Aapnu Gujarat
મનોરંજન

‘ગ્રેટ બીટ ડાન્સ એકેડમી’ અને ‘અપના ફાઉન્ડેશન’નાં સહયોગથી ‘બેટી બચાવો’નો ડ્રામા સાથે ડાન્સ પરફોર્મન્સ તેમજ વિવિધ પ્રકારનાં ડાન્સ પરફોર્મન્સ યોજાયા

‘ગ્રેટ બીટ ડાન્સ’ એકેડમી દ્વારા આયોજિત અને ‘અપના ફાઉન્ડેશન’ના સપોર્ટથી ‘સ્ટેજ શો’ તા. ૨૩ જુન, શનિવારનાં રોજ બપોરે ૨ થી ૬ દરમિયાન યોજાઈ ગયો.
આ ‘સ્ટેજ શો’માં માનનીય શ્રી રતિલાલ વર્મા (પૂર્વ સાંસદ, લોકસભા), માનનીય શ્રી જગદીશભાઈ ભાવસાર (પ્રવક્તા, ભાજપ તેમજ પૂર્વ ચેરમેન, મ્યુનિ. સ્કુલ બોર્ડ), માનનીય શ્રી અતુલભાઈ ભાવસાર (પૂર્વ કોર્પોરેટર), માનનીય શ્રી અરવિંદભાઈ ભાવસાર (પ્રમુખશ્રી, ગુજરાત ભાવસાર સમાજ), માનનીય શ્રી નરેશભાઈ ભાવસાર (પ્રમુખશ્રી સાબરકાંઠા ભાવસાર સમાજ), માનનીય શ્રી દેવેનભાઈ વર્મા (તંત્રી શ્રી આપણું ગુજરાત), માનનીય શ્રી કેશવભાઈ વાળંદ તેમજ રાકેશભાઈ ભાવસાર (પ્રમુખ, અપના ફાઉન્ડેશન)નાં હસ્તે દીપપ્રાગ્ટ થયું હતું.


‘ગ્રેટ બીટ ડાન્સ એકેડમી’નાં સ્ટેજ શોની શરૂઆત ગણેશ વંદનાનાં ડાન્સ પરર્ફોમનથી થશે. ‘અપના ફાઉન્ડેશન’નાં સહયોગથી SAVE THE GIRL CHILD ‘બેટી બચાવો’નો ડ્રામાની સાથે ડાન્સ પરફોર્મન્સમાં ૨૫ છોકરીઓ તેમજ ૧૧ છોકરાઓએ ભાગલીધો હતો. ત્યારબાદઅનેક વિવિધ પ્રકારનાં ડાન્સ પરફોર્મન્સ પણ યોજાયું હતું.
‘ગ્રેટ બીટ ડાન્સ એકેડમી’ તથા ‘અપના ફાઉન્ડેશન’ દ્વારા આયોજીત SAVE THE GIRL CHILD પરફોર્મન્સમાં બાળકીઓ દ્વારા સમાજને ભ્રૃણ હત્યા રોકો, બેટી બચાવો અને બેટી પઢાઓનો સંદેશ.
દીકરી જ સમજાવે કે….‘દીકરી ભાર નહીં…સમાજનો આધાર છે…’
એવો ઉમદા વિચાર લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ
SAVE THE GIRL CHILD ડ્રામા તેમજ ડાન્સ પરફોર્મન્સ થકી દીકરી વ્હાલનો દરિયો છે….દીકરી સૌની લાડકવાયી હોય છે, દીકરી એ ઘરની શોભા છે, ભ્રૃણ હત્યા રોકો અને દીકરીને દીકરાની સમાન ગણીને તેનો ભણાવો કારણ કે દીકરી પણ તમારાં ઘડપણનો સહારો બની શકે છે.
‘અપના ફાઉન્ડેશન’ છેલ્લાં ચાર વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવ, નવરાત્રિ મહોત્સવ થતા સાર્વજનિક ધાર્મિક કાર્યક્રમો અને આપણાં સામાજિક લાગણીનાં સંબંધ તાજા કરાવવાનાં પ્રયાસ કરી રહ્યાં છે. જો દીકરી જ ન હોય તો આ સંબંધો ક્યાંથી રહે ?
‘અપના ફાઉન્ડેશન’નાં પ્રેસીડેન્ટ રાકેશ ભાવસાર અને તેમની સાથે જોડાયેલાં સભ્યોએ નક્કી કર્યું છે કે, ભ્રૃણ હત્યા રોકો, બેટી બચાવો બેટી પઢાવો અભિયાનનો કાર્યક્રમ અમે કોઈ પણ સમાજનાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સાર્વજનિક કાર્યક્રમમાં કરતાં રહીશું જેમાં અમારો ધ્યેય માત્ર….જનજાગૃતિ, જનજાગૃતિ અને જનજાગૃતિ જ રહેશે.

Related posts

પ્રિયંકા ચોપરાનું સિડનીના મેડમ તુસાદના મ્યુઝિયમમાં સ્ટેચ્યુ

aapnugujarat

‘आडाई’ के रिमेक में नहीं दिखेंगी कंगना

aapnugujarat

નિર્માતા તરીકે જગ્ગા જાસુસ મારી છેલ્લી ફિલ્મ : રણબીર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1