધમાં પેસેન્જર ટ્રેનોને વધારે મહત્વ આપવામાં આવનાર છે. યાત્રીઓની વ્યાપક ફરિયાદો આના લીધે દૂર થશે. હવે યાત્રી ટ્રેનોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા આ બાબત ઉપર પણ વિચારણા કરવામાં આવી રહી છે કે, જે ડિવિઝન બંને મામલાઓમાં ઉદાસીન સાબિત થઇ રહ્યા છે તેમને નિચલા સ્તરના અધિકારીઓના બદલે ડિવિઝનલ રેલવે મેનેજર સ્તરના અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે. તેમની બદલીઓ કરવા સુધીના નિર્ણય આવી સ્થિતિમાં લેવામાં આવશે. ટ્રેનોની લેટલતીફીના કારણે યાત્રીઓમાં છેલ્લા ઘણા સમયથી નારાજગી જોવા મળી રહી છે. રેલવેને વર્ષભરમાં જંગી નુકસાન નૂરના કારણે થઇ રહ્યું છે. આઠ અધિકારીઓને જુદા જુદા ઝોન આપી દેવામાં આવ્યા છે. રેલવે યાત્રીઓને વધુને વધુ સુવિધા આપવા માટે રેલવે દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. હવે રેલવે ટુંક સમયમાં જ યાત્રીઓેને પોતાની પસંદગીની ફિલ્મો અને ટીવી કાર્યક્રમ પણ દર્શાવશે. ખાસ ટ્રેનોમાં એવી સુવિધા આપવા જઇ રહી છે જેમાં તેઓ પોતાના લેપટોપ અને મોબાઇલ ફોન પર લોકપ્રિય ફિલ્મો, ટીવી અને પસંદગીના કાર્યક્રમને જોઇ શકશે. પ્રથમ તબક્કામાં આ સુવિધા રાજધાની અને શતાબ્દીમાં શરૂ કરવામાં આવી રહી છે.
મોડેથી અન્ય ટ્રેનોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે.રેલવે દ્વારા એકપછી એક પગલા યાત્રી સુવિધા વધારી દેવા માટે લેવામાં આવી રહ્યા છે. કારણ કે યાત્રીઓ હવે વારંવાર રજૂઆત પણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાફ સફાઇને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રેલવે યાત્રીઓની સુવિધાની સાથે સાથે સુરક્ષા પર ગંભીરતા દર્શાવે તે ખુબ જરૂરી છે.