Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં ચાલુ ગાડીમાં યુવતી ઉપર બળાત્કાર

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કર્યું હતું અને અપહરણ બાદ ચાલુ કારમાં જ તેણીને વારંવાર બળાત્કારનો ભોગ બનાવતાં શહેરભરમાં આ બનાવને પગલે જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. યુવતીને બેરહમીથી દુષ્કર્મનો ભોગ બનાવનાર શખ્સોએ યુવતીનો બિભત્સ વીડિયો પણ ઉતારી લીધો હતો અને તેણીને વીડિયો વાયરલ કરી ઇન્જેકશન પણ આપ્યા હતા. માનવતાને શર્મસાર કરતા સનસનીખેજ આ બનાવને લઇ સેટેલાઇટ પોલીસ સહિત સમગ્ર શહેરની પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. બીજીબાજુ, આવું અત્યંત ઘૃણાસ્પદ અને અમાનવીય કૃત્ય આચરનારા આરોપીઓ પરત્વે ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે. ઘટના બાદ વૃષભ નામના યુવકે સોશિયલ મીડિયામાં ફોટા મોકલીને પ૦ હજારની માગ કરી હતી. મણિનગર પાસે પણ યુવતીને કારમાં બેસાડી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ઇન્જેક્શન આપ્યાં હતાં. ઇસનપુરની કોન્ફી હોટલ પાસે પણ કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ શરીરે અડપલાં કરી વીડિયો બનાવી લીધો હતો. આ અંગે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ ઘોડાસર વિસ્તારમાં રહેતી એક યુવતી માર્ચ મહિનામાં નહેરૂનગર સર્કલ પાસે સ્કૂટર લઈને ઊભી હતી ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં મંકી કેપમાં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા અને યુવતી કંઇ સમજે તે પહેલાં જ તેને કેફી પદાર્થ સુંઘાડીને તેનું અપહરણ કરી લીધું હતુ. કારમાં બેસાડયા બાદ બે શખ્સોએ ચાલુ ગાડીમાં જ તેણીની પર બેહરમીથી બળાત્કાર ગુજાર્યો હતો. હેવાનિયતભર્યા આ કૃત્યનો અન્ય શખ્સોએ મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. એટલું જ નહી, યુવતીને લાકડીથી માર મારી તેનાં મોબાઈલ-પર્સ પણ લઈ લીધાં હતાં અને આ ઘટના અંગે જો કોઈને કહેશે તો તેના બોયફ્રેન્ડ અને બહેનને મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં તેને છોડી દીધી હતી. એ પછી વૃષભ નામના યુવકે આ યુવતીને ઇન્સ્ટાગ્રામમાં બીભત્સ ફોટા મોકલીને તેની સાથે હોટલમાં આવવા જણાવ્યું હતું તથા ધમકી આપીને રૂ. પ૦ હજારની માગણી પણ કરી હતી. દરમ્યાનમાં કાંકરિયા જલધારા વોટરપાર્ક પાસે ફૂટપાથ પરથી તે પસાર થતી હતી ત્યારે તેની પાસેથી સોનાની વીંટી અને રૂ. ૩૭૦૦ પણ લઇ લીધા હતા. થોડા દિવસ બાદ મણિનગરના સત્યમ્‌ ટાવરની ગલીમાં બે અજાણ્યા યુવક અને યુવતી મોં પર રૂમાલ બાંધી આવ્યાં હતાં અને યુવતીને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને નહેરૂનગર પાસે લીધેલાં મોબાઈલ અને પર્સ પરત આપી દીધાં હતાં. એ વખતે આવનાર શખ્સો અને યુવતી બળજબરીપૂર્વક પીડિત યુવતીને ડાબા ખભા પર ઇન્જેક્શન આપી ફરાર થઈ ગયાં હતાં. બે દિવસ પહેલાં પીડિત યુવતી ઈસનપુરની કોન્ફી હોટલ પાસેથી ચાલતાં જતી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઈસમ કારમાં આવ્યા હતા. સ્પ્રે છાંટીને પ્રિયાને ગાડીમાં ખેંચી તેનાં શરીરે અડપલાં કર્યાં હતાં. આ બધું ગૌરવ કરાવે છે તેમ કહી અજાણ્યા ઈસમો પ્રિયાને જયમાલા રોડ પર ઉતારીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના ં અંગે યુવતીએ તેનાં માતા-પિતાને વાત કરતાં તેઓ દ્વારા અભયમ્‌ હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમ તેને લઈને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઇ જતાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધી હતી, પરંતુ બનાવની શરૂઆત સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હોઈ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરવામાં આવી છે.
સેટેલાઈટ પોલીસે વૃષભ, યામિની, ગૌરવ દાલમિયા સહિતના લોકો સામે અપહરણ, બળાત્કાર, આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે, માનવતાને શર્મસાર કરતાં આ બનાવને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે.

Related posts

અમદાવાદ : વર્ષ ૨૦૧૯-૨૦નું વધારાના કરવેરા વિનાનું બજેટ

aapnugujarat

એમજેમાં વાંચકો-લોકોને ટૂંકા વસ્ત્રની સાથે જવા પર પ્રતિબંધ

aapnugujarat

વિસનગરમાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાની કારોબારી બેઠક મળી

editor

Leave a Comment

UA-96247877-1