Aapnu Gujarat
બ્લોગ

હેલ્થ ડ્રીંક્સ સ્વાસ્થ્ય માટે ખતરાજનક

આજકાલ ચા અને કોફી જેવા પીણાઓના ગુણગાન ગાતા સંશોધનો પણ બહુ છપાય છે. પરંતુ આ બંને પીણાનો વૈદિક ગ્રંથોમાં કોઈ ઉલ્લેખ નથી. અંગ્રેજોએ તેમની સ્વાદેન્દ્રિય સંતોષવા માટે આપણા દેશમાં ઠેકઠેકાણે ચા અને કોફીના વાવેતર કર્યા હતા. પણ પછી થયું એવું કે એક વાર પાશ્ચાત્ય દેશોની જરૃરિયાત સંતોષાઈ ગઈ પછી અંગ્રેજોએ ભારતીયોને આ પીણાના ગુલામ બનાવીને પોતાનો ધંધો ચાલુ રાખ્યો. આજે કેટલીય ભારતીય કંપનીઓ પણ દેશના લોકોને ચા કોફીની આદત પાડવા માટે જાતજાતના ગતકડાં કરતી રહે છે. એક અંદાજ પ્રમાણે આપણે ત્યાં રોજ ૪૦ કરોડ લોકો બે થી ત્રણ કપ ચા પીએ છે. એક કપ ચા પાછળ પાંચ રૃપિયાનો ખર્ચ ગણો તો પણ આપણે રોજ ચા પાછળ જ ફક્ત ૬૦૦ કરોડ રૃપિયાનું આંધણ કરી દઈએ છીએ. કોફીના તો જૂદા. જો ફક્ત એક અઠવાડિયા માટે પણ ચા અને કોફી પીવાનું સદંતર બંધ થઈ જાય તો બચેલા પૈસામાંથી આખું કચ્છ ફરીથી ઊભું કરી શકાય. ચામાંનું નિકોટીન અને કોફીમાંનુ કેફેન નામનું તત્ત્વ નશો ચઢાવે છે એ વાત તો સાબિત થઈ જ ગઈ છે. વળી ચા અને કોફીના બગીચાઓએ જે જગા રોકી છે એ સ્થાને શાકભાજી, ફળફળાદિ તેમજ અનાજ ઉગાડીને ભારતના કરોડો ભૂખ્યાઓને બે ટંક જમવાનું આપી શકાય છે. આ સિવાય તાલ (તાડી)ના વૃક્ષમાંથી મળતો નીરો, નાળિયેર પાણી અને ખસખસ અને આમળાનું શરબત પણ ગુણવર્ધી ગણાય છે. કુદરતે છૂટે હાથે આ પીણા આપણને આપ્યા છે તો હાનિકારક બજારુ પીણામાં સ્વાસ્થ્ય તેમજ પૈસા બગાડવામાં ક્યાંની અક્કલમંદી છે? ડિસ્કોથેક અને પબમાં આજકાલ જુદા પ્રકારના ડ્રીંક મળતા થયા છે. કુદરતી જડીબુટ્ટીઓ અને બીજા તત્ત્વોમાંથી બનાવેલા મનાતા આ પીણાંઓ હેલ્થડ્રીંક અથવા એનર્જી ડ્રીંકના નામે શોખીનોના માથે ઠપકારાય છે. પાણીમાં અમુક તમુક જાતના કૃત્રિમ એસેન્સ અને રસાયણ ભેળવીને બનાવાયેલા કોલા ઓછા હતા તે આવા એનર્જી ડ્રીંક્સ બજારમાં મૂકી દેવામાં આવ્યા છે. પરંતુ તેના વેચાણ માટે આક્રમક પ્રચાર ન કરવામાં આવતો હોઈ તેને વિશે સામાન્ય જનતાને બહુ ખબર નથી. બે વર્ષ પૂર્વે હૈદ્રાબાદ ખાતે ઓસ્ટ્રીયન બનાવટનું એક પીણું લોંચ કરાયું હતુ. આ પીણા બનાવતી કંપનીનો દાવો છે કે તે પીવાથી શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે અને બધા અવયવો વધુ સક્ષમ બને છે. તે સિવાય પીણું કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી આપતું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. ૨૫૦ મિલીની બાટલી માટે ૮૦ રૃપિયા વસૂલાય છે. છ મહિના પહેલાં અન્ય એક ઓસ્ટ્રીયન કંપનીએ બહાર પાડેલું હેલ્થ ડ્રીંક્સ પણ એટલા જ ભાવે વેચાય છે. જો કે તેને બહુ સફળતા મળી નથી. આ ઉદ્યોગના જાણકારો કહે છે કે ભારતમાં હેલ્થ ડ્રીંકનો કોન્સેપ્ટ હજુ લોકો પચાવી શક્યા નથી. અગાઉ જણાવ્યા પ્રમાણે પબ અને ડિસ્કોથેકમાં નિયમિત જનારાઓ આ પીણાંઓ વિશે જાણે છે અને ઘણા નિયમિત પીએ પણ છે. કેટલાક વળી વધારાની ’કીક’ મેળવવા માટે આવા પીણામાં વોડકા અને લીંબુ ભેળવીને પીએ છે. રાત્રે પાર્ટી દરમિયાન આવા ડ્રીંક પીવાથી બીજા દિવસે સવારે હેંગ ઓવર થતો નથી એવું તે પીનારાઓ કહે છે. ઉપરાંત આવા પીણાંઓ શરીરમાં ઉત્સાહનો સંચાર કરતા હોવાનું પણ કહેવાય છે. તેમાં જીનસેંગ નામની જડીબુટ્ટી પણ હોવાથી જાતિય શક્તિ વધતી હોવાનું ઘણા માને છે. સાચું ખોટું ભગવાન જાણે પણ આ એનર્જી ડ્રીંક્સના સંચાલકોનો દાવો છે કે જાહેરખબર કર્યા વિના પણ તેમના પીણાએ સારું એવું માર્કેટ કબજે કરી લીધું છે. જો કે આહારશાસ્ત્રીઓએ અને કસરતવીરો આવા ડ્રીંકને આવશ્યક ગણતા નથી. કેટલાક તો એવું પણ માને છે કે આવા મોંઘાદાટ પીણાં પીવા કરતાં તો ગ્લુકોન ડીનો ગ્લાસ ગટગટાવી જવો સારો. અમેરિકાની ગેરોરેડ સ્પોટ્‌ર્સ સાયન્સ ઈન્સ્ટ્ટિયૂટના મુખ્ય પત્રમાં લેસ્લી બોન્સાઈ નામના નિષ્ણાતે એક લેખમાં લખ્યું છે કે, એનર્જી ડ્રીંક્સ એ શરીર માટે બહુ જરૃરી નથી. તે કઈ રીતે શરીરને ઊર્જાશીલ રાખે છે એ જાણી શકાયું નથી કે નથી એવું સાબિત થયું. આ તરફ બ્રિટિશ જર્નલ ઓફ કેન્સરના અંકમાં કેર્નેટાઈન નામના હેલ્થ ડ્રીંક માટે એવું લખવામાં આવ્યું છે કે આ ડ્રીંક પીવાથી કેન્સરના દરદીઓ ઊર્જાનો અનુભવ કરી શકે છે. દિલ્હીની એક સંસ્થાએ એકપ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ હેઠળ ૨૭ વર્ષના એક યુવાનને તે કસરત શાળામાં ગયો એ પહેલાં આ પીણાનું એક કેન પીવડાવવામાં આવ્યું હતું. એ યુવકે પોતાના અનુભવમાં લખ્યું, ’’પેલુ જાદુઈ પીણું હાલમાં મારા પેટમાં છે. મેં તે ૨૦ મિનિટ અગાઉ પીધું હતું. હાલ હું કસરત શાળામાં છું અને ખૂબ જોમ સાથે કસરત કરી રહ્યો છું. મારી સામે ૪૦ વર્ષથી સહેજ ઓછી એવી એક સ્ત્રી કસરત કરી રહી છે. મને એ સ્ત્રી જોડે પ્રેમાલાપ કરવાનું બહુ મન થઈ રહ્યું છે. … હવે મારો ’નશો’ ઉતરી ગયો છે. એ પીણું પીધાને એક કલાક થઈ ગયો છે, હું હવે શાંતિ અનુભવ છું. મારી કામેચ્છા મંદ પડી ગઈ છે. એ જુસ્સો અને કામેચ્છા, પીણુ પીવાને કારણે જાગ્યા હતા કે પછી તેની પાછળ કોઈ મનોવિજ્ઞાની પરિબળ કામ કરી રહ્યું હતું એ હું ખાતરીપૂર્વક કહી શકતો નથી. આવા પીણાં બનાવવામાં જીનસેંગ નામની જડીબુટ્ટી વપરાય છે તે જાતીય વૃત્તિ ઉત્તેજવાનું કામ કરતી હોવાનું કહેવાય છે. પણ આ અંગેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. તે સિવાય તેમાં ટાઉરાઉન નામક એમાઈનો એસિડ હોય છે જે હાર્ટ માટે ઉપયોગી પ્રોટીન હોવાનું કહેવાય છે. પણ તેનીય વૈજ્ઞાનિક સાબિતી મળી નથી. એમેઝોેનના વર્ષાવનોમાં મળતી ગુવારાના નામની વનસ્પતિનો અર્ક પણ આ પીણામાં નખાય છે. આ વનસ્પતિ કેફેન અને કોકેઈનની જેમ નશાકારક હોવાનું પુરવાર થયું છે. છેલ્લે કૃત્રિમ સ્વાદ માટે ઘણી જાતના એસેન્સ પણ વપરાય છે. અને વીટામીન બી ૧૨ પણ ઉમેરાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે હાર્ટ પેશન્ટો, સ્ત્રીઓ અને તરૃણોએ આવા પીણા ટાળવા જોઈએ. આ લોકો હાલમાં તો સિને કલાકારોને ટીવી પર કોલા પીતા જોઈને એ ડ્રીંક્સ પર તૂટી પડયા છે. પરંતુ તેઓ ભવિષ્યમાં આ પીણાં તેમના શરીરનો કેવો ખુરદો બોલાવી શકે તે જાણતા નથી. આ પીણાંઓની પીએચ વેલ્યુ ૩.૪ની મતલબ કે તેમાં તેજાબી તત્ત્વોનું પ્રમાણ ઘણુ છે. પીણામાં ગંધકના મુકાબલે પોટેશ્યિમ, કેલ્શ્યિમ, મેગ્નેશિયમ વગેરેની જે માત્રા હોય તેને એસિડીટીનો આંક કહેવાય છે. આ આંક પીએચ એકમમાં મપાય છે. ૩.૪નો પીએચ ધરાવતું પીણું દાંત અને હાડકાં ઓગાળી નાખવા પણ સક્ષમ છે! આ પીણામાં શરીરને ગુણકારી એક પણ ત્તત્વો હોતા નથી. ઉપર જણાવેલા તત્ત્વો શીરા, ધમની, ત્વચાના તંતુઓ વગેરેમાં જમા થાય છે. કિડનીમાં પણ તે જમા થઈને કાળક્રમે પથરીનું સ્વરૃપ ધારણ કરે છે. ઠંડા પીણામાં ખરું પૂછો તો સાકર, કાર્બોનિક એસિડ અને કેટલાક એસેન્સ સિવાય કશું હોતું નથી. માનવીના શરીરનું તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ હોય છે. આ તાપમાનમાં જ શરીરનું પાચનતંત્ર બરાબર કામ કરી શકે છે. પણ સોફ્ટ ડ્રીંક પીધા બાદ શરીરના તાપમાનમાં કેટલાક સમય માટે ખૂબ બધો ઘટાડો થાય છે. આથી પાચનક્રિયામાં અંતરાય નડે છે. હોટેલમાં જમવાની સાથે ઘણા કહેવાતા આધુનિક લોકો પાણીના બદલે સોફ્ટ ડ્રીંક પીએ છે ને પછી અપચાના શિકાર થઈ પડે છે. ફિલ્મ કલાકારોના રવાડે ચઢેલા કોલેજિયનોમાં કોણ સૌથી વધુ ઠંડા પીણાની બોટલ ગટગટાવી જાય એવી શરતો ખેલાય છે. બે વર્ષ પૂર્વે દિલ્હીની એક કોલેજમાં આવી શરત લાગી ત્યારે એક જણો ૮ બાટલી કોલા ગટગટાવી ગયો હતો. એ શરત તો જીત્યો પણ બેભાન થઈ ગયો હતો. એને હોસ્પિટલમાં લઈ ગયા તો ખબરી પડી કે રક્તમાં મર્યાદા બહાર કાર્બન ડાયોક્સાઈડ જમા થઈ ગયો હતો. એ યુવકને જો કે બચાવી લેવાયો હતો. પણ પ્રિન્સિપાલે ત્યાર પછી કોલેજની કેન્ટીનમાં ઠંડા પીણાં વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતમાં વેચાતાં એનર્જી ડ્રીન્કસમાં કેફિનનું અતિ જોખમી પ્રમાણ હોવાનું દિલ્હી ખાતેની બિન સરકારી સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (સીએસઈ)એ લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા બાદ જણાવ્યું હતું. આ ટેસ્ટ અનુસાર ૪૪ટકા નમૂનાઓમાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી કેફિનની મહત્તમ મર્યાદાનો ભંગ થયો હતો. સીએસઈએ જાણીતી બ્રાન્ડના એનર્જી ડ્રીન્કનું પરીક્ષણ કર્યું હતું અને શોધી કાઢ્યું હતું કે, સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા કેફીનના ૧૪૫ પી.પી.એમપ્રમાણનું ઉલ્લંઘન થયેલું ઘણા નમૂનામાં જોવા મળ્યું હતું. આ બિનસરકારી સંસ્થાએ ચેતવણી પણ આપી હતી કે, આ ઉદ્યોગ સરકારી નિયમોને હળવા બનાવવાનું દબાણ કરી રહ્યો છે જેથી અન્ય હાનિકારક રસાયણો સાથે આ એનર્જી બુસ્ટરના વધુ પ્રમાણને કાયદેસર બનાવી શકાય. નવા નિયમ હેઠળ, યુવાનો અને સ્વાસ્થ્યપ્રેમીઓને લક્ષ્યમાં લઈ ઉત્પાદિત કરવામાં આવતાં આ પીણાંમાં કેફિનનું પ્રમાણ બમણા કરતાં વધુ કરવાની ઇચ્છા આ ઉદ્યોગ ધરાવે છે. પ્રિવેન્શન ઓફ ફૂડ એડયુલ્ટરેશને કાર્બોનેટેડ પીણામાં કેફીનના ૧૪૫ પી.પી.એમ.ના પ્રમાણને મંજૂરી આપી છે. પરંતુ એનર્જી ડ્રીન્કના ઉત્પાદકો ૩૨૦ પી.પી.એમ.નું પ્રમાણ ઇચ્છે છે. વધુ પડતાં કેફીનની સ્વાસ્થ્ય પર ગંભીર અવળી અસર થઈ શકે છે. ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલના ખેલાડીઓ રમત દરમિયાન અમુક ખાસ પ્રકારનાં શક્તિવર્ધક પીણાં પીએ છે. રમત દરમિયાન ખેલાડીઓને થાક લાગે અને ઘણો પરસેવો પણ થાય. પરિણામે તેઓને અશક્તિ લાગે અને તેમનો દેખાવ પણ નબળો રહે. જોકે મોટાભાગના રમતવીરો અમુક ખાસ પ્રકારનાં પીણાં પીતા રહીને તેમની શક્તિ અને જુસ્સો જાળવી રાખે છે. એવું જાણવા મળ્યું છે કે આવાં પ્રકારનાં ’સ્પોર્ટસ ડ્રીન્ક’ વારંવાર પીવાથી ખેલાડીના દાંતને નુકસાન થાય છે.

Related posts

એક અદભૂત યુદ્ધ કથા એટલે કારગીલ યુદ્ધ

aapnugujarat

વજન ઘટાડવાની દવા ઘાતક પુરવાર થઇ શકે છે : રિપોર્ટ

aapnugujarat

शिवसेना की भाजपा को ललकार : हिम्मत है तो आओ सामने

aapnugujarat

Leave a Comment

UA-96247877-1