Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત યોગ રંગમાં રંગાયુ : નરેન્દ્ર મોદી સહિત કરોડો દ્વારા યોગાસન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું  નેતૃત્વ કર્યું હતું. મોદીએ પોતે ઉત્તરાખંડના દહેરાદુન ખાતે ૫૧ હજારથી વધુ લોકોની સાથે ઉત્સાહપૂર્વક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મોદી યોગ કાર્યક્રમ વેળા તમામ લોકોની વચ્ચે યોગ પ્રક્રિયા કરતા દેખાયા હતા. કાર્યક્રમ બાદ તરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી માટે રવાના થયા હતા. સવારે સાત વાગે યોગાસન શરૂ કરતા પહેલા મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ કહ્યુ હતુ કે આજે દહેરાદુનથી લઇને ડબલિન સુધી અને શંધાઇથી શિકાગો સુધી તમામ લોકો યોગ કરી રહ્યા છે. ચારેબાજુ યોગ જ યોગ છે.યોગ સમગ્ર દુનિયાને જોડે છે. વડાપ્રધાને કહ્યુ હતુ કે દુનિયાભરમાં આજે સુર્યોદય થતાની સાથે જ યોગની શરૂઆત થઇ ગઇ છે. યોગ સમાજને જોડવાનુ કામ કરે છે. આઇટીબીપીના જવાનોએ ૧૯૦૦૦ ફુટની ઉંચાઇએ સ્થિત વિસ્તારમાં યોગ કરીને ગર્વની લાગણી ફેલાવી દીધી હતી. લડાખમાં જવાનો યોગા કરતા દેખાયા હતા. મોદી યુવાનોની વચ્ચે યોગ કરતા નજરે પડ્યા હતા. ભારતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ૧૯૧ દેશોનું નેતૃત્વ કર્યું હતુ. આજે સવારે મોદી પોતે પણ યોગાસન કરવા માટે બેસી ગયા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પરિપૂર્ણ કરી લેવામાં આવી હતી. મુખ્ય કાર્યક્રમ દહેરાદુનમાં યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉપસ્થિત રહ્યા હતા અને યોગાસન કાર્યક્રમમાં જોડાયા હતા. મોદીએ પોતે યોગાસન કરીને નવો દાખલો બેસાડ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોદી સવારે જ ે સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ થોડી મિનિટ સુધી ઉપસ્થિત રહેલા લોકોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ યોગ કાર્યક્રમની વિધિવત શરૂઆત થઇ હતી. ૩૫-૫૦ મિનિટ સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો જેમાં જુદા જુદા આસનો ઉપસ્થિત૫૧ હજારથી પણ વધુ લોકોએ કર્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત સાત વાગે થઇ હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ આ કાર્યક્રમને લઇને ભાજપ સરકારે જોરદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી જારી રાખી હતી.યોગ સાધનાના કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ અને પ્રધાનો પણ જોડાયા હતા. દેશના અન્ય ભાગોમાં પણ કાર્યક્રમમાં લોકો જોડાયા હતા. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસને શાનદારરીતે મનાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેરાદુનથી વિશ્વનું નેતૃત્વ કર્યુ હતુ. મોદીની પહેલ પર યોગને વિશ્વ દિવસોમાં સામેલ કરવામાં આવ્યા બાદ દુનિયાભરમાં યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે.આજે દેશ વિદેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લખનૌ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્નાથ, કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ અને અન્યો યોગ કરતા નજરે પડ્યા હતા. હજારો લોકો તેમની સાથે ભાગ લેવા પહોંચી ગયા હતા. શહેરમાં ૧૦૦ જુદા જુદા સ્થળો ઉપર પણ ૧૦,૦૦૦થી વધારે લોકો યોગસાધનાના કાર્યક્રમમાં જોડાયા હતા. યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત, અમેરિકા, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં યોગ સાધનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દુનિયાના ૧૭૦થી વધુ દેશમાં યોગના કાર્યક્રમ તેમની પોતાની રીત મુજબ યોજાયા હતા. અત્રે નોંધનિય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઐતિહાસિક પ્રસ્તાવના માધ્યમથી ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ હેઠળ વિશ્વ સંસ્થાની ઓફિસ પર યોગાસનની પ્રતિમા પણ મુકવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ૫૭ કેન્દ્રિય મંત્રી યોગની સાધનામાં જોડાયા હતા. જેમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહ પણ સામેલ છે. આ ઉપરાંત કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, કેન્દ્રિય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, કેન્દ્રિય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. તમામ મંત્રીઓ સરકાર તરફથી દેશભરમાં આયોજિત કરવામાં આવી રહેલા કાર્યક્રમોનું નેતૃત્વ કરવા પહેલાથી સજ્જ હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર ૨૦૧૪માં ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. ૪૦ ઈસ્લામિક દેશો સહિત ૧૯૦થી વધુ દેશોએ યોગ માટે એક ખાસ દિવસ રાખવાની પહેલનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ૨૧મી જૂન ૨૦૧૫ના દિવસે કરવામાં આવી હતી. જેમાં મોદીએ દિલ્હીના ઐતિહાસિક રાજપથ ઉપર ૩૬,૦૦૦ લોકોની સાથે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. બીજા યોગ દિવસ પર મોદી ચંદીગઢમાં કાર્યક્રમમાં જોડાયા હતા. ત્રીજા યોગ કાર્યક્રમમાં મોદી લખનૌમાં રહ્યા હતા. આજે ચોથા યોગ કાર્યક્રમમાં મોદી દહેરાદુનમાં કાર્યક્રમમાં સામેલ રહ્યા હતા.

Related posts

નક્સલ ફંડિંગ પર બ્રેક મુકવા કેન્દ્ર સરકાર સજ્જ

aapnugujarat

મુંબઈ કોંગ્રેસમાં ભૂકંપઃ પ્રવીણ છેડા કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં જોડાયા

aapnugujarat

राउत ने की तेजस्वी तारीफ, कहा- इस चुनाव में वो मजबूत कड़ी उभर कर सामने आए

editor

Leave a Comment

UA-96247877-1