Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક સરકાર પર સંકટના વાદળો

કર્ણાટકમાં રાજકીય સંકટ હજુ પણ ટળ્યુ નથી. મુખ્યપ્રધાન કુમારસ્વામીની નેતૃત્વમાં ગઠબંધન સરકાર ટકી શકશે કે કેમ તેને લઇને ચર્ચા શરૂ થઇ છે. ગઠબંધનની સરકાર પર ખતરો તોળાઇ રહ્યો છે. કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં હોવાના હેવાલ મળ્યા છે. પહેલા મંત્રીમંડળમાં સંખ્યાને લઇને, ત્યારબાદ કેબિનેટમાં હોદ્દાને લઇને અને હવે બજેટને લઇને વિવાદ છેડાઇ ગયો છે. હાલત એ છે કે કુમારસ્વામી સરકારના બજેટ રજૂ કરતા પહેલા મુશ્કેલી સર્જાઇ ગઇ છે. માત્ર ચાર સપ્તાહ જુની સરકાર ગબડી પડવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઇ ગઇ છે. પાંચમી જુલાઇના દિવસે સરકાર તેનુ પ્રથમ બજેટ રજૂ કરે તે પહેલા સરકારના પતનને લઇને ચર્ચા છે. હાલના સમયમાં જે સંકેતો મળી રહ્યા છે તે મુજબ ગઠબંધન સરકાર પોતાના જ મંત્રીઓ અને ધારાસભ્યોની નારાજગીના કારણે મુશ્કેલીમાં દેખાઇ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના નારાજ નેતા તરફથી વાતચીતના પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી. કર્ણાટક સરકાર માટે સૌથી મોટી સમસ્યા એ પણ છે કે કોંગ્રેસના મોટા ભાગના નેતા સરકાર ગબડાવી દેવાના બદલે ભાજપનો સંપર્ક કરી રહ્યા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા જે જેડીએસ સંકલન સમિતિના સભ્ય છે તે હાલમાં હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ખાતે પહોંચી ગયા છે. તેઓ નેચુરોપૈથીના સંપર્કમાં છે. તેમનુ કહેવુ છે કે તેઓ બિલકુલ બ્રેકની સ્થિતીમાં છે. તેઓ સારવાર દરમિયાન કોઇ ફોન કોલ પણ ઉપાડી રહ્યા નથી. જો કે એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે તેઓ પોતાના વિશ્વાસુ સાથી એસટી સોમશેખર, , બી સુરેશ અને એન મુનિરત્નની સાથે સતત વાતચીત કરી રહ્યા છે. હાલમાં સિદ્ધારમેયાનો એક વિડિયો આવ્યો હતો જેમાં તેઓ નવા બજેટને લઇને કેટલીક વાત કરી રહ્યા હતા અને વાંધો ઉઠાવી રહ્યા હતા.

Related posts

વડાપ્રધાન મોદીની વારાણસીને ૧૫૦૦ કરોડની ભેટ

editor

‘नर्वस’ राहुल गांधी वाली टिप्पणी पर नाराज शिवसेना ने बराक ओबामा पर दाग दिए सवाल

editor

डोकलाम विवाद टालने के लिए भारत तैयार हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1