Aapnu Gujarat
ગુજરાત

ઉ. ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં બપોર બાદ એકાએક વાતાવરણ પલ્ટો થતાં ૧ થી ૩ ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના શાપર વેરાવળમાં ૨ ઈંચ, અમરેલીમાં ભારે પવન સાથે ૨ ઈંચ થયો છે. દાધીયા ગામની ધાણો નદીમાં પૂર આવ્યા હતા. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
પાટણના સિદ્ધપુરમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સુધીમાં વરસાદ વરસી શકે છે. હાલમાં ઉત્તર ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થવા લાગ્યો છે. અમદાવાદમાં માહોલ બદલાયો છે. વાતાવરણમાં ઠંડકના માહોલ સાથે વાદળો છવાયા છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી છે. ગુરૂવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ૩૬ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.
હાલમાં ગુજરાતને ત્રણ વરસાદી સિસ્ટમ અસરકર્તા છે.. જેને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ રાજસ્થાન અને તેને અડીને આવેલા ગુજરાતના વિસ્તારો પર એક અપર એર સાયકલોનિક સર્કયુલેશન સક્રિય છે.. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને તેને સંલગ્ન વિસ્તારો પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયેલુ છે. તેમજ દક્ષિણ ગુજરાતથી લઇને કેરળના સમુદ્ર તટ પર ઓફ શોર ટ્રફ સક્રિય છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ તેમજ રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. હાલમાં ચોમાસુ વેરાવળ, અમરેલી અને અમદાવાદ પહોંચીને આગળ વધતુ અટકી ગયું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.તો આ તરફ સાબરકાંઠાના ઇડરમા પણ વરસાદ શરૂ થયો હતો.વરસાદની બીજી ઇનીંગ શરુ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસતા વરસાદમાં બાળકો મસ્તી કરતા જોવા મળ્યા હતા તો કેટલાકે છત્રી લઇને ઘરની બહાર નીકળીને વરસતા વરસાદની મજા માણી હતી.ધીમે ધારે વરસેલા વરસાદથી સોસોયટીના ખાબોચીયા પાણીથી ભરાઇ ગયા હતા. અરવલ્લીના મોડાસામાં ગત મોડી રાતથી વરસાદ વરરસતા લોકોમાં આનંદ છવાયો હતો. ખેડૂતો પણ શ્રીકાર વર્ષાથી ખેતીમાં જોતારાયા હતા.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી મેઘરાજા મહેરબાન થયાં હતા. સવારથી વરસાદના ઝાપટાં આવ્યા હતા. બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી. તો સમગ્ર પંથકમાં પણ ઠંડક પ્રસરતાં લોકોએ પણ ઉકળાટમાંથી રાહત થઇ હતી. સુરતના બારડોલી, મહુવા, માંડવી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બે દિવસના વરસાદના વિરામ બાદ સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. અને વરસાદ વરસ્યો હતો. જોકે, રાજયમાં ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. જેથી આકાશી ખેતી કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.
અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદનુ આગમન થયું હતુ. રાજુલા પંથકના ડુંગર સાજણાવાવ, મોરંગી, વિકટર, રાભડામા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના આગમનથી ધરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઇ હતી. તો સાવરકુંડલાના વીજપડી ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઈચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત છાપરી, કડસલીસસ લીખાળા, ડેડકડી, ખરલામાં ઘીમી ધારે વરસાદ પડ્યો હતો..વરસાદને પગલે વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.જામનગર જીલ્લાનાં લાલપુર ખાતે લાંબા સમયની આતુરતા બાદ વરસાદ આવતા પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.વરસાદને કારણેને વાતાવરણ આલ્હાદક બની ગયું હતું..વરસાદનું સ્વાગત કરતા હોય તેમ બાળકો અને મોટેરાઓ પણ રસ્તા પર આવીને વરસાદમાં પલળીને આનંદ માણી રહ્યાં હતાં. તો ભાવનગરના તળાજા, અલંગ અને આસપાસાના પંથકોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી.. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે .સાથો સાથ અમરેલી પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો.સાવરકુંડલાના વીજપડી ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઈચ વરસાદ વરસ્યો હતો.દિલ્હી-હરીયાણા-ચંદીગઢ- ઉત્તરપ્રદેશ- હિમાચલ-મધ્યપ્રદેશ- છતીસગઢ- કર્ણાટકના તટીય વિસ્તારોમાં તથા જમ્મુકાશ્મીરમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉપરાંત ઉતરાખંડ, પંજાબ, રાજસ્થાન, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલગાંણા, અરૂણાચલ, આસમ, મેઘાલય, હિમાલયન, પ્રશ્ચિમ બંગાળ, સિકકીમ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉડીશા, ઝારખંડ અને કેરાલાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે.

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે

editor

चुनाव : प्रथम दौर के लिए अधिसुचना जारी कर दी 

aapnugujarat

३६९.७४ करोड़ का खर्च फिर भी दक्षिण जोन में टेन्कर राज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1