Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મિશન ૨૦૧૯ : નીતિશ સાથે શાહની ૧૨મીએ વાતચીત

બિહારમાં ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને જેડીયુ અને ભાજપ વચ્ચે ખેંચતાણ જારી છે ત્યારે હવે ભાજપ પ્રમુખ અમિત શાહ મેદાનમાં આવી ગયા છે. અમિત શાહ નીતિશકુમારને મનાવી લેવા માટે કમરકસી ચુક્યા છે. નીતિશકુમારના મહાગઠબંધનમાં સામેલ થવાની અટકળો વચ્ચે એનડીએમાં ઉથલપાથલનો દોર ચાલી રહ્યો છે. આના પરિણામ સ્વરુપે આ તમામ અટકળોનો અંત લાવવા ભાજપ પ્રમુખ અમિત શાહ જવાબદારી સંભાળી ચુક્યા છે. ૧૨મી જુલાઈના દિવસે બિહારના પ્રવાસ પર અમિત શાહ નીતિશકુમાર સાથે વાતચીત કરશે. બિહારમાં એનડીએના અન્ય સાથી પક્ષો સાથે તેમની સાથે પણ વાતચીત કરશે. એમ માનવામાં આવે છે કે, બિહારમાં એનડીએમાં કોઇ ખેંચતાણ અને વિખવાદની સ્થિતિ નથી તેવો સંદેશો આપવાના હેતુસર આ બેઠખ યોજાનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૧૨મી જુલાઈના દિવસે પટણામાં જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે વાતચીત કરનાર છે. અમિત શાહ અને નીતિશની આ વાતચીત બિહારમાં જેડીયુ અને ભાજપ ગઠબંધનને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જેડીયુ દ્વારા બિહારમાં ૪૦ લોકસભા સીટો પૈકી ૨૫ સીટો માટે દાવો કર્યો છે. જેડીયુ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, બિહારમાં એનડીએના નેતા તરીકે નીતિશકુમાર રહેશે. તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવશે. જો કે, જેડીયુના આ દાવાના લીધે ભાજપના સ્થાનિક નેતાઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ મુદ્દા ઉપર કોઇપણ સહમતિ સધાઈ નથી. અમિત શાહ નીતિશકુમાર ઉપરાંત એનડીએના અન્ય સાથી પક્ષો એલજેપી અને આરએલએસપીના નેતાઓ સાથે પણ વાતચીત કરશે. બિહારમાં એનડીએમાં કોઇપણ ખેંચતાણની સ્થિતિ નથી તે બાબત પુરવાર કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. અમિત શાહ ૧૨મી જુલાઈના દિવસે સવારે પટણા પહોંચશે. સૌથી પહેલા તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરશે. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીની તૈયારીઓના મુદ્દા ઉપર વાતચીત કરવામાં આવશે. તમામ સાંસદ, ધારાસભ્યો અને એમએલસીની સાથે આ બેઠક યોજવામાં આવશે. ભાજપના નેતાઓ સાથે બેઠક યોજવામાં આવ્યા બાદ અમિત શાહ નીતિશકુમાર અને એનડીએના અન્ય ઘટક પક્ષો સાથે વાતચીત કરશે. નીતિશકુમાર ફરીથી મહાગઠબંધનમાં પરત ફરે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. હાલમાં જ નીતિશકુમારે આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવને ફોન કરીને તેમના આરોગ્ય અંગે માહિતી મેળવી હતી જેના લીધે અટકળોનો દોર શરૂ થયો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ નીતિશને મહાગઠબંધનમાં પરત ફરવાના સંકેત આપી ચુક્યા છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે, નીતિશ માટે મહાગઠબંધનના તમામ રસ્તા બંધ થઇ ચુક્યા છે.

Related posts

लोकलुभावन वाला नहीं होगा बजट : मोदी ने दिया संकेत

aapnugujarat

મહાશિવરાત્રિ સ્નાન સાથે આજે કુંભની પૂર્ણાહૂતિ

aapnugujarat

बजट समग्र विकास और हर वर्ग के कल्याण के लिए है : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1